ગણેશ વિસર્જન પછી ચમકી ઉઠી આ રાશિના લોકોની કિસ્મત, ખુબ જ શુભ રહેવાનું છે આ અઠવાડિયું, મળશે સારી સફળતા
અનંત ચૌદશના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાનું વિધિ વિધાનથી સ્થાપન કરે છે. પછી તેને પૂરા આદર સત્કાર સાથે એક, ત્રણ, પાંચ કે દસ દિવસ સુધી પોતાના ઘરમાં રાખે છે અને ત્યારબાદ વિસર્જન કરાય છે. આ ૧૦ દિવસ ગણેશજીની પૂજા માટે ખુબ જ ખાસ હોય છે. હવે ગણેશજી નો ઉત્સવ પણ પૂરો થઇ ગયો છે, પરંતુ ગણેશજી વિસર્જન પછી અમુક રાશિના જીવનમાં સફળતા લાવી શકે છે. તો ચાલો જાણી લઈએ એ રાશિના લોકો વિશે..
વૃષભ રાશિ
આ રાશિના લોકો માટે ભગવાન ગણેશજી ની કૃપાથી ભાગ્ય મજબુત રહેશે. વિશેષ રૂપથી જે લોકો નોકરી કરતા હોય એમને અધિકારી વર્ગ ના લોકોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે, પારિવારિક જીવનમાં જે પણ પરેશાનીઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે એનું સમાધાન થઇ શકે છે. અઠવાડિયા ની શરૂઆતમાં જો આપ બીજાના સહકારની અપેક્ષા રાખતા હોય તો મળી શકે છે. તમારું ધ્યાન મોટાભાગે તમારા કામની ગુણવત્તા પર કેન્દ્રિત રહેવાથી તમે સ્પર્ધાત્મક માહોલમાં ટકી શકશો.
કર્ક રાશિ
અઠવાડિયાની શરૂઆતમાં આપના અંગત જીવનમાં વિક્ષેપો સર્જાતા ટાળવા માટે તમારે સંબંધોને વધુ જીંવત રાખવાનો પ્રયાસ કરવો પડશે. પ્રિયપાત્ર કે જીવનસાથી તરફથી પુરતો પ્રતિભાવ ના મળે તો તેમની વાસ્તવિક સ્થિતિને સમજવાનો અને તેનો ઉકેલ લાવવા માટે મદદરૂપ થવાનો પ્રયાસ કરવો. આનાથી તમારી વચ્ચે લાંબાગાળાનું સામીપ્ય વધશે.
કન્યા રાશિ
સપ્તાહની શરૂઆતમાં કન્યા રાશિના લોકો નો સમય અતિ ઉત્તમ રહેવાનો છે. ભગવાન ગણેશજી ની કૃપાથી પરિવાર અને સંતાન થી તમને ખુશીઓ પ્રાપ્ત થશે. આવનારા દિવસોમાં સારો ફાયદો થશે.. આ રાશિના લોકોને અચાનક ધન લાભ પ્રાપ્તિ ના યોગ બની રહ્યા છે. પરિવારનું વાતાવરણ સુમેળભર્યું રહેશે. નોકરી કે ધંધામાં સ્પર્ધાનો સામનો કરવો પડે પરંતુ તમારી કાર્યનિષ્ઠાના કારણે તમે ક્યાંય પાછા નહીં પડો. વિદ્યાર્થી જાતકો માટે સમય સારો છે પરંતુ ઇતરપ્રવૃત્તિઓમાં બહુ ધ્યાન આપવું નહીં. સ્વાસ્થ્ય માટે ખાસ કરીને સપ્તાહના મધ્યમાં કાળજી લેવી.
વૃશ્ચિક રાશિ
સપ્તાહની શરૂઆતમાં વૃશ્ચિક રાશિના લોકનો સમય પહેલા ના દિવસો થી ઉત્તમ રહેવાનો છે, કોઈ યાત્રા દરમિયાન તમને ધન લાભ મળી શકે છે. ભગવાન ગણેશજી ની કૃપાથી કાર્યસ્થળ માં સફળતા પ્રાપ્તિ ના પુરા યોગ બની રહ્યા છે અને આવનારો સમય શુભ રહેવાનો છે. સ્નેહીજનો અને મિત્રોનો સાથ-સહકાર તેમ જ તેમની સાથેના મધુર સંબંધો પણ જળવાઈ રહેશે. સપ્તાહના મધ્યમાં બીમાર દર્દીએ નવી સારવારથી ફાયદો થઇ શકે છે. નાણાંકીય આયોજનો ધીમે ધીમે પાર પડતા આપને ભાગ્ય સામે વધુ પડતી ફરિયાદ નહીં રહે.
સિંહ રાશિ
સપ્તાહની શરૂઆતમાં મનમાં તણાવ લાગે જેની આપના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આપે પોષણયુક્ત આહાર આરોગવો જોઇએ. આ સમયગાળામાં સ્વસ્થ રહેવા માટે યોગ્ય જીવનશૈલી અનુસરવી ખૂબ આવશ્યક છે. પ્રોફેશનલ મોરચે પણ તમારે વધુ કામ કરવાની તૈયારી રાખવી પડશે. કામકાજના સ્થળે આંતરિક ટાંટિયાખેંચથી બચવા તમારે વધુ પ્રોફેશનલ બનવું પડશે. સપ્તાહ અંતિમ ચરણમાં આપનો અંતર આત્મા આપને દૈનિક કાર્યોથી અલગ કરવા માટે પ્રોત્સાહન આપશે. તેનાથી આપના આધ્યાત્મિક જ્ઞાનની ક્ષિતિજોનુ વિસ્તરણ થશે. સેવા તેમજ ચેરીટી કાર્યોમાં વધુ ખર્ચ કરીને તમે સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરશો.
કુંભ રાશિ
આ સપ્તાહે શરૂઆત થોડી પ્રતિકૂળ છે. ખાસ કરીને તમે કોઇપણ બાબતે અતિ ઉતાવળ કે અતિશયોક્તિમાં ના આવતા અન્યથા તમારા પગલાં, વિચારો કે શબ્દોનું ખોટુ અર્થઘટન થાય અથવા તમારાથી નુકસાનદાયક ખોટો નિર્ણય લેવાઇ જાય તેવું બની શકે છે. શરૂઆતમાં તમે કોઇપણ નવું કામ કરવાના બદલે ધીરજ અને શાંત ચિત્ત સાથે યથાસ્થિતિ જાળવી રાખો તે બહેતર છે. સપ્તાહના મધ્યથી આપ સામાજિક અને જાહેર જીવનના ક્ષેત્રે સરાહના મેળવશો. સપ્તાહના મધ્યથી પ્રિયપાત્ર સાથે સંબંધો ઘણા સારા રહે અને તેમના થકી સુખ અને આનંદની પ્રાપ્તિ થઇ શકે છે..
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "ગણેશ વિસર્જન પછી ચમકી ઉઠી આ રાશિના લોકોની કિસ્મત, ખુબ જ શુભ રહેવાનું છે આ અઠવાડિયું, મળશે સારી સફળતા"
ટિપ્પણી પોસ્ટ કરો