આલેલેલે! 8 વર્ષથી બે યુવક રહેતા હતા પતિ-પત્ની તરીકે, પત્ની બનેલો યુવક રોજ પહેરતો હતો સાડી અને કરતો હતો અનેક શ્રૃંગાર, પણ પછી થયુ કંઇક એવું કે ફૂટી ગયો ભાંડો

8 વર્ષથી બે યુવક રહેતા હતા પતિ-પત્ની તરીકે – પોસ્ટમોર્ટમ બાદ થયો આ ચોંકાવનારો ખુલાસો

વિશ્વના ઘણા બધા દેશોમાં સમલૈંગિક સંબંધોને મંજૂરી આપવામાં આવી રહી છે. ભારતમાં પણ આ બાબતે કાયદો પસાર કરવામા આવ્યો છે. પણ તેમ છતાં માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના આધુનિક દેશોમાં પણ આ પ્રકારના સંબંધોને સામાન્ય નજરે જોવામાં નથી આવતો અને માટે જ લોકો આ પ્રકારના સંબંધો પોતાના પિરવાજનો, મિત્રો તેમજ સમાજથી છુપાવતા હોય છે. અને ગુપ્ત રીતે આ સંબંધો નિભાવતા હોય છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

image source

મધ્ય પ્રદેશના સીહોર જિલ્લામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં પતિ-પત્ની તરીકે જીવન જીવવા માટે બે યુવકોએ લગ્ન કરી લીધા હતા અને તે રાઝ તેમણે છુપાવી રાખવા માટે એક બાળક પણ દત્તક લઈ લીધું હતું.

image source

એક દિવસ આ બન્ને વચ્ચે એક વિવાદ થયો ત્યારે પત્નીએ પોતાની જાતને જીવતી સળગાવી મુકી હતી. પતિ જ્યારે તેને બચાવવા દોડ્યો ત્યારે તે પણ આગળમાં બળી ગયો. ત્યાર બાદ તે બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન તે બન્નેનું મૃત્યુ થઈ ગયું હતું.

image source

મૃત્યુ બાદ જ્યારે તે બન્નેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેમને જાણનારા બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા કારણ કે તેમને તે બન્ને વિષે એક રહસ્ય જાણવા મળ્યું હતું. પોલીસને મળેલી માહિતિ પ્રમાણે મહિલાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એ ખુલાસો કરવામાં આવ્યો હતો તે કોઈ મહિલા નહોતી પણ પુરુષ હતો. હવે તે બન્નેની વાસ્તવિકતા સમાજ સામે આવી ગઈ છે કે તે બન્ને યુવક પતિ-પત્ની બનીને રહેતા હતા.

image source

આ વિષે મળેલી માહિતિ પ્રમાણે આ બન્ને યુવકને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. 2012માં તે બન્નેએ સાથ રહેવાનું નક્કી કરી લીધું. પુરુષ યુવકના પરિવારના લોકોએ આ સંબંધ માટે મંજૂરી આપી પણ મહિલા યુવક ના પરિવારે તે માટે મંજૂરી ન આપી. છેવટે તેમણે પ્રેમ લગ્ન કરી લીધા. લગ્ન બાદ પત્ની તરીકે રહેતા યુવકનું નામ પણ બદલીને છોકરીનું નામ કરી દેવામા આવ્યું હતું. બે વર્ષ વાદ પરિવારના લોકોએ તેમની આગળ બાળક માટે દબાણ કર્યું તો તેમણે મોટા ભાઈનો દીકરો દત્તક લઈ લીધો.

image source

11 ઓગસ્ટ 2020ની રાત્રે પતિ-પત્નીમાં ઝઘડો થઈ ગયો હતો. પત્નીને પોતાની જાતને આગ લગાવી લીધી હતી અને તેને બચાવવાના પ્રયાસમાં પતિ પણ બળી ગયો હતો. બન્નેને સારવાર માટે ભોપાલ દાખલ કરવામાં આવ્યા હતા અને 12મી ઓગસ્ટે પત્નીનું તેમજ 16મી ઓગસ્ટે પતિનું મૃત્યુ થઈ ગયું હતું. બન્નેના મૃત્યુના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે પોલીસ સામે આવ્યો ત્યારે બધા ચોંકી ઉઠ્યા કારણ કે તે રિપોર્ટમા જે પત્ની તરીકે મહિલા રહેતી હતી તે પુરુષ હોવાનું સામે આવ્યું હતું. આમ બન્ને યુવક લોકોની જાણ બહાર એક સાથે પતિ-પત્ની તરીકે રહેતા હતા.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "આલેલેલે! 8 વર્ષથી બે યુવક રહેતા હતા પતિ-પત્ની તરીકે, પત્ની બનેલો યુવક રોજ પહેરતો હતો સાડી અને કરતો હતો અનેક શ્રૃંગાર, પણ પછી થયુ કંઇક એવું કે ફૂટી ગયો ભાંડો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel