વિશ્વનો સૌથી અજીબ કુવો, જેના પેટાળમાંથી પાણી નહીં પણ નીકળે છે એવી વસ્તુ કે આંખો ફાટી જશે, દર્શને આવે છે લાખો લોકો
ભલે વિજ્ઞાન ગમે કેટલી પ્રગતિ કરે પરંતુ આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જેના રહસ્યો ઉકેલાયા નથી અને સાચી હકીકત સામે આવી નથી. તેમ છતાં તેમના વિશે જાણવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અંતે તે કુદરતનો અજીબ ખેલ એટલે કે કુદરતનો કરિશ્મા છે એવું માનવામાં આવી રહ્યું છે. આવો જ એક રહસ્યમય કુવો છે જેની હાલમાં ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં બધી જગ્યાએ કુવા પાછળની કહાની સાંભળવા મળી રહી છે. દુનિયાભરના લોકો આ કુવાને વિશીંગ વેલ તરીકે પણ ઓળખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કૂવામાંથી પાણી નહીં પણ પ્રકાશ નીકળે છે. આવો જાણીએ કે આ પ્રકાશ આપતાં કૂવાનું રહસ્ય શું છે?
આપણે જે કૂવાની વાત વિશે જાણવાનું છે એ કુવો પોર્ટુગલના સિંતારા નજીક આવેલો છે. આ કૂવો ક્યૂંડા દા રિગલેરિયાની નજીક છે. તેની રચના વિચિત્ર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કૂવામાં લાઇટની કોઈ વ્યવસ્થા નથી પરંતુ હજી પણ આ કૂવાના ગ્રાઉન્ડની અંદરથી એક લાઈટ નીકળીને સીધી બહાર આવે છે. કૂવામાંથી આવતા આ પ્રકાશના રહસ્યને સમજવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે પરિણામ શૂન્ય આવ્યું અને હજુ સુધી કોઈ નથી જાણી શક્યું કે આ કુવામાંથી પાણીની જગ્યાએ આખરે પ્રકાશ કેમ બહાર આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ કૂવાની ઉંડાઈ ચાર માળની બિલ્ડિંગ હોય એના બરાબર છે. જમીનની અંદર જતાંની સાથે જ કુવો સાંકડો સાંકડો થતો જાય છે. આ કૂવો લેડિરિનથિક ગ્રોટાના નામ તરીકે પણ ઓળખાય છે. ખાસ વાત એ છે કે કૂવાનો આકાર ઉંધા ટાવર જેવો છે. તેથી તેને ધ ઈનવર્ટેડ ટાવર સિન્ટ્રા પણ કહેવામાં આવે છે. દુનિયાભરના લોકો આ કુવાને જોવા માટે અહીં આવે છે.
લેડિરિનથિક ગ્રોટા કુવાને વિશીંગ વેલના નામે પણ ઓળખવામાં આવે છે. તેની પાછળ એક ખાસ પ્રકારનું કારણ છે. વિશ્વભરના લોકો અહીં આવે છે અને પોતાની વિશ કહે છે. મનમાં જેટલી ઈચ્છા હોય તેને ત્યાં બોલે છે અને તે બધી જ ઈચ્છા પુર્ણ થાય એવી પ્રાર્થના પણ કરે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ કૂવામાં સિક્કા નાંખો તો શક્ય તેટલી ઝડપથી તમારી બધી જ ઈચ્છા પુર્ણ થઈ જશે. આ કૂવો પાણી સંગ્રહિત કરવાને બદલે ગુપ્ત દીક્ષાના વિધિઓ માટે બનાવવામાં આવ્યો હતો. હવે તેને આ રીતે રહસ્યમય માનીને ઉપયોગ થઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આ કુવાને જોવા અને ઈચ્છા પુરી કરવા માટે આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "વિશ્વનો સૌથી અજીબ કુવો, જેના પેટાળમાંથી પાણી નહીં પણ નીકળે છે એવી વસ્તુ કે આંખો ફાટી જશે, દર્શને આવે છે લાખો લોકો"
ટિપ્પણી પોસ્ટ કરો