સાઈલેન્સરથી લઈને કચરા સુધી, અસલી નહિ પણ પોતાના કિરદારોના નામે જાણીતા છે આ ૬ અભિનેતાઓ
બોલીવુડમાં ઘણી ફિલ્મો એવી બને છે, જેની દમદાર કહાનીદર્શકોનું દિલ જીતી લે છે અને એમના પાત્ર લોકોના દિલમાં રહી જાય છે. કેટલાક પાત્ર તો એટલા પ્રખ્યાત થઇ જાય છે કે અભિનેતાને લોકો એ જ પાત્રથી યાદ કરે છે. એ અભિનેતાઓને લોકો બીજી ફિલ્મમાં કામ કરતા જોઇને પણ એ પાત્રના નામે જ બોલાવે છે જેનાથી એ ફેમસ થયા હોય. આ ફક્ત ઓળખાણ જ નથી, પણ એ વાતની સાબિતી છે કે એ કલાકારોએ પોતાનું પાત્ર એટલી શાનદાર રીતે ભજવ્યું કે લોકોને એના સાચા નામ જાણવાની જ જરૂર ના પડી. તમને જણાવીએ, કેટલાક એવા જ કલાકારો વિષે જેને લોકો એના સાચા નામે નહિ પણ પાત્રના નામે જ ઓળખે છે.
સાઈલેન્સર
વર્ષ ૨૦૦૯ ની સૌથી હિટ ફિલ્મ ‘૩ ઇડીયટ્સ’ આજે પણ લોકોને ખુબ જ ગમે છે. આ ફિલ્મની કાસ્ટ ઘણી મોટી હતી અને બધાએ પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મમાં દરેક એક્ટરનું પાત્ર લોકોને મોઢે ચડેલું છે , પછી એ રેંચો હોય, ફરહાન હોય કે પછી રાજૂ રસ્તોગી. જોકે, ફિલ્મમાં એક અભિનેતા એવો હતો જેને લોકો આજે પણ એ જ પાત્રના નામે ઓળખે છે અને એ પાત્રનું નામ છે ચતુર રામલીન્ગમ એટલે કે સાઈલેન્સર. સાઈલેન્સરનું પાત્ર ઓમી વૈદ્યે ભજવ્યું હતું. એમનું પાત્ર લોકોને ખુબ જ ગમ્યું હતું. આ પાત્ર એમણે એટલું સારી રીતે ભજવ્યું કે લોકો આજે પણ એમને સાઈલેન્સરના નામે જ બોલાવે છે.
પર્પોડેકુલર
ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર 2’ માં એકથી શ્રેષ્ઠ પાત્ર હતા અને ફિલ્મ લોકોનું આજે પણ મનોરંજન કરે છે. સરદાર ખાન, નગમા અને ફૈજલ તો લોકોના મોઢે જ છે , આ ફિલ્મના અન્ય કલાકાર એ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ફિલ્મમાં પર્પોડેકુલરનું પાત્ર લોકોને ખુબ જ ગમ્યું હતું. પર્પોડેકુલર સ્કુલમાં ભણનાર એક એવો બાળક હતો જે ગન ચલાવ્તોહ્તો, અને એના મોં માં હમેશા બ્લેડ રહેતી હતી. જણાવી દઈએ કે પર્પોડેકુલરની ભૂમિકા કરનાર અભિનેતાનું નામ આદિત્ય કુમાર છે.
કચરા
કચરા છૂ કે ભાગ… આ ડાયલોગ તો મીમ તરીકે બધાને યાદ જ છે સાથે જ ફિલ્મ લગાનમાં પણ આ પાત્ર ઘણું પસંદ થયું હતું. ફિલ્મ લગાનમાં આદિત્ય લાખિયાએ કચરા નામનું એક અછૂતનું પાત્ર કર્યું હતું જેને ટીમમાં લેવાથી ભારતીય ક્રિકેટ ટીમને જીતવામાં મદદ મળે છે. આદિત્ય એ આ રોલ શ્રેષ્ઠ રીતે નિભાવ્યું હતું, પણ લોકો એને આજે પણ કચરાના રૂપમાં જ યાદ કરે છે.
અંશુમન
૨૦૦૭ માં આવેલી શાહિદ કપૂર અને કરીના કપૂરની સુપરહિટ ફિલ્મ ‘જબ વી મેટ’ ને દર્શકોનો ખુબજ પ્રેમ મળ્યો હતો. આજે પણ દરેક બોલતી છોકરી ગીત છે અને દરેક ગિટાર વગાડતો છોકરો આદિત્ય છે. જોકે. ફિલ્મમાં એક અન્ય પાત્ર પણ હતું જેણે કરીનાના બોયફ્રેન્ડનો રોલ કર્યો હતો. ફિલ્મમાં અંશુમનનો રોલ કરવાવાળા અભિનેતા છે તરુણ અરોડા, જેમણે ગીતના બોયફ્રેન્ડનું પાત્ર કર્યું હતું. લોકો આજે પણ એને અંશુમનથી જ બોલાવે છે.
મિલીમીટર
‘૩ ઈડિયટ્સ’ ફિલ્મમાં એક બીજું પણ પાત્ર હતું જેણે આટલા દિગ્ગજો વચ્ચે પોતાના અભિનયથી બધાને પોતાના ફેન બનાવી લીધા હતા. આ અભિનેતાનું નામ છે રાહુલ કુમાર પણ ‘૩ ઈડિયટ્સ’ ના ફેંસ એને મિલીમીટરના રોલથી ઓળખે છે. એમણે ફિલ્મમાં એક ડાયલોગ કહ્યો હતો, કે મિલીમીટર હવે સેન્ટીમીટર થઇ ગયો છે અને લોકોને આ પાત્ર યાદ પણ રહ્યું,પણ એમનું સાચું નામ બહુ ઓછા લોકો જાણતા હશે.
0 Response to "સાઈલેન્સરથી લઈને કચરા સુધી, અસલી નહિ પણ પોતાના કિરદારોના નામે જાણીતા છે આ ૬ અભિનેતાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો