મોદી સરકાર આપી રહી છે દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા કમાવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી…

કેન્દ્ર સરકારે જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરી હતી. જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે મોદી સરકાર આર્થિક સહાય પૂરી પાડે છે. તેવામાં તમે જન ઔષધિ યોજના (PMJY) ખોલીને દર મહિને સારી એવી કમાણી પણ કરી શકો છો. આ માટે સરકાર ૨.૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપે છે.  ઉપરાંત દવાની પ્રિન્ટ કિંમત પર ૨૦ ટકા સુધીનો નફો આપે છે. પીએમ મોદી જન ઔષધિ કેન્દ્રનો ઉદ્દેશ ગરીબોને રાહત દરે સારી દવાઓ પૂરી પાડવાનો છે. જેથી લોકો ને સારી અને સસ્તી દવા મળે કોઇ પણ ગરીબ તેની દવાને ખરીદી શકે.

image source

પીએમ જન ઔષધિ કેન્દ્રના ફાયદા

તમને જણાવી દઈએ કે મોદી સરકારે ૨૦૧૫ માં વડા પ્રધાન ભારતીય જન ઔષધિ યોજનાની શરૂઆત કરી હતી.અત્યાર સુધી દેશના ૭૦૦ જિલ્લાઓમાં ૬૨૦૦ જન ઔષધિ કેન્દ્ર ઓનલાઇન ખોલવામાં આવી છે. આ યોજના દ્વારા લોકોને સસ્તી દવાઓ મળી રહે છે. જન ઔષધિ કેન્દ્રોમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓ ૯૦% સુધીની સસ્તી મળે છે.

image source

આવકની તક

જણાવી દઈએ કે જન ઔષધિ કેન્દ્રથી મહિનામાં જેટલી દવાઓ વેચાયેલી હશે ૨૦ ટકા કમિશન તરીકે પ્રાપ્ત થશે. તમે એક મહિનામાં સરળતાથી ૩૦ હજાર રૂપિયા કમાઈ શકો છો. આમાં તમને દવાના છાપવાના ભાવ પર ૨૦% સુધીનો નફો મેળે છે.  ૨ લાખ રૂપિયા સુધીની એકમક નાણાકીય સહાય મળે છે. તે જ ૧૨ મહિનાના વેચાણમાંથી ૧૦ % વધારાના પ્રોત્સાહનો આપવામાં આવશે. જેથી તમે સરળતાથી સારા એવા પૈસા કમાઈ શક્શો.

image source

કોણ ખોલી શકે છે જન ઔષધિ કેન્દ્ર?

ફાર્માસિસ્ટ, ડોકટરો, તબીબી વ્યવસાયિકો અથવા બી ફાર્મા અને ડી ફાર્માનું કામ જાણે છે તે લોકો આ યોજના હેઠળ ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરી શકે છે. આ યોજના અંતર્ગત એસસી, એસટી અને દિવ્યાંગ અરજદારોને ૫૦,૦૦૦ રૂપિયા સુધીની દવાઓ અગાઉથી આપવામાં આવે છે.

image source

કેવી રીતે કરવી અરજી

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે, આવેદન ફોર્મ તમે https://ift.tt/1uUjGCK પર લિંક પર જઈને ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. તેને ભર્યા પછી તમારે સીલબંધ પરબિડીયામાં નીચેના સરનામે મોકલવું પડશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "મોદી સરકાર આપી રહી છે દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા કમાવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel