બચ્ચન પરિવારના આ ડાર્ક સિક્રેટ જાણીને તમને પણ લાગશે નવાઇ, જેમાં એશ અને નણંદ શ્વેતા વચ્ચેના સંબંધો છે સાવ ‘આવા’
શુ તમે જાણો છો બચ્ચન પરિવારના આ ડાર્ક સિક્રેટ વિશે, ન જાણતા હોય તો….
અમિતાભ બચ્ચન ભારતના સૌથી મોટા સેલિબ્રિટી છે. બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને જયા ભાદુરી સાથે લગ્ન કર્યા છે, જે હાલમાં સમાજવાદી પાર્ટીની રાજ્યસભાની સાંસદ છે. એ સિવાય અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચનને પણ કોઈ ઓળખાણની જરૂર નથી અને એમને બોલીવુડની ચર્ચિત અભિનેત્રી અને મિસ વર્લ્ડ રહી ચુકેલી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.
જો કે કોઈપણ અન્ય પરિવારની જેમ એમના પરિવારમાં પણ અમુક ડાર્ક સિક્રેટ છે. જે કદાચ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને અમિતાભ બચ્ચનના પરિવારના અમુક સિક્રેટ વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ.
1. શ્વેતા બચ્ચનના છૂટાછેડા.
ઘણા બધા લોકો નથી જાણતા કે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનના છૂટાછેડા થઈ ગયા છે. વર્ષ 1997માં શ્વેતાએ 21 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. જો કે દંપતી વચ્ચે કઈ જ સારું નહોતું ચાલી રહ્યું એટલે એમને અલગ થઈ જવાનો નિર્ણય લીધો. હવે શ્વેતા બચ્ચન પોતાના પિતાના ઘરે જ રહે છે.
2. માતા અને દિકરીનો સંબંધ
જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન હમેશા ખૂબ જ સ્માઇલી ચેહરા સાથે જોવા મળે છે પણ વાસ્તવિકતા કઈક અલગ છે. શ્વેતાએ 21 વર્ષની ઉંમરમાં પોતાની માતા જયા બચ્ચનના દબાણના કારણે લગ્ન કર્યા હતા. જો કે એમનું વિવાહિત જીવન સફળ ન રહ્યું. અફવાઓમાં કહેવામાં આવે છે કે શ્વેતાએ પોતાની માતાને પોતાના છૂટાછેડા માટે જવાબદારી ગણાવી છે.
3. અમિતાભ બચ્ચન અને બી ગ્રેડ ફિલ્મો?
અમિતાભ બચ્ચન બોલિવુડના લોકપ્રિય અભિનેતાઓમાંથી એક છે. જો કે વર્ષ 2003માં એમને બી ગ્રેડ ફિલ્મ બુમમાં એક કેરેકટર પ્લે કર્યું હતું. એનું કારણ એમને પડી રહેલું આર્થિક સંકટ માનવામાં આવે છે.
4. નણંદ ભાભી વચ્ચે કોલ્ડ વોર
શ્વેતા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે સારા સંબંધ નથી. અફવા છે કે એ હજી પણ એકબીજા સાથે સરખી રીતે વાત નથી કરતા. એવું કહેવામાં આવે છે કે શ્વેતા કરિશ્મા કપૂર એટલે જે અભિષેકની પૂર્વ પ્રેમિકાની વધુ નજીક હતી, અને હજી સુધી એ ઐશ્વર્યા રાયને પોતાની ભાભી તરીકે સ્વીકારી નથી શકી.
5.પહેલી પસંદ નહોતી ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા, જયા બચ્ચન માટે અભિષેકની પત્નીના રુપમાં પહેલી પસંદગી નહોતી. જયા બચ્ચન ઇચ્છતી હતી કે રાની મુખર્જી સાથે અભિષેકના લગ્ન થાય.
6. નવ્યા નવેલીના લવ અફેર્સ.
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાની દીકરી નવ્યા નવેલી પોતાના બોયફ્રેન્ડને લઈને ઘણી ચર્ચામાં રહે છે. એમને એકવાર શાહરુખ ખાનના દીકરા આર્યનને ડેટ કર્યો, જો કે સૂત્રો અનુસાર બચ્ચન પરિવાર એનાથી જરાય ખુશ નહોતો. હવે એનું નામ જાવેદ જાફરીના દીકરા મિજાન જાફરી સાથે જોડવામાં આવી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "બચ્ચન પરિવારના આ ડાર્ક સિક્રેટ જાણીને તમને પણ લાગશે નવાઇ, જેમાં એશ અને નણંદ શ્વેતા વચ્ચેના સંબંધો છે સાવ ‘આવા’"
ટિપ્પણી પોસ્ટ કરો