અડગ મનના માણસને પર્વત પણ નથી નડતો….
થોડા વર્ષ પહેલા પર્વત ખોદી અને રસ્તો બનાવનાર દશરથ માંજી ખુબ પ્રખ્યાત થયા હતા. તેમણે એ વાત સાબિત કરી બતાવી હતી કે જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનું નક્કી કરી લે અને તેના દિલમાં તે કામ પૂરું કરવાનું ઝનૂન હોય તો કોઈ પણ કામ અશક્ય નથી. આવું જ કંઈક બિહારના સિત્તેર વર્ષના વ્યક્તિએ કરી બતાવ્યું છે. બિહારના આ વ્યક્તિનું નામ છે લૌંગી ભુઇયાં…
બિહારના ગયા જિલ્લાના ચોટીલા ગામના રહેવાસી આ 70 વર્ષીય વૃદ્ધે 30 વર્ષ સુધી ખોદકામ કરી અને એક નહેર બનાવવી છે. આ મુદ્દે ત્રણ કિલોમીટર લાંબી નહેર બનાવવી છે અને આસપાસના ગામમાં રહેતા ખેડૂતો અને લોકોને પાણી પહોંચાડ્યું છે.
70 વર્ષીય વૃદ્ધે 30 વર્ષ સુધી આ ખોદકામ કરી મહેનત એટલા માટે કરી કે ગામની આસપાસ આવેલા પર્વતો પરથી વરસાદનું પાણી ગામ ના ખેતરો સુધી લાવી શકાય.આ વ્યક્તિને 30 વર્ષની મહેનતથી આશરે 3000 લોકોને ફાયદો થયો છે.
તેમના પરિવારનું જણાવવું છે કે તેઓ રોજ સવારે ઘરેથી જંગલ જવા માટે નીકળી જાય અને રાત સુધી નહેરનું કામ કરતાં. શરૂઆતમાં તેમની પત્ની પુત્ર અને પુત્રવધુ સહિતના લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, કારણ કે આ કામથી તેમને કોઈ આર્થિક લાભ થવાનો ન હતો. કેટલાક લોકો આ વ્યક્તિને ગાંડા પણ ગણવા લાગ્યા પરંતુ હવે જ્યારે ગામ સુધી પાણી પહોંચે છે ત્યારે લોકો બે મોઢે આ વૃદ્ધના વખાણ કરવા લાગ્યા છે.
લૌંગી ભુઇયાના આ પરાક્રમથી તેમને બિહારના બીજા દશરથ રામાજી તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે દશરથ માજી માઉન્ટેન મેન તરીકે પણ પ્રખ્યાત થયા હતા તેમણે હથોડા અને છીણી વડે પહાડ ખોદી અને રસ્તો બનાવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અડગ મનના માણસને પર્વત પણ નથી નડતો…."
ટિપ્પણી પોસ્ટ કરો