સંજય રાઉતના સિંગલ રનનો કંગનાએ સિક્સ મારીને આપ્યો સણસણતો જવાબ, શું શિવસેનાના ગુંડાઓ મારું મોઢું તોડી મારો બળાત્કાર….

શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉત અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વચ્ચે ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંને લોકો એક બીજા પર નિશાન સાધી રહ્યા છે અને અઘરા અઘરા ટ્વીટ કરી રહ્યા છે. તે જ સમયે રવિવારે ફરી એકવાર સંજય રાઉત અને કંગના સામ-સામે આવી ગયા હતા.

image source

બન્યું એવું કે, સંજય રાઉતે રવિવારે ભાજપ પર કંગનાને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો, જેમણે મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) સાથે કરી હતી. તેના જવાબમાં બોલિવૂડ અભિનેત્રીએ રાઉતને સવાલ કર્યો, ‘શું ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાના ગુંડાઓ દ્વારા મને બળાત્કાર ગુજારવા અને ટોળાની હિંસા ચલાવવાની મંજૂરી આપવી જોઈએ?’

શિવસેનાના નેતા રાઉતે પાર્ટીના મુખપત્ર ‘સામના’ માં પોતાના લેખમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાઉતે કહ્યું કે, કંગનાએ મુંબઈની તુલના પીઓકે સાથે કર્યા પછી પણ ભાજપ દ્વારા કંગનાને સમર્થન મળી રહ્યું છે.

image source

આ પછી કંગનાએ સંજય રાઉત પર કટાક્ષ કર્યો અને કહ્યું હતું કે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ડ્રગ અને માફિયા રેકેટનો પર્દાફાશ કરનારી વ્યક્તિનું ભાજપ રક્ષણ કરી રહ્યું છે. કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, ‘દુર્ભાગ્યપૂર્ણ છે કે, ડ્રગ અને માફિયા રેકેટનો ભાંડો ફોડનારા કોઈ વ્યક્તિનું ભાજપ રક્ષણ કરી રહ્યું છે, જ્યારે શિવસેનાના ગુંડાઓ મારું મોઢું તોડવા, મારા પર બળાત્કાર ગુજારવા અથવા ખુલ્લેઆમ માર મારવા આવે તો શું ભાજપે આ બધું કરવા દેવું જોઈએ, એવું કહેવાનું થાય છે સંજય જી તમારું? કઈ રીતે તે એક યુવાન મહિલાની રક્ષા કરી રહ્યા છે કે જે ડ્રગ અને માફિયા વિરુદ્ધમાં ઉભી છે.

image source

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ‘ (પીઓકે) સાથે મુંબઈની તુલના કરતા અભિનેત્રી કંગના રનૌતનું સમર્થન કરી રહી છે. સાથે જ આ બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ માં તેના સાપ્તાહિક કોલમ રોખઠોકમાં રાઉતે એવો દાવો પણ કર્યો હતો કે મુંબઈનું મહત્વ ઘટાડવાનો પ્રયાસ પદ્ધતિસર રીતે ચાલી રહ્યો છે અને શહેરની સતત બદનામી આ ષડયંત્રનો એક ભાગ છે.

image source

રાઉતે કહ્યું કે, આ મુશ્કેલ સમય છે જ્યારે મહારાષ્ટ્રના તમામ મરાઠી લોકોએ એક થવું જોઈએ. તેમણે કહ્યું કે રનૌતને સમર્થન આપીને અને સુશાંત સિંહ રાજપૂત મામલામાં તેમના સ્ટેન્ડ દ્વારા ભાજપ રાજપૂત અને ક્ષત્રિય જેવા ઉચ્ચ જાતિના મત મેળવીને બિહારની ચૂંટણી જીતવા માંગે છે.

સંજય રાઉતના વધારે એક નિવેદનની ભારે ટીકા

image source

મુંબઇમાં પૂર્વ નેવી અધિકારી મદન શર્મા પર કેટલાક શિવસૈનિકોએ કથિત હુમલો કર્યો હતો. આ હુમલાને લઈ શિવસેનાની ચારેકોર ભારે ટીકા થઈ રહી છે. શિવસેના નેતા સંજય રાઉતને આ મામલે શરમ આવવી જોઈએ એના બદલે તે વધારે ઉકળ્યા છે અને હવે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે. આવું કોઇની પણ સાથે બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "સંજય રાઉતના સિંગલ રનનો કંગનાએ સિક્સ મારીને આપ્યો સણસણતો જવાબ, શું શિવસેનાના ગુંડાઓ મારું મોઢું તોડી મારો બળાત્કાર…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel