આપત્તિને અવસરમાં બદલવાનું કોઈ આ યુવાન પાસેથી શીખે, લોકડાઉનમાં કચરામાંથી બનાવી નાંખી ઈલેક્ટ્રિક કાર, કમાણો હજારો રૂપિયા

લોકડાઉનમાં ઘણા એવા યુવાનો છે કે જેમણે ‘આપત્તિને અવસરમાં બદલી નાંખી છે. વડા પ્રધાન મોદીએ એક આત્મનિર્ભરના નામે નવી લાઈન આપી છે અને હવે લોકો અલગ અલગ રીતે તેમાં જોડાતાં જઈ રહ્યા છે. યુપીના ગોરખપુર શહેરના યુવાન શક્તિ સિંહની વાત એમાં કંઈક સૌથી હટકે છે. કોરોના કાળમાં તેણે જે કાટમાળનો કચરો હોય એમાંથી ત્રણ પૈડાવાળી ઇલેક્ટ્રિક કાર બનાવી. વેસ્ટમાંથી બેસ્ટ પણ તમે કહી શકો. માત્ર બનાવી એટલું જ નહીં પણ કારને રૂ .50,000 માં વેચી દીધી. કાર બનાવવાનો ખર્ચ લગભગ 35 હજાર રૂપિયા આસપાસ આવ્યો છે. હવે શક્તિનો વિચાર છે કે આ જ કામને જે બિઝનેસ બનાવે અને આગળ વધે. તેનાથી રોજગારીની તકો પણ વધશે.

image source

શક્તિસિંહે તેનો પ્રારંભિક અભ્યાસ શહેરની એક ખાનગી શાળામાં કર્યો હતો. બાર ધોરણ પછી તેણે ચંદીગઢથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને ત્યારબાદ એક વર્ષનો ડિઝાઇનિંગનો કોર્સ કર્યો. પરિવારના સભ્યો શહેરમાં જ પેડલેગંજથી ઇલેક્ટ્રિક વાહનોનો વેપાર કરે છે, પરંતુ શક્તિ અભ્યાસ કર્યા પછી નોકરી કરવા માંગતો હતો.

image source

માર્ચ મહિનામાં શક્તિ તેના ઘરે આવ્યો અને તે દરમિયાન ત્યાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ બહાર જવાની ના પાડી અને કૌટુંબિક વ્યવસાયમાં સહકાર આપવા માટે વિનંતી કરી. શક્તિએ કહ્યું કે મે અને જૂન વચ્ચે ઘણું કામ શરૂ થયું. આ દરમિયાન ધંધાના અભાવે કર્મચારીઓના પગારની સાથે અન્ય સંકટ પણ સર્જાયું હતું. તે જ સમયે શોરૂમના સ્ટોરરૂમમાં વાહનોનો કાટમાળ જોવા મળ્યો હતો.

image soucre

આ કચરો જોઈને તેના મનમાં આ વિચાર આવ્યો. એક પછી એક તેણે કાટમાળ એકત્રિત કરીને ગાડી બનાવવાનું શરૂ કર્યું. દોઢ મહિનામાં, ત્રણ પૈડાંવાળું વાહન તૈયાર થઈ ગયું. કારમાં ઇલેક્ટ્રિક કામ માટે માલ બજારમાંથી ખરીદ્યો હતો. આ સિવાય તમામ કામોમાં કાટમાળનો ઉપયોગ થયો હતો. એકવાર બેટરી પૂર્ણ ચાર્જ થઈ જાય પછી, કાર લગભગ 60 કિ.મી. સુધી દોડશે. સંપૂર્ણ ચાર્જ કરવામાં આઠ કલાકનો સમય લાગશે.

image source

કાર ખૂબ જ મજબૂત છે અને તેનું વજન લગભગ સાત ક્વિન્ટલ છે, જ્યારે સામાન્ય કારનું વજન પાંચ ક્વિન્ટલ છે. ગાડી બનાવવામાં સ્ક્રેપ ટાયર, ડિસ્ક બ્રેક, એલઇડી લાઇટ્સ, સીટ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખરચા વિશે વાત કરી કે, લગભગ 12 હજાર રૂપિયાના સ્ક્રેપ અને 23 હજાર રૂપિયાનો અન્ય માલ બજારમાંથી ખરીદીને લાવવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, પહેલા તો મારા પિતા અને પરિવારે તેને બનાવવા માટે મને ઠપકો આપ્યો, પરંતુ બાદમાં તેણે મારી મદદ કરી અને સરસ મજાની કાર થઈ ગઈ તૈયાર. ત્યારબાદ વેચવા કાઢી અને મને 15000 રૂપિયાનો ફાયદો થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આપત્તિને અવસરમાં બદલવાનું કોઈ આ યુવાન પાસેથી શીખે, લોકડાઉનમાં કચરામાંથી બનાવી નાંખી ઈલેક્ટ્રિક કાર, કમાણો હજારો રૂપિયા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel