અમદાવાદમાં ફરી કોરોના બેકાબૂ થાય તે પહેલા લેવાયો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. કોરોનાના કેસ રોજે રોજ એટલા નોંધાઈ રહ્યા છે કે દેશમાં રોજ 90 હજાર જેટલા કેસ નોંધાય છે. તેમાં પણ ગુજરાત રાજ્યની આગેકૂચ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ સપ્ટેમ્બર માસ શરુ થયો ત્યારથી અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો કહી શકાય કે અમદાવાદ શહેર ફરી એકવાર હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

image source

રાજ્યમાં અમદાવાદમાં દરરોજ અનેક કેસ પહેલાની જેમ સામે આવી રહ્યા છે. જો કે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન સમયસર સતર્ક થયું છે અને શહેરની સ્થિતિ બેકાબૂ થાય તે પહેલા જ શહેરમાં સઘન ટેસ્ટિંગ શરૂ કરવા આવ્યું છે. કોરોનાના ટેસ્ટ વધુને વધુ લોકો કરાવે અને કોરોનાના દર્દીની ઓળખ વહેલી તકે થાય અને તેને આઈસોલેટ કરી તેની સારવાર શરુ કરી શકાય તે માટે એએણસી દ્વારા અર્બન હેલ્થ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે જ્યાં લોકો જઈ અને ટેસ્ટ કરાવી શકે છે.

image source

શહેરમાં શરુ થયેલા આ અર્બન હેલ્થ સેન્ટર વિશે જો જાણવું હોય તો તેનું લિસ્ટ અને સરનામાં પણ એએમસીએ જાહેર કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરાયા છે ત્યાં જઈ લોકો ફ્રીમાં ટેસ્ટ કરાવી શકે છે.

image source

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના 7 ઝોનમાં 74 જેટલાં અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરાયા છે. કોર્પોરેશન દ્વારા મોલ, ગાર્ડન, કડિયાનાકા જેવી અનેક જગ્યાઓએ પણ ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી શહેરમાં પહેલાની જેમ લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવા ન લાગે.

image source

આ સાથે જ શહેરમાં કુલ 378 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી જ શહેરમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. તેથી સાવચેતીના ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "અમદાવાદમાં ફરી કોરોના બેકાબૂ થાય તે પહેલા લેવાયો મોટો નિર્ણય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel