જાણો વિશ્વના આ દેશ વિશે જ્યાં નથી એક પણ મસ્જિદ, છે એવો કડક કાયદો કે ના પૂછો વાત
વિશ્વના આ એક માત્ર દેશમાં કોઈ જ મસ્જિદ નથી આવેલી અને તેને બનાવવાની પરવાનગી પણ નથી
વિશ્વમાં એક એવa દેશ પણ છે જ્યાં મુસ્લિમ તો જરૂર રહે છે પણ ત્યાં એક પણ મસ્જિદ નથી આવેલી. એટલું જ નહીં આ દેશમાં મસ્જિદ બનાવવાની પરવાનગી પણ નથી. આ દેશનું નામ છે સ્લોવાકિયા. સ્લોવાકિયામાં જે મુસ્લિમ રહે છે તેઓ તુર્ક અને ઉગર છે. જેઓ 17મી સદીથી અહીં રહે છે. વર્ષ 2010માં સ્લોવાકિયાના મુસ્લીમોની વસ્તી અહીં 5000 આસપાસની હતી.
મસ્જિદને લઈને થઈ રહ્યો છે વિવાદ
સ્લોવાકિયા યુરોપિયન યુનિયનનું એક સભ્ય છે. પણ તે એક એવો દેશ છે જે સૌથી છેલ્લે તેનો સભ્ય બન્યો છે. આ દેશમાં મસ્જિદ બનાવવાને લઈને વિવાદ ઉભો થઈ રહ્યો છે. વર્ષ 2000માં સ્લોવાકિયાની રાજધાનીમાં ઇસ્લામિક સેંટર બનાવવાને લઈ પણ વિવાદ થયો હતો. બ્રાતિસિઓવાના મેયરે સ્લોવાક ઇસ્લામિક વક્ફ ફાઉડેશનના બધા જ પ્રસ્તાવને ફગાવી દીધા હતા.
મુસ્લિમ શરણાર્થિઓ પર લગાવી છે રોક
વર્ષ 2015માં યુરોપ સામે શણાર્થિઓનો પ્રવાસ એક મોટો મુદ્દો બની ગયો હતો. આ સમયે સ્લોવાકિયાએ 200 ક્રીશ્ચિયનને શરણ આપી હતી, પણ મુસ્લિમ શરણાર્થિઓને આવવાની ના કહી દીધી હતી. તેના પર સ્પષ્ટીકરણ એ આપવામાં આવ્યું હતું કે સ્લોવાકિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અહીં મુસ્લિમોની ઇબાદતની કોઈ જ જગ્યા નથી, જેના કારણે મુસ્લિમોને શરણ આપવી દેશમાં એક મોટી સમસ્યા જન્માવી શકે છે. જો કે આ નિર્ણયની યુરોપિયન યુનિયનમાં ટીકા કરવામા આવી હતી.
ઇસ્લામ ધર્મને અધિકારિક ધર્મનો દરજો નથી આપવામા આવ્યો
30 નવેમ્બર 2016ના રોજ સ્લોવાકિયાએ એક કાયદો પસાર કર્યો હતો જેમાં ઇસ્લામને આધિકારિક ધર્મનો દરજે આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ દેશ ઇસ્લામને એક ધર્મ તરીકે નથી સ્વીકારતો. યુરોપિયન યુનિયનમાં સ્લોવાકિયા એકમાત્ર એવો એકલો દેશ છે, જ્યાં એક પણ મસ્જિદ નથી.
ધ્વનિ પ્રદૂષણ પર કડક કાયદો
સ્લોવાકિયામાં ધ્વનિ પ્રદૂષણ માટે એક કડક કાયદો પણ છે. આ દેશમાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમે કોઈની પણ સાથે ખરાબ વ્યવહારમાં વાત નથી કરી શકતા અને ન તો કોઈ બૂમરાણ મચાવી શકતા. જો આવું કોઈ કરે છે તો તેને પોલીસ પકડી જાય છે અને તેણે દંડ ભરવો પડે છે.
સ્લોવાકિયાને અધિકારીક રીતે ધ સ્લોવાક રિપબ્લીક તરીકે ઓળખવામા આવે છે. તે સેન્ટ્રલ યુરોપમાં આવેલો નાનકડો દેશ છે. તેની સરહદો ઉત્તરે પોલેન્ડ, પૂર્વએ યુક્રેઇન, દક્ષીણે હંગરી અને દક્ષીણ પશ્ચિમે ઓસ્ટ્રિયા અને ઉત્તર પૂર્વએ ઝેક રીપબ્લીક સાથે જોડાયેલી છે. લેટેસ્ટ જાણાકારી પ્રમાણે આ દેશની વસ્તી માત્ર 54.6 લાખની જ છે. અહીં 62 ટકા વસ્તી રોમન કેથલીક્સ ધર્મ પાળતા લોકોની છે. જ્યારે 8.9 ટકા લોકો પ્રોટેસ્ટન્ટ ધર્મ પાળે છે. જ્યારે 3.8 ટકા લોકો ગ્રીક કેથલીક છે. જ્યારે 0.9 ટકા લોકો ઓર્થોડોક્સ છે. 13.4 ટકા લોકો એથિસ્ટ્સ છે અથવા કહો કે બિનધાર્મિક છે. અને 10.6 ટકા લોકો એ પોતે કયા ધર્મમાં માને છે તે વિષે કોઈ જ જવાબ નહોતો આપ્યો. અને અહીંની વસ્તીના 0.1 ટકા વસ્તી જ મુસ્લિમની છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો વિશ્વના આ દેશ વિશે જ્યાં નથી એક પણ મસ્જિદ, છે એવો કડક કાયદો કે ના પૂછો વાત"
ટિપ્પણી પોસ્ટ કરો