રિયા ચક્રવર્તીએ કર્યો ખુલાસો, સારા અલી ખાનની સંગતમાં સુશાંત સિંહ રાજપૂત….
રિયા ચક્રવર્તીએ કર્યો ખુલાસો, સારા અલી ખાનની સંગતમાં સુશાંત સિંહ રાજપૂત લેવા લાગ્યા હતા ડ્રગ્સનો હેવી ડોઝ.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની તપાસ હજી ચાલુ જ છે. એનસીબી રિયા ચક્રવર્તી સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે. હવે જે જાણકારી સામે આવી છે એના અનુસાર રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ કનેક્શન અંગે સારા અલી ખાન સાથે જોડાયેલા કેટલાક મોટા ખુલાસા કર્યા છે. રિયા ચક્રવર્તીએ જણાવ્યું છે કે ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સનો હેવી ડોઝ લેતા હતા.

એક ટીવી ચેનલ અનુસાર, રિયા ચક્રવર્તીએ એનસીબીને જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત એક ડ્રગ એડિકટ બની ચુક્યા હતા. એમના માટે આમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. રિયા ચક્રવર્તીએ કહ્યું કે 8 જૂને એમને સુશાંત સિંહ રાજપૂતનું ઘર છોડી દીધું હતું. એ સમયે લોકડાઉન ચાલી રહ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત પર મી ટુના આરોપો લાગ્યા બાદ રિયાએ વિચાર્યું કે જો એ સુશાંતની સાથે રહેશે તો એના કરિયર પર પણ આની અસર પડશે.

રિયા ચક્રવર્તીએ પોતાના બયાનમાં કહ્યું કે કેદારનાથ ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સનો હેવી ડોઝ લેવા લાગ્યા હતા. એ પહેલાં પણ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ લેતા હતા પણ કેદારનાથ ફિલ્મના શૂટિંગ બાદ એ ડ્રગ એડિકટ બની ગયા હતા. પહેલા એ લિમિટેડ માત્રામાં ડ્રગ્સ લેતા હતા. રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો ત્યારથી જ એ એવા લોકો સાથે રહેતા હતા જે પાર્ટી કલચરવાળા લોકો હતા. એમની વચ્ચે ડ્રગ્સ ચાલતું હતું પણ એ આનાથી ટેવાયેલા નહોતા.

રિયા ચક્રવર્તીએ આગળ જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂત ક્યુરેટેડ મરીજુઆનાના 10થી 20 ડોપ્સ લેતા હતા. એ રેગ્યુલર રીતે એનું સેવન કરતા હતા. લોકડાઉનમાં એ ડ્રગ્સનું સેવન વધુ કરવા લાગ્યા હતા. રિયા કહે છે કે કેદારનાથ ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતનો ડ્રગ્સ ડોઝ વધી ગયો હતો.

રિયા ચક્રવર્તીએ જણાવ્યું છે કે કેદારનાથ ફિલ્મના શૂટિંગ સમયે બધા જ હિમાલય પર રહ્યા. ત્યાં સરળતાથી ડ્રગ્સ મળી જાય છે. એવામાં આખો સેટ જ ડ્રગ્સ લેવા લાગ્યો હતો. ડ્રગ્સના કારણે સુશાંત સિંહ રાજોઉત અને સારા અલી ખાનનું વજન પણ ઘણું વધી ગયું હતું. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સેમ્યુઅલ હોકીપે ખુલાસો કર્યો હતો કે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરી રહ્યા હતા ઓન જલ્દી જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "રિયા ચક્રવર્તીએ કર્યો ખુલાસો, સારા અલી ખાનની સંગતમાં સુશાંત સિંહ રાજપૂત…."
ટિપ્પણી પોસ્ટ કરો