ખેડૂતો માટે લાપસીના આંધણ મુકવા જેવા સમાચાર, જાણો ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને નીતિન પટેલે શું કરી મોટી જાહેરાત

છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે તાજેતરમાં થયેલા ભારે વરસાદથી જે ખેડૂતોને નુકસાની ગઈ છે તેનું વળતર આપવામાં આવશે. ખેડૂતોના નુકસાનનો સર્વે કરવામાં આવશે અને તેના અનુસાર તેમને સહાય આપવામાં આવશે.

image source

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડુતોના સર્વાંગી વિકાસ માટે “સાત પગલાં ખેડૂત કલ્યાણના.’ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. એજ રીતે કરા, માવઠુ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ખેડૂતોને બેઠા કરવા તથા આર્થિક રીતે સદ્ધર કરવા માટે રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે.

image source

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડુતોના હિતમાં ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવામાં આવે છે. કોરોના પગલે નાના વ્યવસાયકારોની મુશ્કેલી દુર કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ રાજ્યભરમાં કરોડો રૂપિયાની લોન બે ટકાના વ્યાજ દરે આપવામાં આવી છે. આ યોજનામાં નાગરિકો વતી છ ટકા વ્યાજ સરકાર દ્વારા ચુકવાવમાં આવે છે.

image source

નાયબ મુખ્યમંત્રીએ રૂ.૪૦.૮૨ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગના સંયુકત સહયોગથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણથી ડાંગરવા રસ્તા પર નિર્મિત રેલ્વે ઓવબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

image source

આ રેલ્વે ઓવરબ્રિજ બનવાથી ડાંગરવા અને ઝુલાસણ ગામના નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે. કડી કોટન માર્કેટયાર્ડ ખાતે કોટન ટેસ્ટિંગ લેબોરેટરી રૂમનું નીરીક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. ખેડુત સંમેલનમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ વરસાદી વીજળીથી મૃત્યુ પામેલ પશુઓના માલિક લાભાર્થીને ચેક સહાય અપાઇ હતી.

image source

રાજ્યમાં અવિરત વરસાદ યથાવત છે. અત્યાર સુધીમાં સરેરાશ 120 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી વધુ આ વર્ષે કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો છે. હાલ જે વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. જો કે જે જગ્યાઓએ પુરની સ્થિતિ છે ત્યાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. હાલ રાજ્યમાં વરસાદના કારણે લીલા દુકાળ જેવી સ્થિતિ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ખેડૂતો માટે લાપસીના આંધણ મુકવા જેવા સમાચાર, જાણો ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને નીતિન પટેલે શું કરી મોટી જાહેરાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel