NCB એ ડ્રગ્સ કેસમાં આ હિરોઈન પર ગાળીયો કસતા થયા આવા હાલ, શૂટિંગ છોડી વકિલો સાથે કરવા લાગી ચર્ચા
ડ્રગ્સ કેસ મામલે હવે બોલિવૂડના સ્ટાર્સ પર ગાળીયો કસાતો જાય છે. ધીમે ધીમે ચોંકાવનારા સામે આવી રહ્યા છે. ડ્રગ્સ કેસમાં ચેટ વાઈરલ થયા બાદ દીપિકા પાદુકોણની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં એક્ટ્રેસ કરન જોહરની પ્રોડક્શન કંપનીની આગામી ફિલ્મના શૂટિંગ માટે ગોવા ગઈ હતી. જોકે, આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. દીપિકાએ ગયા અઠવાડિયે સિદ્ધાંત ચતુર્વેદી તથા અનન્યા પાંડે સાથે શૂટિંગ શરૂ કર્યું હતું. દીપિકા ગોવાથી મુંબઈ આવવા રવાના થઈ ગઈ છે.
મેકર્સ બુધવાર સવારે પેકઅપ કરી દીધું હતું

આ ફિલ્મને ડિરેક્ટર શકુન બત્રા કરી રહ્યાં છે. થોડાં દિવસ પહેલા કરન જોહર પણ બાળકો તથા માતા સાથે ગોવા ગયો હતો. ડ્રગ ચેટ વાઈરલ થયા બાદ દીપિકા ચૂપ છે. એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મનું શૂટિંગ 22 સપ્ટેમ્બર રાત સુધી થતું હતું. સેટ પર હાજર રહેલા લોકોએ કહ્યું હતું કે મેકર્સ બુધવાર સવારે પેકઅપ કરી દીધું હતું. લોકેશનની પાસે હાજર રહેલા લોકોના મતે મેકર્સે 22 સપ્ટેમ્બરના સાંજના સાત વાગ્યા સુધી શૂટિંગ કર્યું હતું. આજે એટલે કે 23 સપ્ટેમ્બરે સેટ પર કાગડા ઉડતા હતા.
વ્હોટ્સએપ ચેટમાંથી દીપિકાનું નામ સામે આવ્યું

આ સેટ હજી 15 દિવસ પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો. દીપિકા ચારથી પાંચ વાર જોવા મળી હતી. સિદ્ધાંતે એક દિવસ પહેલા જ લોકેશનનો વીડિયો શૅર કર્યો હતો. જયા સાહાની વ્હોટ્સએપ ચેટમાંથી દીપિકાનું નામ સામે આવ્યું છે. આ ચેટમાં દીપિકાએ પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે ‘માલ ક્યા હૈ?’ એવી વાત કરી હતી. આટલું જ નહીં તેણે વીડ તથા હશીશ અંગે પૂછ્યું હતું.
વીડિયો કોન્ફરન્સિંગથી વકીલ સાથે મિટિંગ કરી

પ્રપ્ત માહિતી દીપિકાએ ગોવા આવતા પહેલાં વીડિયો કોન્ફરન્સિંગથી 12 વકીલો સાથે એક મિટિંગ કરી હતી. આ મિટિંગમાં દીપિકાનો પતિ તથા બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પણ હાજર રહ્યો હતો.
NCBએ સમન્સ પાઠવ્યું છે

દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશે તબિયત સારી ના હોવાથી 25 સપ્ટેમ્બર પછી પૂછપરછ માટે આવવાની વાત કરી હતી. દીપિકા, સારા, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર, સિમોન ખંભાટા, નમ્રતા શિરોડકર સહિત સાત લોકોને NCBએ સમન્સ પાઠવ્યું છે. દીપિકાની 25 સપ્ટેમ્બર, સારા-શ્રદ્ધાની 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ થશે. જયા સાહા ઉપરાંત મધુ મન્ટેના, એબીગેલ પાંડે, સનમ જોહરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
દીપિકા-કરિશ્મા વચ્ચેની વાતચીત

28 ઓક્ટોબર 2017ની સવારે 10:03 વાગ્યે: દીપિકાએ કરિશ્માને લખ્યું, ‘તારી પાસે માલ છે?’
10:05 વાગ્યે: કરિશ્મા લખ્યું, ‘મારી પાસે છે, પણ ઘરે છે. હું બાંદ્રામાં છું.’
10:05 વાગ્યે: આગળ ચેટમાં કરિશ્માએ લખ્યું, ‘શું હું અમિતને કહું, જો તને જોઈએ તો.’
10:07 વાગ્યે: દીપિકાએ લખ્યું, ‘Yes!! Pllleeeeasssee..’
10:08 વાગ્યે: કરિશ્માએ લખ્યું, ‘અમિત પાસે છે તે ઘરે લઈને આવી રહ્યો છે.’
(અમિત કોણ છે તે હજુ સ્પષ્ટ નથી થયું.)
10:12 વાગ્યે: દીપિકા લખ્યું, ‘હૈશ ને?’ આગળ ચેટમાં તે લખે છે, ‘વીડ (ગાંજો) નહીં ને?’
10:14 વાગ્યે: કરિશ્માએ લખ્યું, ‘તું કેટલા વાગ્યે કોકો આવી રહી છે?’ (કોકો કોઈ ક્લબ, રેસ્ટોરાં અથવા કોઈના ઘરનું નામ હોઈ શકે છે.)
10:15 વાગ્યે: દીપિકાએ લખ્યું, ’11:30થી 12 વાગ્યા સુધી.’
10:15 વાગ્યે: દીપિકાએ આગળ લખ્યું, ‘શૈલ કેટલા વગ્યા સુધી ત્યાં પહોંચી જશે?
(શૈલ કોણ છે તે સ્પષ્ટ નથી.)

કરિશ્માએ લખ્યું કે, ‘મને લાગે છે કે તેણે 11:30 કહ્યું હતું, કારણકે તેને 12 વાગ્યે કોઈ બીજી જગ્યાએ જવાનું હતું.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "NCB એ ડ્રગ્સ કેસમાં આ હિરોઈન પર ગાળીયો કસતા થયા આવા હાલ, શૂટિંગ છોડી વકિલો સાથે કરવા લાગી ચર્ચા"
ટિપ્પણી પોસ્ટ કરો