કોરોનાને કારણે થઈ આવી હાલત! જાણો આ કોરોના પોઝિટીવ મહિલા વિશે વિગતવાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળ કરતા ૯૦૦ ગણો નાનો છે, પરંતુ કોરોનાનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાય ગયુ છે. કોરોના વાયરસ હ્યુમન બોડીમાં નવો હોવાથી તેના વિશે નિષ્ણાત પણ ચોક્કસ તારણો નથી આપી શકતા. આ કારણે રોજ આ વાયરસને લઇને જુદા જુદા ખુલાસા અને તારણો બહાર આવે છે.

આ વાયરસને સમજવા સતત રિસર્ચ થઇ રહ્યું છે. તેની વેક્સિન માટે દુનિયાભરમાં સઘન પ્રયાસ ચાલું છે પરંતુ વાયરસ રોજ તેના નવા રૂપ રંગ બતાવે છે. એક તારણ એવું પણ બહાર આવ્યું હતું કે ૧૫ દિવસ બાદ વાયરસ શરીરમાંથી નાશ પામે છે. જો કે હવે પોસ્ટ કોવિડના પેશન્ટ વધી રહ્યાં છે. જેથી આ દાવા પર પણ સવાલ થવા સ્વાભાવિક છે.

બ્રિટનમાં કેટલાક એવા કેસ સામે આવી રહ્યાં છે, જેમાં કોરોના વાયરસના સંક્રમણ બાદ મહિના સુધી પેશન્ટ સંપૂર્ણ સ્વસ્થ નથી થતો. આ સ્થિતિ ચિંતાજનક ચોક્કસ છે. બ્રિટનની ૩૩ વર્ષની મહિલાની પણ કંઇક આવી જ કહાણી છે. કોરોના વાયરસ પહેલા એકદમ સ્વસ્થ જિંદગી જીવતી આ મહિલાને કોરોનાનું એવું ગ્રહણ લાગ્યું કે છ મહિના બાદ પણ વાયરસ તેનો પીછો નથી છોડી રહ્યો .

શું છે કેસ જાણીએ. એક મહિલા કોરોના વાયરસથી સંક્રમિત થયાના છ મહિના બાદ પણ સારી રીતે ચાલી શકતી નથી કે તેના બાળકો સાથે રમી શકતી નથી. 33 વર્ષની આ મહિલા કોરોના પોઝિટિવ થયા પહેલા એકદમ ફિટ અને હેલ્ધી લાઇફ જીવતી હતી.

કોરોના વાયરસના કારણે છ મહિના બાદ પણ બીમાર રહેતી આ મહિલાનું નામ જેસ માર્ચબેન્ક છે. બ્રિટનમાં રહેતી આ મહિલા નર્સ છે. કોરોના મહામારીના શરૂઆતના દિવસોમાં જ તે સંક્રમિત થઇ ગઇ હતી. માર્ચમાં માત્ર ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યાં બાદ તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાઇ હતી. માર્ચથી અત્યાર સુધીમાં ઘરમાં આરામ કર્યા બાદ પણ જેસ પૂરી રીતે સ્વસ્થ નથી થઈ શકી. તે લોકોને કોરોનાની લાંબા સમય સુધી ચાલતી ઇફેક્ટ વિશે સભાન કરી રહી છે.

તેણે જણાવ્યું કે કોરોના બાદ તેને લાગતું જ નથી કે તે જીવે છે. નબળાઇ અને થાકના કારણે તે કંઇ જ નથી કરી શકતી. જેસને હજું પણ કેટલીક વાર શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. દુનિયાભરના એકસપર્ટ ડોક્ટર હજુ સુધી કોરોના વાયરસને સારી રીતે સમજી નથી શક્યાં. કોરોના વાયરસની અસર લાંબા સમય સુધી શરીરમાં રહે છે, આવા અનેક કેસ સામે આવ્યાં છે. તેમની સમસ્યાઓ માટે જેસ હાલ કાર્ડિયોલોજિસ્ટની સલાહ લઇ રહી છે અને તે તેનું મોનિટરિંગ કરી રહ્યાં છે. જોકે જેસનો આ એક કેસ નથી. આવા અનેક કેસ છે, જે પોસ્ટ કોવિડના પેશન્ટ છે. જે કોરોના બાદ પણ સંપૂર્ણ સ્વસ્થ નથી થયા. બ્રિટનના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે હજારો લોકો એવા છે, જે કોરોના સંક્રમણના ત્રણ મહિના બાદ પણ સંપૂર્ણ સ્વસ્થ થયા નથી અને વાયરસ તેમના શરીરમાં રહે છે.

જો કે હાલ મહામારીના સમયમાં પોસ્ટ કોવિડના પેશન્ટ પર તબીબ પણ ઓછું ધ્યાન આપી રહ્યાં છે, કારણ કે હાલ ડોક્ટર્સની પ્રાથમિકતા પેશન્ટનો જીવ બચાવવાની છે. કોરોનાના રિસર્ચ પર વાત કરીએ તો તેમાં પણ માત્ર હાલ તેની વેક્સિન પર ધ્યાન અપાઇ રહ્યું છે. આ સ્થિતિમાં પોસ્ટ કોવિડના પેશન્ટ અનેક નાની મોટી શારીરિક તકલીફો સામે લડી રહ્યાં છે. કોઈપણ પ્રકારની અફવાને ટાળવા માટે અને ખુદની સુરક્ષા માટે આપણે કેટલાક સૂચનોનુ પાલન કરીશુ તો આપણે જરૂર એક દિવસ આ બીમારી સામે જીતી જઈશુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાને કારણે થઈ આવી હાલત! જાણો આ કોરોના પોઝિટીવ મહિલા વિશે વિગતવાર"
ટિપ્પણી પોસ્ટ કરો