શા માટે આપણને અમુક ખાસ અવાજથી લાગે છે ડર? આ વિશે તમારે જાણવું છે ખૂબ જરૂરી કારણકે…
જો તમે કોઈ હોરર મુવી જોઈ રહ્યા હોય અને તેનો અવાજ મ્યુટ કરી જોશો તો ભયાનક દ્રશ્યોથી પણ તમને ભય નહિ લાગે ઉલ્ટાનું થોડા સમય બાદ એ જ હોરર ફિલ્મ તમને કંટાળાજનક લાગવા લાગશે. આનાથી ઉલટું જો તમે હોરર મુવીનો વિડીયો બંધ કરી ફક્ત તેને સાંભળો તો ભલે ઓછો પણ ભય જરૂર લાગશે. ટૂંકમાં હોરર ફિલ્મમાં તેના દ્રશ્યો કરતા તેનો અવાજ આપણને વધુ ડરાવે છે. તેના પર વૈજ્ઞાનિકોએ શોધ પણ કરી જેના દ્વારા એ જાણવા મળ્યું કે આપણને કઈ પ્રકારના અવાજથી અને શા માટે ભય અનુભવાય છે.
નોનલિનીયર સાઉન્ડ

સંગીત આપણા મનને તેના પ્રભાવમાં લાવી દે છે પરંતુ અમુક સંગીતના ઉતાર ચઢાવને કારણે આપણને ભય કેમ લાગવા લાગે છે. કેલિફોર્નિયા યુનિવર્સીટીના પ્રોફેસર ડેનિયલ બ્લમસ્ટીનએ આ વિષય પર વર્ષો સુધી સંશોધન કર્યું અને તેના પરિણામ વૈજ્ઞાનિક જર્નલ ” બાયોલોજી લેટર્સ ” માં પ્રકાશિત થયા હતા. આ સંશોધન મુજબ એક ખાસ પેટર્નનો અવાજ જે નોનલિનીયર સાઉન્ડ કહેવાય છે તે સાંભળતા જ માણસને ભયનો અનુભવ થાય છે.
સંગીતની ધૂનનો પડે છે પ્રભાવ

સંગીતના વિષય પર સંશોધન કરનારાઓનું એમ માનવું છે કે અમુક ખાસ ધૂનનું કોમ્બિનેશન આપણા કાન અને મગજને વિચલિત કરી શકે છે. ટ્રાઈટોન પણ આવી જ ધૂનનું કોમ્બિનેશન છે જેને સંગીતની દુનિયામાં શૈતાન કહેવામાં આવે છે. આ પ્રકારની ધૂનથી મગજનો એ ભાગ સૌથી વધુ ઉત્તેજિત થાય છે જે આપણા ભય અને અસુરક્ષાની ભાવનાને કંટ્રોલ કરે છે. હિન્દી ફિલ્મોમાં જાંજરની જનકાર, વાદળોની ગર્જના, વીજળીના કડાકાનો અવાજ, હવાનો અવાજ વગેરે એવી ધૂનો છે જે આપણા ભય સાથે જોડાઈ ગઈ છે.
શું કહે છે રિસર્ચ ?

કેલિફોર્નિયા યુનિવર્સીટીના પ્રોફેસર ડેનિયલ બ્લમસ્ટીનના કહેવા મુજબ કોઈપણ પ્રકારના નોનલિનીયર અવાજ ભય પેદા કરનારા જ હોય છે. આ અવાજો સાંભળ્યા બાદ માણસને એક પ્રકારનો તણાવ અનુભવાય છે જે ભયના સ્વરૂપે સામે આવે છે. આ બાબતને સાબિત કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમે 100 થી વધુ સાઉન્ડટ્રેકનું અધ્યયન કર્યું જેમાં યુદ્ધ, ડરામા, હોરર અને એડવેન્ચર સાથે જોડાયેલા અવાજો હતા. આ શોધમાં એ પણ જાણવા મળ્યું કે જાનવરનું રડવું કે સુરક્ષા માટે અવાજ કરવું પણ આપણા અંદર ભય પેદા કરે છે.

નોનલિમીયર સાઉન્ડ સામાન્ય મ્યુઝિક રેન્જથી ઘણો ઊંચો અવાજ હોય છે જે સામાન્ય રીતે જાનવરોના વોકલ કોર્ડમાંથી નીકળે છે. આ સાઉન્ડ આમ તો જાનવરોને અસુરક્ષામાં સચેત કરે છે પર્ણ માણસના મગજમાં આ અવાજને કારણે ભયના હાર્મન પેદા થાય છે. અવાજને કારણે અનુભવાતા ભયના પણ બે પ્રકારના પ્રભાવ પડે છે. જો આપણે પ્રાણી સંગ્રહાલયમાં સિંહનો અવાજ સાંભળી ડરી જઈએ તો આ ભય લાંબો સમય નથી રહેતો કારણ કે આપણું મગજ તરત આપણને કહી દે છે. આનાથી ઉલટું જયારે જયારે અંધારામાં આવો અવાજ સાંભળીએ ત્યારે અવાજનો સ્ત્રોત ન ખબર પડવાને કારણે હાર્મોનનો સ્ત્રાવ થાય છે અને તેના કારણે અનેક શારીરિક બદલાવ થાય છે. જેમ કે પરસેવો વળી જવો, આંખો પહોળી થઇ જવી, ચેહરો અને હોઠ સફેદ થઇ જવા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શા માટે આપણને અમુક ખાસ અવાજથી લાગે છે ડર? આ વિશે તમારે જાણવું છે ખૂબ જરૂરી કારણકે…"
ટિપ્પણી પોસ્ટ કરો