સ્વાર્થી દુનિયાનો આ પરોપકારી શાહજહાં, સવારે શાકભાજી વેચીને બપોર પછી બને છે લોકોના જીવવાનું કારણ, તમે ઓળખો છો?

દરેક જણ પોતાના માટે જીવે છે અને દરેક વ્યક્તિ પોતાના પરિવારનું પેટ ભરી રહી છે. એવું નથી કે એ ખોટી વસ્તુ છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે માત્ર પોતાનું જ નથી વિચારતાં કે પોતાના માટે જ કામ નથી કરતા. તેઓ દરેક માટે વિચારે છે. દરેકની તેને ચિંતા છે. સમાજમાં મદદ કરવા માટે તેઓ આગળ આવે છે. જેની મદદ કોઈ નથી કરતાં તેની મદદ આવા લોકો કરે છે. એક આવો જ વ્યક્તિ છે જે આવા લોકોને મદદ કરે છે, તેનું નામ શાહજહાં છે. તે શાકભાજી વેચવાનું કામ કરે છે. આ સાથે તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સર પીડિતોને તેમના લેવલ પ્રમાણે મદદ કરી રહ્યાં છે.

શાહજહાં દિવસ દરમિયાન શાકભાજી વેચે છે

image source

એક ન્યૂઝ અહેવાલ મુજબ શાહજહાં દિવસ દરમિયાન શાકભાજી વેચે છે. તેમની પાસે પોતાનો સ્ટોલ છે. પછી બપોર બાદ કેન્સરના દર્દીઓની સહાય માટે તેઓ તિરુવનંતપુરમના પ્રાદેશિક કેન્સર સેન્ટરની હોસ્પિટલમાં જાય છે. ખરેખર, તેઓ તેમની સાથે રક્તદાતાઓ લાવે છે. ઘણી વખત ફોન કરીને જ ઘણા ડોનરની મદદ માંગે છે. જેથી કેન્સરના દર્દીને યોગ્ય સમયે લોહી મળી રહે અને પરિવારના સભ્યોએ ચિંતા કરવાની જરૂર ન રહે. સૌથી મોટી વાત કે તેઓ આ બધું જ કામ મફતમાં કરી રહ્યાં છે.

બધા જ લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરે છે

image source

શાહજહાંએ લોકોને પોતાની સાથે સંકળાયેલ રાખ્યા છે. તેઓ અજાણ્યા લોકો, ટેક્સી ડ્રાઇવરો, હોસ્પિટલની પાસે ઉભા રહેલા લોકો, તેમના ઘરની આસપાસના લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરે છે. વર્ષોથી તેઓએ લોકોના આવા ગૃપો બનાવ્યાં છે. જ્યારે કેન્સરના દર્દીને લોહીની જરૂર પડે છે, ત્યારે તેઓ તરત જ આ ગૃપમાં હાજર લોકોને ફોન કરે એટલે તરત તે હોસ્પિટલ આવી જાય છે. કોઈને કોઈક તો મદદ માટે આવી જ જાય. આ યાદીમાં ઘણા કોલેજના વિદ્યાર્થીઓ પણ તેમની સાથે જોડાયા છે અને મદદ કરી રહ્યા છે.

તે અમારા માટે જીવતો દેવતા છે

ઉષા જી તેના દીકરાની સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી. તે કહે છે કે- આ ચાર વર્ષ પહેલાંની વાત છે. હું મારા 27 વર્ષના પુત્ર સાથે તિરુવનંતપુરમ આવી હતી, એને બ્લડ કેન્સર હતું. મારા પતિનું મોત નીપજ્યું હતું અને મારી પુત્રીઓનાં લગ્ન થઈ ગયાં હતાં. હું તિરુવનંતપુરમમાં કોઈને ઓળખતી નહોતી. મારા પુત્રને લોહીની જરૂર હતી. ત્યારબાદ હોસ્પિટલમાં હાજર સુરક્ષાકર્મીઓએ મને શાહજહાં વિશે કહ્યું. અને દોઢ વર્ષ હોસ્પિટલમાં રહ્યા, શાહજહાંએ દરરોજ અમારી મદદ કરી. તે અમારા માટે જીવતો દેવતા છે.</p.

શાહજહાંની ખતરનાક પીડાદાયક કહાની

image soucre

શાહજહાંની કહાની પણ ઘણી પીડાદાયક છે. જ્યારે તે નાના હતા ત્યારે તેની માતા ઉમાઇબેનનું કેન્સરના કારણે મોત નિપજ્યું હતું. ત્યારથી તેણે એવો નિર્ધાર કરી લીધો કે જ્યારે તે મોટો થશે, ત્યારે કેન્સરના દર્દીઓને શક્ય એ રીતે મદદ કરવાનો પ્રયત્ન કરશે. તે કહે છે કે-કેન્સરના દર્દીને લોહીની ઘણી જરૂર હોય છે. લોકો અહીં દૂર-દૂરથી સારવાર માટે આવે છે. મેં ઘણી માતાઓને સિટિંગ નોટબુક પર રક્તદાતાઓના નામ લખતા અને કોલ કરતાં જોઈ છે. તેથી મેં દાતાઓની સંખ્યા વધારવાનું શરૂ કર્યું. કેરળ રાજ્ય એડ્સ કંટ્રોલ સોસાયટીએ શાહજહાને આ ઉમદા હેતુ માટે એવોર્ડ પણ આપ્યો છે. ત્યારે હાલમાં આ શાહજહાંને લોકો વખાણી અને વધાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "સ્વાર્થી દુનિયાનો આ પરોપકારી શાહજહાં, સવારે શાકભાજી વેચીને બપોર પછી બને છે લોકોના જીવવાનું કારણ, તમે ઓળખો છો?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel