મહિલાએ બિલાડી ખુબસુરત બનાવવા કરી તમામ હદો પાર, લોકોએ વરસાવ્યો ફિટકાર
પાલતુ બિલાડીને ખુબસુરત બનાવવા ખર્ચ્યા એક લાખ રૂપિયા, ચહેરો જોઈને લોકોએ કહ્યું- બહેન થોડી તો દયા કર
આધુનિક સમયમાં કંઈપણ થઈ શકે છે. લોકો તેમના પાલતુ જાનવરોને વિવિધ સ્પર્ધામાં મોકલતા હોય છે. સ્પર્ધામાં નંબર મેળવવા માટે પાલતુ જાનવરો સારા દેખાય તે માટે માલિકો કઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. જેના કારણે ઘણી વાર પાલતુ જાનવર સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરવામાં આવે છે. ચિનથી એક હેરાન કરી મૂકે તેવો મામલો સામે આવ્યો છે. અહીંની એક મહિલાએ પોતાની પાલતુ બિલાડીને ખૂબસુરત બનાવવા માટે એક લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. છતા પણ જે રિઝલ્ટ આવ્યું તેનાથી તે મહિલા પર લોકોનો ગુસ્સો ફુટી ઉઠ્યો.
મહિલાને હતું કે તેની આ બિલાડી ખુબસુરત નથી
મહિલાને હતું કે તેની આ બિલાડી ખુબસુરત નથી, તેથી તે ઇચ્છતી હતી કે તેની આ પ્યારી બિલાડી કોઈ સુંદર પરી જેવી લાગે તે માટે મહિલાએ બિલાડીની પ્લાસ્ટિક સર્જરી કરવી નાખી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ સૌથી પહેલા આ બિલાડીની આંખની સર્જરી કરવી હતી કે જેનાથી તેની આંખો મનુષ્ય જેવી દેખાય.
વીડિયોને જોઈને લોકો પ્રાણીઓ પર અત્યારચાર થવાનો દોષ લગાવી રહ્યા છે
ત્યારબાદ મહિલાએ બિલાડીના ચહેરાની પણ સર્જરી કરાવેલ. સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકો પ્રાણીઓ પર અત્યારચાર થવાનો દોષ લગાવી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવુ છે કે આ રીતે મુંગા પ્રાણીઓ પર અત્યાચાર કરવો યોગ્ય નથી.
બિલાડીની સર્જરીને કારણે તેની આંખો સુજી ગઈ
સમગ્ર મામલાને ચીનની એક સ્થાનિક ચેનલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યાં મુજબ બિલાડીની સર્જરીને કારણે તેની આંખો સુજી ગઈ હતી. જે અંગેનો ફોટોગ્રાફ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેમાં સ્પષ્ટ દેખાઇ આવે છે કે બિલાડીની આંખો પર ટાંકા લીધેલા છે અને સુજી ગયેલ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મહિલાએ બિલાડીના સુંદર દેખાવા માટે એક લાખ જેટલી મોટી રકમનો ખર્ચ કર્યો.
સોશિયલ મીડિયા મારફતે લોકો મહિલાને ગાળો આપી
વધુમાં જે હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી તે ડોક્ટરનું કહેવું છે કે ઘણા લોકો પોતાના પાલતુ કુતરાઓની આઈબ્રો સેટ કરાવતા હોય છે. જેથી કરીને આ પ્રાણીઓ વિવિધ શો માં ભાગ લઈ શકે છે. જો કે આ પ્રકારનો પહેલો જ બનાવ સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયા મારફતે લોકો મહિલાને ગાળો આપી ફિટકાર વરસાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પ્રાણીઓ સાથે આવું કરવું એક અત્યાચાર છે, આવું કરવું યોગ્ય નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "મહિલાએ બિલાડી ખુબસુરત બનાવવા કરી તમામ હદો પાર, લોકોએ વરસાવ્યો ફિટકાર"
ટિપ્પણી પોસ્ટ કરો