ગુજરાતમાં કોરોનાનું રૌદ્ર સ્વરુપ, ભારે સેફ્ટી રાખતાં કોરોના વોરિયર્સ ગણાતાં ડોક્ટરમાં આટલા કેસો આવતા હાહાકાર
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર થતી જાય છે. લોકો વચ્ચે કોરોનાએ ઉત્પાત મચાવ્યો છે. જો ગુરુવારની વાત કરીએ તો ગુજરાતમાં 1332 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાથે જ અમદાવાદનો કુલ આંકડો 33 હજારથી પણ વધારે થઈ ચૂક્યો છે. એવામાં વધારે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ, હાઈકોર્ટના કર્મચારીઓ, શિક્ષકો બાદ હવે ડૉક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. 60 જેટલા ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના સામે બબ્બે હાથ કરી લડી રહેલા કોરોના વૉરિયર્સ એવા ડૉક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવતાં હાહાકાર મચી ગયો છે.
અમદાવાદમાં 60 જેટલા ડૉક્ટરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તો રાજકોટમાં પણ 100 જેટલા ડૉક્ટરોને કોરોના થયો છે. IMA દ્વારા ડૉક્ટરો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ખરેખર ગંભીર બાબત છે. અમદાવાદમાં AMCના માસ ટેસ્ટિંગમાં આ વિસ્ફોટક માહિતી સામે આવી હતી. એક જ અઠવાડિયામાં 632 કેસ વધ્યા છે. અમદાવાદ શહેરના કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બે જ દિવસમાં શહેરના 60 ડૉક્ટરોને કોરોના થયો છે. જેમાં SVP, LG અને શારદાબેન હોસ્પિટલના તબીબો કોરોના સંક્રમિત થયા છે. સૌથી વધુ 24 ડોક્ટર SVP હોસ્પિટલના છે.
ડૉક્ટરોને હૉસ્પિટલ માન્ય અને સ્ટાન્ડર્ડ માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઇમ્યૂનિટી જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા સૂચનો આપવામાં આવ્યા છે. આ સાથે જ ડૉક્ટરોને ફેસ શિલ્ડ, ગ્લવ્ઝ ઉપયોગ કરવા અને દર્દીના સગા સાથે પણ વાતચીત દરમિયાન આને પહેરી રાખવાનું કહેવામાં આવ્યું છે. AMC દ્વારા ડોક્ટરોનું માસ સ્ક્રિનિંગ કરાયું છે. 2થી 10 સપ્ટેમ્બરથી સુધી 3620 એક્ટિવ કેસ નોંધાયા છે. હાલમાં અમદાવાદમાં રોજના 10,000થી પણ વધારે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.
એક જ દિવસમાં કોરોનાના 30 કેસ
ગઈ કાલની વાત કરીએ તો કરાઈ એકેડમીમાં પણ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. નવનિયુક્ત LRD જવાનો, PIની તાલીમ ચાલી રહી છે. હજુપણ આવતીકાલે અન્ય જવાનોનું ચેકિંગ થશે. 450 LRD જવાનો, 96 PI હાલ તાલીમ લઈ રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. દરરોજ 1300થી વધુ કેસ આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે કોરોનાના 1,332 નવા કેસ નોંધાયા છે અને 1,415 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 15 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,09,627 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 90,230 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને 3,167 કોરોના દર્દીના મોત નિપજ્યા છે. હાલમાં 16,230 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 દર્દી વેન્ટીલેટર પર અને 16,139 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 6 લાખ 82 હજાર 298 લોકો ક્વોરન્ટીન છે. અત્યાર સુધીમાં કુલ 30 લાખ 73 હજાર 534 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતમાં કોરોનાનું રૌદ્ર સ્વરુપ, ભારે સેફ્ટી રાખતાં કોરોના વોરિયર્સ ગણાતાં ડોક્ટરમાં આટલા કેસો આવતા હાહાકાર"
ટિપ્પણી પોસ્ટ કરો