Ration Card બનાવતા પહેલાં જાણી લો આ નિયમ, નહીં તો થઈ શકે છે 5 વર્ષની જેલ
રાજ્ય સરકારે પોતાના નાગરિકોને માટે One Nation One Ration Card જાહેર કર્યું છે. આ સમયે રાશન કાર્ડ એક ઓળખપત્રનું પણ કામ કરે છે. જો તમે આ ખોટા ડોક્યૂમેન્ટ્સની મદદથી બનાવો છો તો તમને જેલ અને દંડની સજા થઈ શકે છે. એટલે કે તમે જ્યારે પણ તમારા ઘરમાં કોઈના પણ નામનું રાશનકાર્ડ બનાવો ત્યારે ભૂલથી પણ ખોટા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ ન કરો તે ઈચ્છનીય છે.
હવેથી રાશન કાર્ડ ભારત સરકારનું એક માન્યતા પ્રાપ્ત ડોક્યુમેન્ટ છે. તેની મદદથી લોકો સાર્વજનિક રીતે યોગ્ય દરે દુકાનોથી અનાજ બજાર મૂલ્યથી ઓછી કિંમતે ખરીદી શકે છે. ભારતમાં ત્રણ પ્રકારના રાશન કાર્ડ બને છે. ગરીબી રેખાની ઉપર રહેનારા એપીએલ, ગરીબી રેખાની નીચે રહેનારાને બીપીએલ અને સૌથી ગરીબ પરિવારને માટે અન્ત્યોદય.
ખોટા રાશન કાર્ડને લઈને સરકારનું કડક વલણ
નિયમ વિરુદ્ધ જઈને જો તમે ખોટું રાશન કાર્ડ બનાવો છો તો તમને પાંચ વર્ષની સજા અને દંડ થઈ શકે છે. જો તમે રાશન કાર્ડ બનાવી રહ્યા છો તો યોગ્ય જાણકારી ખાદ્ય વિભાગને આપવી જરૂરી છે. નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. ભારત સરકારના નિર્દેશ અનુસાર રાજ્ય સરકાર પોતાના જરૂરિયાતવાળા નાગરિકોને સબ્સિડીની મદદથી અનાજ આપે છે. આ માટે જો તમે ખોટી જાણકારી આપો છો તો અન્ય નાગરિકનો હક છીનવાઈ જાય છે અને તમને સજા પણ થઈ શકે છે.
કેન્દ્ર સરકાર આખા દેશમાં વન નેશન વન રાશન કાર્ડ પોર્ટેબિલિટીની સુવિધા લાગૂ કરી રહી છે. અત્યારસુધી આ સુવિધા દેશના 26 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સામેલ થયા છે. તેની મદદથી ગ્રાહકોને હવે અન્ય રાજ્યોમાં પણ રાશન મળી શકે છે. આ માટે વ્યક્તિનું તે રાજ્યમાં હોવું જરૂરી નથી. ખાસ કરીને ગરીબી રેખાની નીચે રહેતા લોકો માટે કેન્દ્ર સરકારની આ યોજના કારગર છે. વિશેષ પરિસ્થિતિમાં પૂર, ભૂકંપ અને અનેક પ્રકારની મુશ્કેલીમાં કેન્દ્ર સરકારની યોજના સામાન્ય લોકો માટે ફાયદારૂપ સાબિત થાય છે.
પાંચ વર્ષની સજાની છે જોગવાઈ
રાશન કાર્ડ બનાવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. લોકો ગરીબી રેખાની નીચે કે અંત્યોદય યોજનાનું રાશનકાર્ડ બનાવવા માટે ખોટા ડોક્યૂમેન્ટ્સ સામેલ કરે છે. ભારત સરકારના ફૂડ સિક્યોરિટી એેક્ટમાં ખોટું રાશન કાર્ડ બનાવવું એક દંડનીય અપરાધ છે. જો તમે પણ ખોટું રાશન કાર્ડ બનાવવા માટે દોષી ગણાશો તો તમને 5 વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે. તેની સાથે જો કાર્ડ બનાવવા માટે અધિકારીને લાંચ આપવાની કોશિશ કરો છો તો પણ તમારા માટે દંડ અને સજાની જોગવાઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "Ration Card બનાવતા પહેલાં જાણી લો આ નિયમ, નહીં તો થઈ શકે છે 5 વર્ષની જેલ"
ટિપ્પણી પોસ્ટ કરો