મુકેશ અંબાણીના વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી લીધું છે કામ, ચાલો જાણીએ કોણ છે સ્વાતિ પિરામલ.

મુકેશ અંબાણીના વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી લીધું છે કામ, ચાલો જાણીએ કોણ છે સ્વાતિ પિરામલ.

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industry)ના માલિક મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણી (Isha Ambani) ના લગ્ન આનંદ પિરામલ (Anand Piramal) સાથે કરાવી દીધા છે. આનંદ પિરામલ, પિરામલ એન્ટરપ્રાઈઝેઝના માલિક અજય પિરામલ અને સ્વાતિ પિરામલના દીકરા છે. મુકેશ અંબાણીની વેવાણ સ્વાતિ પિરામલને ‘પદ્મ શ્રી’ના સમ્માનથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

image source

તેમજ મોટાભાગે આપણે બધા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, ઈશા અંબાણી પિરામલ, આનંદ પિરામલ, આકાશ અંબાણી, શ્લોકા મહેતા અંબાણી, અનંત અંબાણી તેમજ અન્ય પરિવારના સભ્યો વિષે જેઓ હાલમાં પોતાના જીવનમાં શું કરી રહ્યા છે અને તેમની પ્રોફેશનલ લાઈફ કેવી રીતે જીવી રહ્યા છે જેના વિષે આપણે બધા જાણીએ છીએ.

image source

પરંતુ શું આપ આનંદ પિરામલના મમ્મી અને ઈશા અંબાણી પિરામલના સાસુ સ્વાતિ પિરામલ વિષે લગભગ કોઈ વ્યક્તિ વધારે જાણતા નથી. આ લેખ દ્વારા અમે આપને જણાવીશું કે, સ્વાતિ પિરામલની પ્રોફેશનલ લાઈફ વિષે ઘણા ઓછા વ્યક્તિઓ જાણતા હોય છે. ચાલો જાણીએ સ્વાતિ પિરામલ વિષે કેટલીક બાબતો..

સ્વાતિ પિરામલએ મુંબઈ વિશ્વ વિદ્યાલય માંથી વર્ષ ૧૯૮૦માં એમબીબીએસની ડીગ્રીનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ સ્વાતિ પિરામલ પોતાના આગળના ભણતર માસ્ટર્સની ડીગ્રી માટે હાવર્ડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થમાં ચાલ્યા ગયા.

image source

-જો કે,હાલમાં ઈશા અંબાણીના સાસુ સ્વાતિ પિરામલ ફેમીલી બિઝનેસ Piramal Enterprises Ltd. માં વાઈસ ચેરપર્સનની જવાબદારી સંભાળે છે.

સ્વાતિ પિરામલ મુંબઈમાં આવેલ ગોપાલ કૃષ્ણા પિરામલ હોસ્પિટલના ફાઉન્ડર પણ છે. સ્વાતિ પિરામલએ હેલ્થ સેક્ટરમાં કામ કરતા ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા ગ્રામજનો માટે કેટલાક પબ્લિક હેલ્થ કેમ્પેઈન પણ ચલાવવામાં આવ્યા છે. પિરામલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકે સ્વાતિ પિરામલએ ગ્રામીણ સ્વાસ્થ્ય પણ ઘણું કામ કર્યું છે.

image source

વિકિપીડિયામાં જણાવ્યા મુજબ, સ્વાતિ પિરામલનું નામ ૮ વાર ૨૫ શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

સ્વાતિ પિરામલ વર્ષ ૨૦૧૦થી લઈને વર્ષ ૨૦૧૪ સુધી વડાપ્રધાન મનમોહન સિંહના સાયન્ટીફીક એડવાઈઝરી કાઉન્સિલ અને કાઉન્સિલ ઓફ ટ્રેડ ફોર પીએમના એક મહત્વપૂર્ણ ભાગ પણ બની રહ્યા છે.

સ્વાતિ પિરામલ આઇઆઇટી મુંબઈ અને હાર્વર્ડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના બોર્ડ મેમ્બર્સમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.

સ્વાતિ પિરામલને વર્ષ ૨૦૧૨માં આપણા દેશના પ્રતિષ્ઠિત નાગરિકના સમ્માન ‘પદ્મ શ્રી’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલએ સ્વાતિ પિરામલને ‘પદ્મ શ્રી’ના સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "મુકેશ અંબાણીના વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી લીધું છે કામ, ચાલો જાણીએ કોણ છે સ્વાતિ પિરામલ."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel