વધી ગયેલા અને લચી પડેલા પેટથી છૂટકારો મેળવવા ફોલો કરો આ ટિપ્સ, માત્ર અઠવાડિયામાં મળી જશે રિઝલ્ટ
તમારા પેટમાં જામેલી ચરબીને દૂર કરવા માટે આ ટીપ્સને અનુસરો
જાડાપણું એ દર 5 માંથી 3 લોકો માટે ગંભીર મુશ્કેલીનું કારણ બને છે.તે શરીરની આકૃતિને તો બગાડે જ છે, પરંતુ તે અન્ય ઘણા જોખમી રોગોને પણ આમંત્રણ આપે છે.વધતા જતા વજનને યોગ્ય સમયે નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વજનમાં ઘટાડો થશે તો જ તમે લાંબું જીવન તંદુરસ્ત રીતે જીવી શકશો.વજન ઘટાડવા માટે,વ્યાયામ અને જીમમાં કસરત કરવી એ જાડાપણું દૂર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોને જીમમાં જવા માટે પૂરતો સમય નથી અથવા કેટલાક લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે જીમમાં લાંબી કસરત કરવામાં અસમર્થ હોય છે.આવા લોકો માટે અમે ફાયદાકારક ટીપ્સ લઈને આવ્યા છીએ. પણ તે માટે તમારે ફક્ત તમારું ડાઈટ બરાબર કરવું પડશે.તો ચાલો આજે અમે તમને જણાવીએ કે જે લોકો જીમમાં નથી જતા તેવસ લોકો કેવી રીતે ઝડપથી વજન ઘટાડી શકે છે.
1.વધુ પાણી પીવો

સૌ પ્રથમ તમારી દિનચર્યામાં પાણીને મહત્વ આપો.તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ.સૌથી પેહલા તમે પાણી થોડું ગરમ કરો,ત્યારબાદ તેમાં મધ નાખી તે પાણીનું સેવન કરવું જોઈએ અથવા તો તમે લીંબુનું પાણી અને ફુદીનાનાં પાણીનું સેવન પણ કરી શકો છો.કારણ કે તે શરીરમાંથી ઝેરી પદાર્થોને ઝડપથી બહાર કાઢવામાં મદદગાર છે,જેનાથી વજન પણ ઝડપથી ઓછું થાય છે.તમે આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 10 થી 15 ગ્લાસ પાણી પીવો.
2. લીલી શાકભાજી ખાઓ

તમારે તમારું જાડાપણું દૂર કરવા માટે લીલા શાકભાજી ખાવા જોઈએ.કારણ કે લીલા શાકભાજીમાં વિટામિન અને મિનરલ્સ પુષ્કળ હોય છે.તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે આ પાણીથી ભરપુર શાકભાજીઓ ઝડપથી વજન દૂર કરવામાં મદદગાર છે.તમે આ માટે કાકડી અને કોબી પણ ખાય શકો છે.
3. ઓમેગા -3 ફેટી એસિડ્સ
ઓમેગા 3 ફેટી એસિડ્સ શરીર માટે ખૂબ ફાયદાકારક છે.માંસાહારી લોકો ઓમેગા-3 ફેટી એસિડ્સ માછલી દ્વારા લઈ શકે છે અને શાકાહારી લોકો ડ્રાયફ્રુટ ખાય શકે છે.જેમ કે અખરોટ,બદામ વગેરે.
4. સવારે કાચું લસણ ખાઓ

દરરોજ લસણની બે થી ત્રણ કળીઓ ખાવી તમારા માટે ખૂબ ફાયદાકારક છે.આને કારણે વજન ઝડપથી ઘટી જાય છે,લોહીનો પ્રવાહ સારો રહે છે અને એસિડિટીની કોઈ સમસ્યા નથી.દરરોજ સવારે લસણની કળીઓ ખાવાથી હૃદયને લગતી કોઈ સમસ્યા થતી નથી.
5-ફાયબરથી ભરપૂર ખોરાક લો

પેટની સંગ્રહિત ચરબી ઘટાડવા માટે,તમારા આહારમાં સંતુલન રાખવું સૌથી મહત્વપૂર્ણ છે.તમારા આહારમાં એવી ચીજોનો સમાવેશ કરો જે ફાઇબરથી ભરપૂર હોય.જેમ કે ગાજર અને કઠોળ,કારણ કે ગાજરમાં જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે,તેથી કઠોળ પણ પોષક તત્વોનો ખજાનો છે.તમે આ બંનેને સલાડ તરીકે પણ ખાય શકો છો.તમારા જમવાના સમયથી 30 મિનિટ પહેલાં તમે આ સલાડનું સેવન કરીને તમારા પેટમાં રહેલી ચરબીને ઝડપથી ઘટાડી શકો છો.આ સાથે ગ્રીન ટી અથવા લીંબુ ચા પણ તમારી ચરબી ઓછી કરવા માટે મદદગાર સાબિત થઈ શકે છે.
6- અજમાવાળું પાણી

પેટમાં જમા થયેલી ચરબી દૂર કરવા માટે અજમો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જો તમને અજમોના ભાવતો હોય તો આ માટે તમે આજમાવાળા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો.તે પેટની ચરબી ઘટાડવામાં મદદગાર છે.આ માટે તમારે રાત્રે એક કપ પાણીમાં અજમો પલાળીને સવારે ઉઠીને આ પાણીને ખાલી પેટ પર પી શકો છો.
7- તજ પણ ફાયદાકારક છે

તમે સાંભળ્યું હશે કે તજ ડાયાબિટીઝમાં ખૂબ ફાયદાકારક છે,પણ શું તમે જાણો છો કે તજ તમારાં વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.તેથી જો તમે ડાયાબિટીઝમાં વજન ઘટાડવા વિશે વિચારી રહ્યાં છો,તો તજ તમારા માટે ફાયદાકારક રહેશે.આ માટે તમારે મધની પણ જરૂર પડશે.જો તમે તજ અને મધ મિક્સ કરો તો તે પેટ પરની ચરબી ઝડપથી ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે,પણ આ માટે તમારે એકવાર તમારા ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "વધી ગયેલા અને લચી પડેલા પેટથી છૂટકારો મેળવવા ફોલો કરો આ ટિપ્સ, માત્ર અઠવાડિયામાં મળી જશે રિઝલ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો