જેલમાં રિયા ચક્રવર્તીની પહેલી રાત કેવી ગઈ એના વિશે થયો ચોંકાવનારો ખુલાસો, બાજુની બેરેકમાં જ હતી આ કેદી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી તરીકે ઉભરી આવેલી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ મામલે એનસીબીએ દબોચી લીધી છે અને જેલમાં પુરી દીધી છે. સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી હાલમાં મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે. તેને જેલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક અલગ સેલમાં રાખવામાં આવી છે. ત્યારે રિયા ચક્રવર્તીએ ભાયખલા જેલમાં પહેલી રાત પસાર કરી હતી. ડ્રગ્સના કેસમાં ધરપકડ કરાયેલી રિયા ચક્રવર્તીને હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. રિયાને જે સેલમાં રાખવામાં આવી છે તે સામાન્ય બેરેકની પાસે છે.
ઉલ્લેખનીય છે કે, શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જી પણ આ જ જેલમાં સજા ભોગવી રહી છે. રિયાની સેલ ઈન્દ્રાણી મુખર્જીની નજીકમાં છે. આ સેલ એક લોકઅપની જેમ હોય છે. ત્રણેય બાજુ દિવાલો છે અને એક બાજુ જાળી છે. આ સેલ જેલના સર્કલ-1માં છે. આ પહેલાં રિયા ચક્રવર્તી બુધવારે ભાયખલા જેલમાં પહોંચી ત્યારે તેને સામાન્ય બેરેકમાં મોકલવામાં આવી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર રિયાને સાંજે એક અલગ સેલમાં મોકલી દેવામાં આવી. એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર એમ.એ. જૈને જણાવ્યું હતું કે ડ્રગ્સના એંગલમાં તેની કથિત ભૂમિકા માટે રિયા ઉપર એનડીપીએસ એક્ટની કલમ 8 (સી), 20 (બી) (બે), 22, 27 એ, 28 અને 29 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે રિયા ચક્રવર્તીને સાંજે 6 વાગ્યાની આસપાસ ડિનર આપવામાં આવ્યું હતું. રિયાને બે રોટલી, ભાત, દાળ અને શાક પીરસવામાં આવ્યા હતા એવી પણ માહિતી વહેતી થઈ હતી. ગુરુવારે સવારે 6 વાગ્યે જાગ્યા બાદ રિયાને 10 વાગ્યાની આસપાસ નાસ્તો કરવાની છૂટ આપવામાં આવી. ત્યારબાદ તેને ફરીથી સેલમાં મોકલી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે મુંબઈના સ્થાનિક મેજિસ્ટ્રેટે રિયા ચક્રવર્તીને મંગળવારે મોડી રાતે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રિયાને રાત્રે એનસીબીના લોકઅપમાં રાખવામાં આવી હતી.
તો આ બધી ઘટના પછી રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનેશિંદેએ કહ્યું કે, રિયા અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર ગુરુવારે મુંબઈની વિશેષ અદાલતમાં સુનાવણી થશે. એનસીબીએ 6 પાનાના રિમાન્ડ અરજીમાં રિયાને ડ્રગ સપ્લાય સંબંધિત ડ્રગ સિન્ડિકેટના સક્રિય સભ્ય તરીકે દર્શાવી, જે સુશાંતસિંહ રાજપૂત સાથે મળીને ડ્રગ્સ ખરીદવા માટે પૈસાનો બંદોબસ્ત કરતી હતી. જો કે તેમાં તેણે ઉલ્લેખ કર્યો નથી કે પોતે આ ડ્રગ્સ લેતી હતી કે નહીં.
રિયા સિવાય પણ બે અભિનેત્રી ડ્રગ્સના ધંધે દબોચાઈ
જ્યારથી સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ બહાર આવ્યો છે ત્યારથી જ બોલિવૂડ અને બીજી ઈન્ડસ્ટ્રીમાં તંત્રએ ભારે તપાસ હાથ ધરી છે. રિયા ચક્રવર્તી બાદ અભિનેત્રી સંજના ગલરાણી મુશ્કેલીમાં મૂકાઈ હતી. સંજના ગલરાણીની ડ્રગ મામલે ધરપકડ કરવામાં આવી હતી એસીએમએમ કોર્ટે 5 દિવસ માટે રિમાન્ડ પર મોકલી આપી છે.
આ પહેલા અભિનેત્રી રાગિની દ્વિવેદીને પણ ડ્રગ્સ મામલે ઝડપી હતી. હવે જોવાનું રહ્યું કે હજુ કેટલા નામો બહાર આવે છે. કારણ કે રિયાએ બોલિવૂડના 25 નામો આપ્યા છે એવી ચર્ચા થઈ રહી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જેલમાં રિયા ચક્રવર્તીની પહેલી રાત કેવી ગઈ એના વિશે થયો ચોંકાવનારો ખુલાસો, બાજુની બેરેકમાં જ હતી આ કેદી"
ટિપ્પણી પોસ્ટ કરો