IPL શરૂ થાય એ પહેલાં જ UAEથી આવ્યા ગંભીર સમાચાર: આ બે ખેલાડીઓને કરાયા સસપેન્ડ, લાગ્યાં સનસનાટીભર્યા આરોપો

આ વખતેની આઈપીએલ પણ 2020ની જેમ ખુબ જ ચર્ચામાં રહે એવું લાગે છે. કારણ કે આટલી ચર્ચા બાદ માંડ માંડ નક્કી થયું, તો પછી ટીમના ખેલાડીઓને કોરોના આવ્યો અને હવે ફરીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ જ્યાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન યૂએઈમાં આયોજિત થવાની છે, તો એ જ દેશમાંથી મોટી વાત સામે આવી રહી છે. યૂએઈના બે ખેલાડીઓને એમિરેટ્સ ક્રિકેટ બૉર્ડે આઈસીસી એન્ટી કરપ્શન લૉનું ઉલ્લંઘન કરવાના બદલામાં સસ્પેન્ડ કરી દીધા છે. આવું કારનામું કરનાર બે ક્રિકેટરના નામ છે આમિર હયાત અને અશફાક અહમદ. બૉર્ડે આ કાર્યવાહી આમિર હયાત અને અશફાક અહમદ પર કરી છે. જો કે હાલમાં આ બંને ખેલાડીઓને આરોપોનો જવાબ આપવા માટે 2 અઠડાવિયાનો સમય આપ્યો છે.

આમિર હયાતની કોણ છે?

image source

આમિર હયાતનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો, પરંતુ યુએઈ માટે ક્રિકેટ રમી રહ્યો હતો. હયાતે યુએઈ માટે 9 વનડે અને 4 ટી 20 મેચમાં ભાગ લીધો હતો. જેમાં હયાતે 11 વિકેટ વનડેમાં અને 6 વિકેટ ટી-20 લીધી હતી. પરંતુ હવે તેના પર આ દાગ લાગી ગયો છે અને કરિયરને જરૂર અસર કરશે.

અશફાક અહેમદ કોણ છે?

image source

અશફાક અહેમદ વિશે વાત કરીએ તો આ ખેલાડીનો જન્મ પણ પાકિસ્તાનના લાહોરમાં જ થયો છે અને તે યુએઈ માટે 16 વનડે અને 12 ટી-20 મેચ રમી ચૂક્યો છે. વનડેમાં આ બેટ્સમેને 21.50 ની સરેરાશથી 344 રન બનાવ્યા હતા. ટી -20 માં તેના બેટે 238 રન ફટકાર્યા હતા. અશફાકની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 5 અર્ધસદી છે. પરંતુ હાલમાં નેશનલ અને ઈન્ટરનેશનલ મીડિયામાં બન્ને ફજેતી થઈ રહી છે અને પાકિસ્તાનની વધારે એક વખત મજાક ઉડાવવામાં આવી રહી છે.

આ બન્ને ખેલાડીઓ પર શું આરોપ છે?

image source

આ બંને ખેલાડીઓને આઈસીસીના એન્ટી કરપ્શનના 5 નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. એ બન્ને પર પૈસા કે ગિફ્ટ લઈને મેચના પરિણામને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ છે. મતલબ કે બંને પર ફિક્સિંગના સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આ બંને ખેલાડીઓ તેમના પૈસા અને ગિફ્ટ વિશે માહિતી ન આપી શક્યા અને ભેરવાઈ ગયા.

આ પહેલાં પણ ત્રણને કર્યાં હતા સસપેન્ડ

image source

મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થયા હોય એવી વાત યુએઈના ખેલાડીઓ માટે નવી વાત નથી. ગયા વર્ષે યુએઈના ત્રણ ખેલાડીઓ ફિક્સિંગમાં દોષી સાબિત થયા હતા અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આઈસીસી દ્વારા મોહમ્મદ નવીદ, શૈમન અનવર અને કાદર અહેમદને ભ્રષ્ટાચારની પ્રવૃત્તિમાં સામેલ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "IPL શરૂ થાય એ પહેલાં જ UAEથી આવ્યા ગંભીર સમાચાર: આ બે ખેલાડીઓને કરાયા સસપેન્ડ, લાગ્યાં સનસનાટીભર્યા આરોપો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel