ભૂપેન્દ્ર ચુડાસમાએ કરી દીધી ફાઈનલ જાહેરાત, ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઈ ચાલતી તમામ અવઢવનો આવ્યો અંત
જ્યારથી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાત સરકારે ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું.

આમ, લગભગ 6 મહિનાથી સ્કૂલો બંધ છે. ત્યારે હવે વાલીઓને પણ પ્રશ્ન સતાવતો હતો કે આખરે શાળાઓ ખુલવાની છે કે કેમ, ત્યારે હવે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ મામલે મોટી જાહેરાત કરી છે. હવે ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે. મતલબ હવે દિવાળી સુધી ગુજરાતમાં શાળાઓ નથી ખુલવાની. આ પેહલા કેન્દ્ર સરકારે ગાઇડલાઈન જાહેર હતી એમાં ધોરણ ૯ થી ૧૨ સુધી નિયમો સાથે શાળા ખોલવાની મંજૂરી આપી હતી.
દિવાળી સુધી સ્કૂલો બંધ

આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજીયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય.
કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ 9 થી 12માં મરજીયાત વાલી મંજૂરી સાથે બાળકને સ્કૂલે જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે. જો કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બે દિવસ પહેલાં કહ્યું હતું કે સ્કૂલો દિવાળી સુધી બંધ રાખવી કે નહીં તે હાલ નક્કી નથી. 21મીથી સ્કૂલમાં માત્ર માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને બોલાવવા અને બોલાવવા તો કઇ રીતે બોલાવવાનો તેનો નિર્ણય સરકાર ચાલુ સપ્તાહે કરશે.
દિવાળી બાદ શરૂ થશે તો પણ આટલા ફેરફાર કરશે

જો દિવાળી બાદ સ્કૂલ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય બનશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એ સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે એના આધારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હાલમાં કોઈ પાક્કી ખાતરી કરવામાં આવી નથી.
હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 50 લાખને પાર થઈ ગયો છે. અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે, જ્યાં 50 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. એક સમયે ભારતનો નંબર ૫ પછી હતો જ્યારે આજે વિશ્વમાં બીજા નંબર પર આવી ગયો છે. અહીં દર 10 લાખ લોકોમાં 42 હજાર લોકોની તપાસ થઈ રહી છે અને તેમાંથી 3500 લોકો પોઝિટિવ મળી રહ્યાં છે. સંક્રમણ વધવાની ગતિ જો આમ જ રેહશે તો ઓક્ટોબર મહિના સુધી અમેરિકાને છોડીને વિશ્વમાં સૌથી વધુ દર્દીઓ ભારતમાં હશે એક એવી પણ શંકા જતાવવામાં આવી રહી
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભૂપેન્દ્ર ચુડાસમાએ કરી દીધી ફાઈનલ જાહેરાત, ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઈ ચાલતી તમામ અવઢવનો આવ્યો અંત"
ટિપ્પણી પોસ્ટ કરો