મહિલાઓ એ રાતના સમયે વાળ ન ધોવા જોઈએ, થઇ શકે છે મોટું નુકશાન, જાણો
ઘણી વાર મહિલાઓ તાજગી અને તાજી દેખાવા માટે રાત્રે સ્નાન કરે છે. પરંતુ તેમાં નુકસાન પણ વેઠવું પડે છે. આમ તો વાળની નિયમિત સફાઈ કરવી જરૂરી છે પરંતુ સ્નાન કર્યા પછી, વાળ સૂકવવાનું ખૂબ જરૂરી હોય છે. નહીં તો ઘણી સમસ્યાઓ ઉભી થઇ જાય છે. આજે અમે તમને રાત્રે વાળ ધોવાથી થતા નુકશાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ રાતના સમયે વાળ ધોવાના નુકશાન..
image source
વાળમાં ગૂંચ થવી
ઘણી સ્ત્રીઓ રાત્રે વાળ ધોયા પછી કાંસકો ફેરવતી નથી. જેના કારણે વાળ ગૂંચવાઈ જાય છે. વાળ સુકાઈ ગયા પછી તેમાં ગૂંચ રહે છે અને તેને તમે કાઢો છો ત્યારે તમારા વાળ તૂટે છે.
image source
ડેન્ડ્રફ અને વાળ ખરવા જેવી સમસ્યા
ભીના વાળ સાથે સૂવાથી ફૂગ, ડેન્ડ્રફ, વાળ ખરવા અને ચેપ જેવી સમસ્યા થઈ શકે છે. ભેજને લીધે ભીના વાળમાં ફંગસ ઝડપથી થાય છે. ભીના વાળ માં ભેજ હોવાને કારણે ફૂગ અને ડેન્ડ્રફ વધુ ઝડપથી વિકસે છે.
image source
તાવ શરદી થવાની શક્યતા
રાત્રે વાળ ભીના થાય ત્યારે માથું ઠંડુ રહે છે. રાત્રે તમારું શરીર ગરમ રહે છે, પરંતુ ભીના વાળને લીધે, માથું ઠંડુ રહે છે, જેનાથી શરદી થાય છે. લાંબા સમય સુધી ભીના વાળ માં ધૂળ જવાથી એલર્જી નું જોખમ પણ વધે છે.
image source
વધારે તૂટે છે વાળ
રાત્રે વાળ ધોવાથી વાળ અને તેના મૂળ બંને નબળા પડે છે. ભીના વાળ સાથે સૂવાથી વાળ વધુ તૂટે છે. જ્યારે વાળ ભીના થાય છે ત્યારે વાળની ક્યુટિકલ વધારે નબળા થાય છે, જેનાથી વાળ તૂટી જાય છે.
image source
વાળનું ટેક્સ્ચર થાય છે ખરાબ
રાત્રે વાળ ધોયા પછી જો તમે ભીના વાળ માં સૂતા હોવ તો તે જુદા જુદા આકાર લે છે. સવારે જાગતી સમયે તમે તમારા વાળ ની રચનાને નુકસાન પહોંચાડશો. જેથી વાળ માં ઘણી સમસ્યા થઇ શકે છે. રાત્રે તમારા વાળ ધોવાથી વાળની ટેક્સચર પણ બગડે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી





0 Response to "મહિલાઓ એ રાતના સમયે વાળ ન ધોવા જોઈએ, થઇ શકે છે મોટું નુકશાન, જાણો"
ટિપ્પણી પોસ્ટ કરો