અમેરિકામાં આખી રાત જાગીને મેડિકલ સ્ટાફે વેન્ટિલેટર પર રહેલા નવજાત શિશૂઓનો જીવ બચાવ્યો, વાવાઝોડા-પૂરથી સર્જાઈ હતી કટોકટીની સ્થિતિ
અમેરિકામાં આખી રાત જાગીને મેડિકલ સ્ટાફે વેન્ટિલેટર પર રહેલા નવજાત શિશૂઓનો જીવ બચાવ્યો – વાવાઝોડા-પૂરથી સર્જાઈ હતી કટોકટીની સ્થિતિ
દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ જો કોઈ વ્યક્તિનો જીવ બચાવે તો તે તેને ભગવાનનું જ સ્વરૂપ માનવામાં આવે છે. અમેરિકાના લુઇસિયાના રાજ્યમાં તાજેતરમાં જ લોરા નામનું હરિકેન આવી ગયું. આ વાવાઝોડાએ રાજ્યના કેટલાક સ્થળોએ ભારે તારાજી સર્જી હતી. તોફાન એટલું પાવરફૂલ હતું કે કશું જ તેની સામે ટકી ન શકે. 250 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો હતો. અને સાથે સાથે પૂર જેવી કટોકટીની સ્થિતિ પણ સર્જાઈ ઉઠી હતી.
આવા સંજોગોમાં અહીં આવેલી લેક ચાર્લ્સ હોસ્પિટલ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અને તે સંજોગોમાં અહીંના સ્ટાફે જે રીતે કામ કર્યું તેની હાલ સમગ્ર અમેરિકામાં ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં લેક ચાર્લ્સ વુમન મેમોરિયલ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગનો સ્ટાફ નવજાત બાળકોની સુરક્ષામાં ખડેપગે લાગી ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે આ હોસ્પિટલના આઈસીયુમાં 19 જેટલા નવજાત બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંના કેટલાક તો વેન્ટિલેટર પર હતા તો વળી કેટલાક ફિડિંગ ટ્યૂબ પર હતા. હરિકેન હોવાથી હોસ્પિટલની વિજળી પણ કપાઈ ગઈ હતી. તો વળી પાણીનો પૂરવઠો પણ ખોરંભાઈ ગયો હતો. એસી બંધ થઈ ગયા હતા. પણ આ સ્થિતિમાં પણ સ્ટાફે પોતાની ફરજને ખૂબ જ સારી રીતે બજાવી હતી.
હોસ્પિટલમાં ફરજ બજાવતા મુખ્ય ડોક્ટર જુઆન બોસાનોએ આ બાબતે જણાવ્યું હતું કે પહેલેથી જ વાવાઝોડાની જાણ તો મળી જ ગઈ હતી અને તેના માટે સાવચેતીના પગલારૂપે બાળકોને મુખ્ય બ્લોકમાં પહેલથી જ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. અને માત્ર બે જ કલાકમાં સ્ટાફ દ્વારા આ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. અહીં માત્ર બાળકોને જ શિફ્ટ નહોતા કરવાના પણ તેમની સાથે સાથે તેઓ જે મશીનના સપોર્ટ પર હતા તેને પણ જોડે શિફ્ટ કરવના હતા જે સામાન્ય રીતે ઘણું મુશ્કેલ કામ હોય છે તે પણ આટલા ટૂંકા ગાળામાં ઘણું મુશ્કેલ, પણ તેમ છતાં સ્ટાફે ખૂબ જ કૂનેહથી અને ઝડપથી આ કામ કરી બતાવ્યું.
હોસ્પિટલ દસ માળની છે અને તેમાં જનરેટરની પણ સુવિધા છે પણ જૂના બ્લોકમાં એવો કોઈ રૂમ નહોતો કે જેમાં નવ ફૂટ સુધી પાણી ભરાય તો બચી શકાય. માટે જ બાળકોને પહેલેથી જ સલામત જગ્યાએ ખસેડવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. અને આ કામમાં એનઆઈસીયુમાં ફરજ બજાવતા 16 નર્સ તેમજ શ્વાસ નિષ્ણાત બે ડોક્ટર્સે આખી રાત ખડેપગે સેવા કરી છે.
લૉરા વાવાઝોડાથી 80 હજાર લોકો હજુ પણ વિજળી વિના
જો કે આ દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોને તેમની ચિંતા ન સતાવે તે હેતુથી ડો. બોસાનોએ ફેસબુક પર સતત હોસ્પિટલની સ્થિતિ અંગે અપડેટ્સ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે લ્યુસિયાનામાં આવેલા આ લૉરા વાવાઝોડાના કારણે અહીંના લગભગ 80 હજાર લોકો વિજળી વગર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો યુ.એસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ લેક ચાર્લ્સની મુલાકાત લઈને પરિસ્થિનો તાગ મેળવ્યો હતો.
શરૂઆતમાં લૉરા વાવાઝોડાને લઈને કેટેગરી 1ની ચેતવણી આપવામાં આવી હતી પણ અચાનક તે કેટેગરી 4માં ફેરવાયું હતું. આ હરીકેનના કારણે લેક ચાર્લ્સ વિસ્તારને સૌથી વધારે નુકસાન પહોંચ્યું હતું અને કેટલીક જગ્યાએ આગના બનાવ પણ બન્યા હતા. આ વાવાઝોડાના કારણે કેટલાક લોકોના ઘરની છતોને પણ નુકસાન પહોંચ્યું છે. અહીંની કેટલીક હોસ્પિટલોમાંથી ક્રીટીકલ કંડીશન ધરાવતા દર્દીઓને બીજી હોસ્પિટલોમાં શીફ્ટ કરવામાં આવ્યા છે જ્યાં પાણી તેમજ વિજળીની સમસ્યા ન હોય. બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે વિજળી અને પાણીનો પૂરવઠો નિયમિત થતાં એક અઠવાડિયાનો સમય લાગી શકે તેમ છે. તમને જણાવી દઈએ કે હરીકેન લોરમાં હાલ્તી અને ડોમીનીકન રીપબ્લીકનમાં 24 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અમેરિકામાં આખી રાત જાગીને મેડિકલ સ્ટાફે વેન્ટિલેટર પર રહેલા નવજાત શિશૂઓનો જીવ બચાવ્યો, વાવાઝોડા-પૂરથી સર્જાઈ હતી કટોકટીની સ્થિતિ"
ટિપ્પણી પોસ્ટ કરો