સલમાન ખાન અને શેરાના સંબંધો થયા 26 વર્ષના, શેરાએ સલ્લુ વિશે કહ્યું કે ‘જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભાઈની સાથે રહીશ’, PICS
સલમાન ખાન અને બોડીગાર્ડ શેરાના સંબંધો થયા 26 વર્ષના – પોતાના માલિકનો જીવ સુરક્ષિત રાખવા અડીખમ રહે છે શેરા – ‘જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભાઈની સાથે રહીશ’
બોલીવૂડ સ્ટાર્સ પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે જ્યારે ક્યારેય પણ જાહેર જગ્યાઓ પર જાય છે ત્યારે પોતાની સાથે હંમેશા બોડીગાર્ડ રાખતા હોય છે. આ બધા જ સ્ટાર્સના પોતાના બોડીગાર્ડ સાથે અનોખા સંબંધ રહેલા છે. દિપીકા પોતાના બોડીગાર્ડને રાખડી પણ બાંધે છે. પણ સમલાન ખાન અને તેના બોડીગાર્ડ શેરાનો સંબંધ કંઈક અલગ જ સ્તરનો છે.
સલમાન ખાનના બોડીગાર્ડ શેરા વિષે બધા જ જાણે છે. તમને જણાવી દઈએ કે શેરા આજે જે કંઈ પણ છે તે સલમાન ખાનના કારણે જ છે. શેરા, સલમાન પર આવનાર મુસિબતોથી તેમને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત શેરા સોશિયલ મડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. શેરાએ થોડા સમય પહેલાં પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા જણાવ્યું ‘માલિક’ સલમાન ખાન સાથે કામ કરતા 26 વર્ષ પૂરા થઈ ગયા છે. શેરાએ એક પોસ્ટ શેર કરી છે.
આ તસ્વીરને શેર કરતાં તેમણે લખ્યું છે, ‘માલિક સલમાન ખાન અને હુ ક્યારેક પાછા વળીને જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે અમે કેટલા સમયથી સાથે છીએ… 26 વર્ષનો સાથ, જે હંમેશા બનેલો રહે.’ સલમાન અને શેરાના સંબંધની વાત કરીએ તો સલમાન ખાન, શેરાને પોતાના પરિવારના જ એક સભ્ય તરીકે માને છે. તો શેરા પણ સલમાન ખાનને એક ક્ષણ માટે પણ એકલા નથી છોડતો.
શેરા માટે સલમાન કોઈ ભગવાનથી કમ નથી. શેરાનું મૂળ નામ ગુરમીત સિંહ જોલી છે. 1995માં એક પાર્ટી દરમિયાન શેરાની મુલાકાત સલમાન ખાન સાથે થઈ હતી. ત્યાર બાદ એકવાર સલમાન ખાન ચંડીગઢ ગયા જ્યાં ભીડમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ત્યારે સલમાનના નાના ભાઈ સોહેલે વિચાર્યું કે સલમાન ભાઈને કોઈ સારા બોડીગાર્ડની જરૂર છે. ત્યારે તેમના મગજમાં શેરા આવ્યો. આ ઓફરને શેરાએ કશું જ વધારે વિચાર્યા વગર હા પાડી દીધી. ત્યારથી આજ સુધી શેરા સલમાન ખાન સાથે છે.
સલમાન ખાન પોતાના બોડીગાર્ડ શેરાને તગડી ફી ચૂકવે છે. શરુઆતમાં શેરા કેટલાક એક્ટર્સ સાથે હોલીવૂડ ફિલ્મોની ભારતમાં શૂટિંગ દરમિયાન તેમના બોડીગાર્ડ બન્યો હતો. શેરાનું માનવામા આવે તો તેઓ સલમાનની રક્ષા એક મિત્ર તરીકે કરે છે. શેરા મુંબઈમાં સલમાનના પાડોશમાં જ રહે છે. સલમાનના કહેવા પર શેરાએ પોતાની ઇવેંટ કંપની વિજક્રાફ્ટ પણ ખોલી છે. સાથે સાથે તેની બીજી એક કંપની ટાઇગર સિક્યોરિટિ પણ છે. જે સેલેબ્રિટિઝને સુરક્ષા આપે છે.
શેરા, સલમાનને ભાઈ કહીને જ બોલાવે છે. એટલું નહીં, શેરા તેમને માલિક પણ કહે છે. શેરાના કહેવા પ્રમાણે, ‘માલિક જ મારા માટે બધું છે. હું તેમના માટે મારો જીવ પણ દાવ પર લગાવી શકું છું. તેઓ મારા ભગવાન છે.’ શેરા જણાવે છે કે, ‘હું સલમાન ભાઈને મારા કુટુંબનો જ એક ભાગ માનું છું, હું તેમને ખૂબ પ્રેમ કરું છું.’
ચાલો શેરા વિષે થોડું જાણીએ
ઉપર જણાવ્યું તેમ શેરાનું સાચું નામ ગુરમીત સીંઘ જોલી છે તેનો જન્મ 19મે 1969માં થયો હતો. તેણે પોતાનો હાઇ સ્કૂલનો અભ્યાસ. દામોદર દાસ બરફીવાલા સ્કૂલમાં કર્યો હતો. તેણે 1987માં એક બોડીબિલ્ડિંગ કમ્પીટીશનમાં મિ. મુંબઈ જુનિયરનું ટાઇટલ જીત્યું હતું અને 1988માં મિ. મહારાષ્ટ્ર જુનિયરમાં તે બીજા ક્રમે આવ્યો હતો.
શેરા સલમાન ખાનને 1995થી રક્ષણ આપે છે અને તેણે એકવાર કહ્યું પણ હતું કે ‘જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી ભાઈની સાથે રહીશ.’ અને જ્યારે ગ્રેમી અવોર્ડ વિજેતા એવા ઇન્ટરનેશનલ ગાયક જસ્ટીન બિબર મુંબઈમાં 2017માં કોન્સર્ટ કરવા આવ્યા હતા ત્યારે તેની સિક્યોરીટીનો ઇનચાર્જ પણ રહ્યો હતો. ગુર્મિત જોલીએ 2019મા શિવ સેનામાં પણ જોડાયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સલમાન ખાન અને શેરાના સંબંધો થયા 26 વર્ષના, શેરાએ સલ્લુ વિશે કહ્યું કે ‘જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભાઈની સાથે રહીશ’, PICS"
ટિપ્પણી પોસ્ટ કરો