ચહેરાની સુંદરતામાં કુદરતી રીતે વધારો કરવો હોય તો આ એક્સેસાઇઝ છે બેસ્ટ, જાણો અને ઘરે કરો તમે પણ
દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેની ત્વચા કુદરતી રીતે સુંદર રહે.એમ તો સ્ત્રીઓ તેમના ચહેરાની સુંદરતાને વધારવા માટે મેક-અપનો ઉપયોગ કરે જ છે,પરંતુ જો તમે આ એક્સરસાઇઝની મદદ લેશો,તો પછી તમે મેકઅપ કર્યા વિના પણ કુદરતી રીતે ગ્લો કરી શકો છો.

જો તમારા ગાલમાં ખાડા પડી ગયા છે,તો તમારે ફુગ્ગા ફુલાવવા જોઈએ.તે તમારા ચહેરા માટે પણ એક શ્રેષ્ઠ એક્સરસાઇઝ માનવામાં આવે છે અથવા તમારા મોંમાં હવા ફરો અને બંને ગાલની આજુ-બાજુ ફેરવો,પછી તે હવા મોંમાંથી કાઢો.આ એક્સરસાઇઝ પણ તમારા ચેહરા માટે ફાયદાકારક રહેશે.
વધતી ઉમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાય છે.જો તમારા કપાળ પર કરચલીઓ છે,તો તમારા આઈબ્રોને ઊંચા કરો અને હવે તે આઈબ્રો પર આંગળીઓ દ્વારા મસાજ કરો.

ચેહરા પરની વધુ કરચલીઓ દૂર કરવા માટે લોયન ફેસ આસાન પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.આ માટે,તમારા શ્વાસ ધીમે ધીમે પકડો.તમારી જીભને શક્ય તેટલી બહાર કાઢો અને તમારી આંખો સંપૂર્ણ ખોલો. 60 મિનિટ માટે આ મુદ્રામાં રહો.આનાથી ચહેરાના લોહીનો પ્રવાહ વધે છે.
જો સતત કામને કારણે તમારી આંખો હેઠળ કાળા વર્તુળો થઈ ગયા છે,તો અહીં જણાવેલી કસરત કરો.આ માટે,તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો અને શક્ય હોય ત્યાં સુધી તમે આ સ્થિતિમાં જ રહો.આ કરવાથી, આંખોની નજીક લોહીનો પ્રવાહ વધે છે,જે કાળા વર્તુળોને દૂર કરે છે.

તમારા ચેહરામાં ગ્લો વધારવા માટે તમે ફિશ ફેસ બનાવી શકો છો.આ માટે પ્રથમ તમે પદ્માસનની મુદ્રામાં જમીન પર બેસો.પછી આંખો બંધ કરો.હવે તમારા ગાલ અને હોઠને અંદરથી ખેંચો અને તમારા મોંનો માછલીની જેમ આકાર કરો.થોડીક સેકંડ માટે આ કરો અને પછી સ્માઈલ કરો.આ યોગ પ્રક્રિયાને બે થી ત્રણ વાર પુનરાવર્તિત કરો.

જો તમારા ગાલ વધુ ફૂલી ગયા છે,તો એ માટે તમે આરામથી બેસો અને શક્ય તેટલી વધુ સ્માઈલ આપો.પછી તમારા બંને હાથની આંગળીને તમારા ગાલ પર રાખો.તમારી આંગળીઓની મદદથી તમારા ગાલ તમારી આંખો તરફ ખેંચો.તમારા ગાલને થોડીક સેકંડ માટે આંખો તરફ રાખો.પછી તમારા ગાલને છોડી દો,થોડો સમય આરામ કરો પછી તમારા ચહેરા માટે આ કસરતને બે થી ત્રણ વાર પુનરાવર્તિત કરો.

જો તમારી ડોક પર કરચલીઓ વધી છે અથવા તો તમારી ડોક જાડી થઈ ગયા છે.તો એ માટે તમે પહેલા આરામથી બેસો અથવા ઉભા રહો.હવે તમારી કરોડરજ્જુ અને ખભા સીધા રાખો.પછી તમારા માથાને ઘડિયાળની દિશામાં અને વિરોધી ઘડિયાળની દિશામાં શક્ય તેટલી વાર ફેરવો.થોડા-થોડા સમયમાં આ એક્સરસાઇઝ બે થી ત્રણ વખત કરો.

જો તમારા ચેહરા પર ગાલ,હોઠ અને કપાળ પરની ચરબી વધી ગયા છે.તો એ માટે પહેલાં તમે આરામથી બેસો અને પછી શક્ય તેટલું મોં ખોલો અને તમારી જીભને નીચેના દાંત સાથે ચોંટાડો.પછી આ સ્થિતિમાં જડબાને નરમાશથી ખસેડો,એવી રીતે જાણે તમે કંઈક ચાવતા હોવ.આ પ્રક્રિયાને થોડા સમય માટે કરો અને પછી ધીમે ધીમે તમારી પ્રારંભિક સ્થિતિમાં પાછા આવો.થોડીક સેકંડ આરામ કર્યા પછી આ યોગ બે થી ત્રણ વાર કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ચહેરાની સુંદરતામાં કુદરતી રીતે વધારો કરવો હોય તો આ એક્સેસાઇઝ છે બેસ્ટ, જાણો અને ઘરે કરો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો