આજથી આ 9 નિયમો પડશે લાગૂ, જાણો કેટલું ખિસ્સુ થશે વધારે ખાલી, અને કેટલી વધશે મોંઘવારી

1લી સપ્ટેમ્બરથી કોરોનાકાળમાં અનલોક હેઠળ ઘણા બધા મોટા પરિવર્તનો થવા જઈ રહ્યા છે, જેની અસર તમારા રોજિંદા જીવન પર તેમજ તમારા રસોડાના બજેટ પર પણ પડશે. પહેલી તારીખથી તેલ કંપનીઓ એલપીજીની કીંમતમાં ફેરફાર કરી રહી છે. આ ઉપરાંત બેંકમાંથી સમયની છૂટછાટની અવધી પણ પૂરી થવા જઈ રહી છે. સાથે સાથે કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા રોકવામા આવેલી ઘણી બધી સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે. અમે તમને એક પછી એક તે વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેતો ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

image source

મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય રિઝર્વ બેંક 31મી ઓગસ્ટ પછીથી બેંકના દેવાના હપ્તાની ચૂકવણી પર પ્રતિબંધને લંબાવશે નહીં. સૂત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે ઋણ ચૂકવણી પર છૂટને વધારીને ઉધારકર્તાઓના દેવાના વ્યવહારોને પ્રભાવિત કરી શકાય છે અને તેમાં કેવિડ-19ના કારણે તેમના દ્વારા રજૂ કરવામા આવેલા મુદ્દાનું સમાધાન નહીં થાય.

image source

કોવિડ -19 મહામારી દરમિયાન સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને ખરાબ રીતે અસર થઈ છે કારણ કે રિઝર્વ બેંકની કંપનીઓ અને વ્યક્તિગત લોકોને 1લી માર્ચથી છ મહીનાની અવધી માટે ઋણ હપ્તાની ચૂકવણી પર રાહત આપી. છૂટ કે પછી હપ્તાની ચૂકવણી પર પ્રતિબંધની સમયમર્યાદા 31મી ઓગસ્ટે પૂરી થઈ છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઉધારકર્તાઓ માટે એક અસ્થાયી રાહત હતી. તેમણે જણાવ્યું કે જો છૂટની સમયમર્યાદા છ મહિનાથી વધારે વધારવામા આવે છે, તો તે ઉધારકર્તાઓના ઋણ વ્યવહારોને પ્રભાવીત કરી શકે છે અને તેની પુનઃચૂકવણીની સમયમર્યાદા શરૂ થયા બાદ ડિફોલ્ટનું જોખમ વધી જાય છે.

image source

હવે તમારા રસોડાની વાત કરીએ. તેલ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર અને ગેસ ની નવી કિંમતોની જાહેરાત કરતી હોય છે. ગયા કેટલાક મહિનાથી કીંમતમાં વધારો થઈ રહ્યો છે. 1લી સપ્ટેમ્બરે એલપીજી કીંમતમાં પણ વધારો થઈ શકે છે. તેના માટે તમારે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે.

image source

કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે હવે એક નિયમ બનાવ્યો છે કે 24 કલાકની અંદર કોઈ પણ જગ્યાએથી પાછા ફરતી વખતે, ટોલ ટેક્સમાં છૂટ માત્ર તે જ વાહનોને આપવામાં આવશે જેમની પાસે ફાસ્ટટેગ છે. તેનો અર્થ એ થાય કે જો તમે તમારી કારથી ક્યાંય જઈ રહ્યા હોવ અને ત્યાંથી તમે 24 કલાકની અંદર પાછા આવવાના હોવ તો તમને ટોલ ટેક્સમાં છૂટ ત્યારે જ મળશે જ્યારે તમારી કારમાં ફાસ્ટ ટેગ હશે. અત્યાર સુધી આ સુવિધા બધા માટે હતી, પણ હવે ટોલ ટેક્સની રોકડ ચૂકવણી કરનારાઓને આ છૂટ નહીં મળે.

image source

યુઆઈડીએઆઈએ એક ટ્વિટના માધ્યમથી સૂચિત કર્યું છે કે હવે બાયોમેટ્રિક અપડેટ સહિત એક અથવા તો વધારે અપડેટ માટે શુલ્ક 100 રૂપિયા રહેશે. હાલના સમયમાં આધાર જનસાંખ્યિક વિવરણ અપડેટ માટે 50 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે. આવેદન પત્ર તેમજ ફીની સાથે, તમારે તમારું નામ, તમારું સરનામુ તમારી જન્મ તારીખ બદલાવવા માટે કાયદેસરના દસ્તાવેજ જમા કરાવવાના રહેશે.

image source

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1લી સપ્ટેમ્બરથી ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રિય યાત્રીઓ પાસેથી ઉચ્ચ વિમાન સુરક્ષા શુલ્ક લાદવાનો નિર્ણય કર્યો છે. ઘરેલૂ યાત્રિઓ પાસેથી હવે એએસએફ શુલ્ક તરીકે 150ની જગ્યાએ 160 રૂપિયા વસુલવામાં આવશે જ્યારે આંતરરાષ્ટ્રિય યાત્રીઓ પાસેથી 4.85 ડોલરની જગ્યાએ 5.2 ડોલર વસુલવામાં આવશે.

image source

બજેટ એરલાઇન્સ ઇન્ડિગોએ પોતાની ફ્લાઇટ્સને સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રયાગરાજ, કોલકાતા અને સૂરત માટેની ફ્લાઇટ્સ પણ 1લી સપ્ટેમ્બરે શરૂ થશે. કંપની ભોપાલ-લખનૌ રૂટ પર 180 સીટર એર બસ – 320 ઉડાવશે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે સંચાલિત થશે.

image source

માર્ગ મુસાફરોને સપ્ટેમ્બર મહિનાથી ટોલ પ્લાઝા પર વધારે રૂપિયા આપવા પડશે. સરકાર ટોલ ટેક્સના દરમાં 5થી 8 ટકાનો વધારો કરી રહી છે. તેની સાથે સાથે જ ખાનગી અને વ્યવસાયિક વાહનોએ અલગથી ટોલ ટેક્સનો ચાર્જ ચૂકવવાનો રહેશે. સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલોને ટોલ ટેક્સના નિયમો પ્રમાણે મફત (કેશલેસ સારવાર) સારવાર આપવાના આયોજન વિષે વિચારી રહી છે. જો તે લાગુ પાડવામાં આવશે તો ટોલ રોડ પર મુસાફરી કરવી વધારે મોંઘી થશે.

image source

માલ તેમજ સેવાના વેરાની ચૂકવણીમાં મોડું થયું તો તે સ્થિતિમાં 1લી સપ્ટેમ્બરથી કુલ કર પર વ્યાજ લગાવવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગોને મોડું થવાથી લગભઘ 46000 કરોડ રૂપિયાનું બાકી વ્યાજ વસૂલવાના નિર્દેશ પર ચિંતા વ્યક્ત કરવામા આવી હતી. વ્યાજ કૂલ રકમ પર લગાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય અને રાજ્યના વિત્ત મંત્રીઓની જીએસટી પરિષદની બેઠકમાં એ નિર્ણય લેવામા આવ્યો હતો કે 1લી જુલાઈ, 2017થી જીએસટી ચૂકવણીમાં મોડું થવા બદલ કુલ રકમ પર વ્યાજ વસુલવામા આવશે અને તેના માટેનો કાયદો પણ ઘડવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આજથી આ 9 નિયમો પડશે લાગૂ, જાણો કેટલું ખિસ્સુ થશે વધારે ખાલી, અને કેટલી વધશે મોંઘવારી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel