નાની ઉંમરે પ્રેમી યુગલ આપઘાત કરી લેતા પરિવારજનોં શોકમાં, અંતે પરિવારે હાર માનીને કહ્યું કે, ‘પ્રેમ કહાનીની ખબર હોત તો…

નાની ઉઁમરે પ્રેમમાં પડેલા કીશોર-કીશોરીએ કરી આત્મહત્યા – ઘરનાને ખબર હોત તો લગ્ન કરાવી આપત

કીશોરાવસ્થામાં વિજાતિય આકર્ષણ એક સામાન્ય અને સ્વાભાવિક બાબત છે. અને આવી ઉંમરે પ્રેમ પણ થઈ શકે છે. પણ આ ઉંમરે કીશોરોનું મન પણ ખૂબ જ કૂમળુ હોય છે અને કોઈને પણ વાત કર્યા વગર કે વધારે લાંબો વિચાર કર્યા વગર તેઓ એવું પગલું ભરી લે છે કે પાછળ આખું કુટુંબ રડતું રહી જાય છે.

image source

તાજેતરમાં સુરતના સણીયા કણદે ગામમાં આવી જ એક કરુણ ઘટના ઘટી ગઈ છે. અહીં આવેલી એક ચીકુવાડીમાંના ઝાડ પર એક કીશોર અને એક કીશોરીની લાશો લટકતી મળી હતી.

મૃત્યુ પામનાર કીશોર આ ગામના જ એક વિસ્તારમાં પોતાના પરિવાર સાથે નાનકડા મકાનમાં રહેતો હતો અને સચિનમાં આવેલા એક કારખાનામાં નોકરી કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. અને આ દરમિયાન સચિનમાં જ રહેતી એક 15 વર્ષીય કીશોરી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો અને બન્ને એકબીજાને જીવન-મરણના સમ પણ ખવડાવી દીધા હતા. જો કે તેમનો આ પ્રેમ લગ્ન સુધી પહોંચે તે પહેલાં જ તેમણે કોઈ અજ્ઞાત કારણસર એક સાથે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.

image source

આ બાબતે મૃતક છોકારના પિતાએ જણાવ્યું હતું કે. તેમનો દીકરો આગલી સાંજે તેમને મળવા આવ્યો હતો અને ક્યાંક ફરવા જવાનું કહીને તેમની પાસેથી 100 રૂપિયા લઈને બહાર જતો રહ્યો હતો અને ત્યાર પછી તે ક્યારેય પાછો આવ્યો જ નહીં. ત્યાર બાદ છોકરીના ઘરેથી છોકરાના પિતા પર ફોન આવ્યો કે તેમની છોકરી તેમના છોકરા સાથે ભાગી ગઈ છે તો તે ક્યાં છે તે જણાવો.

image source

આવા ખબર મળતાં જ છોકરાના ઘરનાએ તેમની શોધખોળ ચાલુ કરી દીધી હતી. જ્યારે બહુ શોધ ખોળ કરી ત્યારે ગામના એક ઝાડ પર તે બન્નેની લાશ લટકતી મળી હતી. આ દ્રશ્ય જોતાં જ ઘરના લોકો હેબતાઈ ગયા હતા. ત્યાર બાદ ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી હતી.

image source

જ્યારે આ પ્રેમ સંબંધ વિષે છોકરાના માતાપિતાએ જણાવ્યું કે તેમને તેની કોઈ જ જાણકારી નહોતી. તેમને આ કરુણ ઘટના બાદ જ તેમના પ્રેમ સંબંધ વિષેની જાણ થઈ છે. છોકારાના ઘરનાઓએ એટલે સુધી પણ જણાવ્યું કે જો તેમને તેમના પ્રેમસંબંધ વિષે કોઈ જાણકારી હોત તો યોગ્ય ઉંમર થતાં તેઓ તેમના લગ્ન પણ કરાવી દેત. પણ આટલી નાની ઉંમરે આ લોકો આવું પગલું કેવી રીતે ભરી શકે ? જો કોઈની સાથે આ વિષે વાત કરી હોત તો બીજો કોઈ યોગ્ય માર્ગ નીકળી શક્યો હોત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "નાની ઉંમરે પ્રેમી યુગલ આપઘાત કરી લેતા પરિવારજનોં શોકમાં, અંતે પરિવારે હાર માનીને કહ્યું કે, ‘પ્રેમ કહાનીની ખબર હોત તો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel