જાણો બ્રિટિશ કાળમાં અંગ્રેજોએ કેવી રીતે કર્યો હતો કોરોના મહામારી જેવી આકરી પરિસ્થિતિનો સામનો…

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા જતા પ્રભાવ સામે તેનાથી બચવા વિશ્વભરના અનેક દેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જો કે આ લોકડાઉનને કારણે સમાજમાં ભારે ઉથલપાથલ થઈ ગઈ અને બાદમાં સ્થાનિક સરકારોએ લોકડાઉનમાં છુટકારો આપવાનું પણ શરૂ કર્યું. અનેક લોકો એવા હશે જેઓએ પોતાના જીવનમાં લોકડાઉન પ્રથમ વખત જ જોયું હશે પરંતુ ભારતમાં લોકડાઉનનો ઇતિહાસ બહુ જૂનો છે.

image source

19 મી અને 20 મી સદીમાં આપણો દેશ પ્લેગ અને કોલેરા જેવી બીમારીઓથી બહુ પ્રભાવિત હતો. બ્રિટિશ કાળમાં પણ અનેક વખત કોલેરા ફેલાયો. આ ઘાતક બીમારીથી ગભરાયેલી અંગ્રેજ સરકારે તે સમયે પ્રભાવિત ક્ષેત્રોમાં લોકડાઉનના આદેશો આપ્યા. જો કે તે સમયે લોકડાઉનના બદલે હોલીડે શબ્દ ઉપયોગમાં લેવાતો. એ સમયે પણ કન્ટેનમેન્ટ ઝોન, આઇસોલેશન અને પ્રવાસીઓ દ્વારા બીમારી વધુ ફેલાવાનો ભય હતો. આટલા વર્ષો વિત્યા બાદ આજે પણ કોવિડ 19 ના સમયમાં એ બાબતો એકસમાન જ છે.

દસ્તાવેજમાં પણ છે ઉલ્લેખ

image source

એ સમયે લોકડાઉન માટે લાગુ કરવામાં આવેલી પદ્ધતિના દસ્તાવેજો પણ છે. અંગ્રેજોએ હોલીડે ટર્મને અપનાવી લોકોને ક્વોરોન્ટાઇનમાં રાખ્યા હતા. આ વાતનો ઉલ્લેખ બિટીશ ઇન્ડિયાના સત્તાવાર રેકોર્ડ National Archives of India (NAI) માં જોવા મળે છે. સાથે જ બ્રિટિશ ઇન્ડિયા મેડિકલ હિસ્ટ્રીના આર્કાઈવમાં એ પણ જાણવા મળે છે કે કોઈ ખાસ વિસ્તારમાં બીમારી ફેલાયાની જાણ થતાં જ એ વિસ્તારનો અન્ય વિસ્તાર સાથેનો સંપર્ક લગભગ કાપી જ નાખવામાં આવતો.

પ્રવાસી મજૂરોને અપાતો એક મહિનાનો એડવાન્સ પગાર

image source

કોરોના કાળમાં જે પ્રકારની મુશ્કેલીઓ પ્રવાસી મજૂરોને વેઠવી પડી હતી એવી જ મુશ્કેલીઓ એ સમયે પણ હતી. શહેરમાં કામ કરવા આવેલા મજૂરો જો મોટી સંખ્યામાં પોતાના ગામ પરત ફરે તો બીમારી પણ વધી શકે એ ભયના કારણે બ્રિટિશ ઇન્ડિયાએ તેનો ખાસ ઉકેલ શોધ્યો. મજૂરોને તેના ઘરથી ત્રણ કિલોમીટરના અંતરમાં જ કામ આપી શકાય તેવી વ્યવસ્થા કરાતી જેથી તેઓને બહાર ન જવું પડે. એટલું જ નહીં મજૂરોને 32 દિવસનો પગાર પણ એડવાન્સમાં આપી દેવામાં આવતો.

તૈયાર કરવામાં આવતી હતી રણનીતિ

image source

બ્રિટિશ કાળ દરમિયાન ફેલાયેલી સંક્રામક બીમારીઓને રોકવા માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવતી. તેના માટે અંગ્રેજ સરકાર મજૂરોને મહિના સુધી ઘરમાં રહેવા માટે પગાર પણ આપતી હતી અને મજુરો પણ ઘરમાં રહી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હતા. એ સિવાય પ્રવાસી મજૂરોને નાના નાના સમૂહમાં પોતાના ગામ મોકલવામાં આવતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જાણો બ્રિટિશ કાળમાં અંગ્રેજોએ કેવી રીતે કર્યો હતો કોરોના મહામારી જેવી આકરી પરિસ્થિતિનો સામનો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel