આજે લોન્ચ થશે ઓછી કિંમતનો આ સ્માર્ટફોન; 7 ઈંચની ડિસ્પ્લે, 6000mAhની બેટરી સાથે જાણો કિંમત

ચાઈનીઝ કંપનીનો ટેક્નો સ્પાર્ક પાવર 2 ફોન આજે એટલે કે સોમવારે લોન્ચ થવાનો છે. આ ફોનના શાનદાર ફીચર્સ યૂઝર્સને આકર્ષે છે. ફોનને 10,000 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરાશે. આ કિંમતમાં જે ફીચર્સ ફોનાં આપવામાં આવ્યા છે તે ખરેખર કમાલના છે. ટેક્નો જગતમાં શક્ય છે કે આ ફોન ધૂમ મચાવી શકે છે. કંપનીએ ફોનના લોન્ચની ઓફિશિયલ રીતે માહિતી આપી છે.

ચાઈનીઝ કંપની ટેક્નો ભારતમાં આવતીકાલે એટલે કે સોમવારે તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ટેક્નો સ્પાર્ક પાવર 2 એર’ લોન્ચ કરશે. ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ કરવામાં આવશે. આ ફોન ટેક્નો સ્પાર્ક પાવર 2નું લાઈટ વર્ઝન છે. કંપનીએ જુલાઈ મહિનામાં ટેક્નો સ્પાર્ક પાવર 2 9,999 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. આ ફોનમાં 7 ઈંચની HD+ ડિસ્પ્લે અને 6000mAhની બેટરી મળે છે. નવાં એર મોડેલમાં પણ 7 ઈંચની ડિસ્પ્લે, 6000mAhની બેટરી અને 4 રિઅર કેમેરા મળશે.કંપનીએ ટ્વીટ કરી ફોનનાં લોન્ચિંગની માહિતી આપી છે.

‘ટેક્નો સ્પાર્ક પાવર 2’નાં સ્પેસિફિકેશન અને ફીચર્સ

image source

આ ફોનમાં 7 ઈંચની ડિસ્પ્લે અને 6000mAhની બેટરી મળશે. કંપનીનો દાવો છે કે, ફુલ ચાર્જ પર ફોન 4 દિવસનું બેકઅપ આપશે. ફોનના 18 વૉટ ચાર્જરથી 1 કલાકમાં ફોનને 50% સુધી ચાર્જ કરી શકાય છે.

image source

ફોન મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસરથી સજ્જ છે. તેનાં ઈનબિલ્ટ સ્ટોરેજને SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનનું 4GB + 64GB વેરિઅન્ટ લોન્ચ થયું છે.

તેમાં ડ્યુઅલ સ્પીકર્સ, ડેડિકેટેડ માઈક્રો SD કાર્ડ સ્લોટ અને ડ્યુઅલ 4G VoLTE સપોર્ટ મળે છે.

ફોનમાં 16MP+5MP+2MP+AI લેન્સનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે.

image source

સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

image source

આ શાનદાર ફીચર્સની સાથે સાથે આ ફોન યૂઝર્સને માટે અનેક નવી તક પણ લાવી રહ્યો છે. ખાસ ફીચર્સ યૂઝર્સને આકર્ષવામાં મહત્વનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે આ ફોનને 1 કલાકમાં 18 વોટથી 50 ટકા સુધી ચાર્જ કરી શકાતો હોવાથી અનેક યુઝર્સને બેટરી ખાલી થવાની સમસ્યામાંથી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "આજે લોન્ચ થશે ઓછી કિંમતનો આ સ્માર્ટફોન; 7 ઈંચની ડિસ્પ્લે, 6000mAhની બેટરી સાથે જાણો કિંમત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel