ગુજરાતના પનોતા પુત્ર દેશના PM મોદીનો આ જન્મદિવસ હશે ખાસ, સુરતનું આયોજન જોઈ દુનિયાની આંખો અંજાઈ જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશને દરેક વખતે કંઈક નવો માહોલ જોવા મળતો હોય છે. આગામી તારીખ 17 સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 વર્ષ પૂર્ણ કરીને 71 માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે આ વખતે પણ કંઈક એવું જ જોવા માટે તૈયાર રહેજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હવે નજીક આવી રહ્યો છે.

એ સાથે જ ચારેબાજુ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે બધી તરફ મહેનત કરી રહ્યા છે તો ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે આ રાષ્ટ્ર નિર્માણના કામમાં સમાજના દરેક નાગરિકે જોડાવું પડશે. ત્યારે આ વખતે દેશને કોરોનાથી બચાવવા માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરનાર કોરોના વોરિયર્સને સન્માનિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમ

સુરત ખાતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસે કઈક હટકે તૈયારીઓ શરૂ થતી દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી બ્રેડલાઈનર પરિવાર દ્વારા પીએમ મોદીના જન્મ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સામાજિક જાગૃતિનાં ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કે જેમાં આરોગ્ય સેવા, ટ્રાફિક અને ભોજન સેવા આપનાર 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશે.
711 કોરોના વોરિયર્સ ડિજિટલ કેક કટીંગ કરશે

બ્રેડલાઈનર પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરીને ઉજવણી કરે છે. આજે દક્ષિણ ગુજરાતની કોરોના સ્થિતિ જોઈએ તો આ કોરોના મહામારીમાંથી હવે ત્યાં લોકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. એનું એકમાત્ર કારણ આ કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ છે. અનેક લોકો કોરોના સામે લડીને સ્વસ્થ થયા છે. ડિજિટલ ઉજવણી દ્વારા વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે. 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કેક કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.
બધા જ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાશે

આ વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા જઈ રહ્યો છે જે ગુજરાત માટે એક ખુબ સારી બાબત છે. બ્રેડલાઈનર પરિવારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય લોકો સુધી પહોંચાડવા માટે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી 500 ગ્રામની કેક આપવામાં આવશે. આ કેક કોરોના વોરિયર્સ ઘરે લઈને તેના પરિવાર સાથે એક કટિંગ કરીને ઉજવણી કરવાના છે.
ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે ઉજવણી

આ પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અનોખા સામાજિક સંદેશ આપવામાં આવે છે. જેમ કે આ વખતે 17 સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 વર્ષ પૂરા કરીને 71માં વર્ષમાં પ્રવેશ કરશે જેથી 711 કોરોના વોરિયર્સ 711 કેજી કેક આપીને સન્માન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ જ રીતે 2019માં કેક અગેઇન્સ કરપ્શન કાર્યક્રમમાં 7000 કિગ્રાની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી અને સમાજમાં પ્રમાણિક લોકો દ્વારા કેક કાપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. પછી વાત કરીએ 2018વી તો ત્યારે કેક ઓફ યુનિટી બનાવીને નરેન્દ્ર મોદીનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 680 ફૂટ લાંબી અને 6800 કિગ્રા વજનની કેક બનાવીને સમાજમાંથી ઊંચનીચના ભેદભાવ દૂર કરીને સમાજને એક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 680 સામાજિક આગેવાનો દ્વારા કેક કાપીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતના પનોતા પુત્ર દેશના PM મોદીનો આ જન્મદિવસ હશે ખાસ, સુરતનું આયોજન જોઈ દુનિયાની આંખો અંજાઈ જશે"
ટિપ્પણી પોસ્ટ કરો