આ કારણોને લઇને સૈન્યમાં હોય છે દારૂ પર આટલી બધી છૂટછાટ, શું તમે જાણો છો આ વિશે?
સૈન્યમાં મદ્યપાન પર પ્રતિબંધ કેમ નથી હોતો ? જાણો તે પાછળનું આશ્ચર્યજનક કારણ
ભારતીય સૈન્ય કે પછી અન્ય દેશના સૈન્યના જવાનોનું જીવન ખુબ જ મુશ્કેલ અને ડીસીપ્લીનવાળુ હોય છે, આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ. તે વીર જવાનોને દેશની રક્ષા માટે દરેક સમયે પોતાની જાતને તૈયાર રાખવી પડે છે અને તે જ કારણ છે કે તેમને મૂળ નિયમ અને ઉચ્ચ ભાવનામાં રહેવાની જરૂર હોય છે, સાથે સાથે તેમના માટે ફીટ રહેવું પણ તેટલું જ જરૂરી છે અને તેનાથી તેમને ફીટ રહેવામાં મદદ પણ મળે છે.
જણો શા માટે મદ્યપાન સૈન્ય માટે જરૂરી છે, સાથે જાણો તેની પાછળનું રહસ્ય
આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે ફીટ રહેનારા જવાનોને દારૂની બોટલો પર ભારે છૂટ આપવામા આવે છે. એવું કેમ છે કે સૈન્યમા જવાનોને સ્વાસ્થ્ય માટે ઝેર કહેવાતા દારૂની આટલી બધી છૂટ આપવામાં આવે છે ? આમ તો દારૂ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. અને તેના કારણે દારૂ સૈન્યના જવાનો માટે પ્રતિબંધિત કરવો જોઈએ, પણ અહીં તો જવાનોને દારૂ પર છૂટ આપવામાં આવે છે.
સૈન્યમાં દારૂ પર પ્રતિબંધ નહીં હોવાના મુખ્ય કારણો
1 આપણે બધા એ જાણીએ છીએ કે સૈન્યને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરવાનું કામ કરવું પડતું હોય છે. ઠંડામાં ઠંડી જગ્યાઓ પર તેમણે સીમા પર ઉભું રહેવું પડે છે. એવી જગ્યાઓ અને પરિસ્થિતિમાં દારુ સૈન્યને ગરમ રાખવામાં તેમજ જીવતા રહેવામાં મદદ કરે છે.
2. સૈન્યના જવાનોને પોતાના પરિવારથી દૂર રહેવું પડે છે. જ્યારે તેઓ વધારે વ્યસ્ત નથી હોતા તો ખાલી સમયમાં તેમને એકલતાનો અનુભવ થાય છે. દારૂ પીને તેઓ પોતાના આ ખાલી પણાને દૂર કરી શકે છે.
3. જ્યારે બ્રિટિશ શાસન ભારતમાં હતું ત્યારે તેમના સૈન્યમાં એવી પરંપરા હતી, જે હેઠળ દરેક અધિકારી અને સૈન્યના જવાનોને એક નિશ્ચિત પ્રમાણમાં દારૂનું સેવન કરવાનું રહેતું હતું. બસ ત્યારથી જ આ પરંપરા ભારતીય સૈન્યમાં પણ ચાલતી આવી છે.
4. જ્યારે સૈન્યમાં કોઈ નવા જવાનની ભરતી થાય છે, ત્યારે તેનું સ્વાગત કરવા માટે બધાને સિમિત માત્રામાં દારૂ પીવાનો હોય છે.
જો કે તેનો અર્થ એ બિલકુલ નથી કે કોઈ પણ ડ્યૂટી દરમિયાન દારૂના નશામાં રહેશે. અધિકારીઓને સમિત માત્રામાં દારૂ પીવાની પરવાનગી મળે છે. તેનો ટ્રેક રાખવા માટે રજિસ્ટ્રાર બનાવવામાં આવે છે. જો કોઈ અધિકારી નશામાં જોવા મળે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી પણ કરવામા આવે છે અને કેટલાક અસામાન્ય મામલામા કોર્ટ-માર્શલ પણ કરવામા આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ કારણોને લઇને સૈન્યમાં હોય છે દારૂ પર આટલી બધી છૂટછાટ, શું તમે જાણો છો આ વિશે?"
ટિપ્પણી પોસ્ટ કરો