અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી જોરદાર આગાહી, આ તારીખોને લઇને કહ્યું કંઇક એવું કે…ચેતવા જેવું તો ખરું જ હોં નહિં તો…

અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી – પાંચ દિવસના વિરામ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

આમ જોવા જઈએ તો સમગ્ર દેશમા આ વર્ષનું ચોમાસુ ખુબ જ ભારે રહ્યું છે. ઉત્તર ભારતથી માંડીને મધ્ય ભારત સુધી ભારે વરસાદ પડ્યો છે અને મોટા ભાગના સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. અને ગુજરાતની પણ તે જ સ્થિતિ છે, આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ સમુદ્ર કિનારા વિસ્તારોમાં ભારે ચોમાસુ રહ્યું છે અને હજુ પણ વરસાદ વિરામ લેવાનું ન વિચારતો હોય તેમ ગુજરાતના જાણિતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં તેમના દ્વારા કરવામાં આવેલી હવામાનની આગાહી મહદઅંશે સાચી પડી છે. આ વખતે તેમણે આગાહી કરી છે કે પાચં દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડવાનો છે.

image source

અંબાલાલના જણાવ્યા પ્રમાણે હજુ ગુજરાતમાં ચોમાસાએ વિદાઈ લીધી નથી હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રીય છે. તેમણે આગાહી કરતા માહિતીઆપી છે કે આવનારા દિવસોમાં એટલે કે 7મી સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં 8મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે.

image source

આ સિવાય ગુજરાતમાં 18મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર સુધી પણ વરસાદ પડશે. અને 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી વરસાદની આ આગાહી પ્રમાણે, આખા સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સમયાંતરે ચાલુ જ રહેશે. અને ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ છુટ્ટો છવાયો વરસાદ પડી શકે છે.

image source

અને ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની સાતે વરસાદ આવી શકે છે. સામાન્ય લોકોની સાથે સાથે ખેડૂતો માટે પણ વરસાદની આ આગાહી મહત્ત્વની છે. આ વર્ષે ખેડૂતોએ કોરોનાનાની મહામારીના કારણે અને હવે ભારે વરસાદના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

છેલ્લા 1-2 દિવસથી રાજ્યમાં છૂટ્ટો છવાયો વરસાદ પડ્યો છે

image source

જોકે હમણા વરસાદે થોડો વિરામ લીધો હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી રાજ્યના લગભગ 18 તાલુકામાં સાવ જ ઓછો વરસાદ પડ્યો છે. પણ અમરેલી જિલ્લાના ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. તો વળી આણંદના તારાપુરમાં પણ એક જ દિવસમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આણંદના પેટલાદમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ પડી ગયો છે.

image source

આમ આ વર્ષનું ચોમાસુ ગુજરાત માટે સાર્વત્રિક રીતે ભારે રહ્યું છે. અને ખેડૂતોની સેંકડો વિઘા જમીનમાં ઉભા થયેલા પાકને ભારે નુકસાન થયું છે. અને ખેડૂતો વિવિધ રીતે તેમના નુકસાનની ભરપાઈ થાય તે માટે સરકાર પાસે માંગ કરી રહી છે, તો વળી કેટલીક જગ્યાએ તો સરકારનો અનોખી રીતે વિરોધ પણ કરવામા આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી જોરદાર આગાહી, આ તારીખોને લઇને કહ્યું કંઇક એવું કે…ચેતવા જેવું તો ખરું જ હોં નહિં તો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel