મુકેશ અંબાણીની કુંડળીમાં શું છે ખાસ, જાણો એના વિશે કેટલીક ખાસ વાતો
મુકેશ અંબાણી માત્ર નામ જ નથી, પરંતુ તે આખી દુનિયામાં એક બ્રાન્ડ બની ચુક્યું છે. આજે રિલાયન્સ ઉદ્યોગના માલિક મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના ટોચના અમિર લોકોની યાદીમાં આવે છે. મુકેશ અંબાણી એવા જ એક ઉદ્યોગપતિ છે જેમણે માત્ર પૈસા જ કમાવ્યા નથી પરંતુ અનેક ફેંસ પણ બનાવ્યા છે. આજે આપણે મુકેશ અંબાણીની લોકપ્રિયતાની તુલના કોઈ પણ બોલીવુડ સ્ટાર સાથે કરી શકીએ છીએ.
image source
ગુજરાતી કુંટુંબમાં જન્મેલા મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઇ અંબાણી સફળ બિઝનેસ મેન તરીકે દેશ-દુનિયામાં નામ છે. 22.3 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પત્નિ નીતા અંબાણી આઇપીએલ ટીમની માલકિન સાથે ઘણી-બધી પ્રવૃતિઓમાં સંકળાયેલા છે. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને એમડી છે. તેઓ એક સફળ બિઝનેસ મેન ગણાય છે. મુકેશ અંબાણીની વાસ્તવિક ખ્યાતિ ત્યારે શરૂ થઈ જ્યારે તેણે ઘણા મહિનાઓ સુધી ભારતમાં જિઓની 4 જી ઇન્ટરનેટ સેવા મફતમાં આપી. આ નિશુલ્ક ઇન્ટરનેટ સેવા પ્રદાન કર્યા પછી, મુકેશ અંબાણી ઘણી યુવા પેઢી માટે પ્રેરણારૂપ બન્યા.
image source
એ વાત તો આપણે દરેક જાણીએ છીએ કે મુકેશ અંબાણીએ દુનિયાનું સૌથી મોંઘું 27 માળનું ઘર એન્ટિલા મુંબઇ ખાતે બનાવ્યું. મુંબઇમાં તેમનું 108 માળનું કરોડોનું ઘર છે, અને એની પાસે દુનિયાની ઘણી સૌથી મોંઘી કારથી લઈને પોતાનું પર્સનલ પ્લેન પણ છે. મુકેશ અંબાણી માત્ર પોતાના દ્વારા જ નાણાં કમાતા નથી, પરંતુ તે લાખો નવા વ્યવસાયો પણ ખોલે છે અને લાખો લોકોને રોજગાર આપે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો તેમના પિતા ધીરૂભાઇ અંબાણીએ નાખ્યો હતો. આવી સ્થિતિમાં કેટલાક લોકો એવું પણ માને છે કે મુકેશ અંબાણી એક ભાગ્યશાળી વ્યક્તિ છે જેનો જન્મ આટલા મોટા પરિવારમાં થયો હતો.
image source
કેટલાક લોકો માને છે કે મુકેશ અંબાણીની કેટલીક વિશેષ ક્ષમતાઓ છે, જેના કારણે તેણે તેના પિતાના કરોડોના ધંધાને અર્બોના ધંધામાં પરિવર્તિત કર્યા. હવે તેને સારા નસીબ અથવા મુકેશ અંબાણીની ક્ષમતા કહે છે, પરંતુ આ સાથે એક વાત વધુ મહત્ત્વની છે જેણે મુકેશ અંબાણીને ખૂબ સફળતા આપી છે. આ મુકેશ અંબાણીની તેજસ્વી જન્માક્ષર છે. એક વિડીયો માં પંડિત નર્મદેશ્વર શાસ્ત્રી મુકેશ અંબાણીની કુંડળીની વિશેષતા જણાવી રહ્યા છે. જેના દ્વારા પણ તમે આગળની ખાસિયત જાણી શકો છો.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "મુકેશ અંબાણીની કુંડળીમાં શું છે ખાસ, જાણો એના વિશે કેટલીક ખાસ વાતો"
ટિપ્પણી પોસ્ટ કરો