તો શું આ મજબુરીના લીધે અક્ષય કુમારને તોડવું પડ્યું પોતાનું ૧૮ વર્ષ જુનો આ નિયમ, ચૌકી જશો હકીકત જાણીને.
તો શું આ મજબુરીના લીધે અક્ષય કુમારને તોડવું પડ્યું પોતાનું ૧૮ વર્ષ જુનો આ નિયમ, ચૌકી જશો હકીકત જાણીને.
કોરોના (Corona) વાયરસ સંક્રમણની મહામારીના કારણે આખી દુનિયામાં લોકો હેરાન છે. રોજ ઘણા બધા લોકો આ વાયરસનો શિકાર થઈ રહ્યા છે અને કેટલાક લોકોએ તો કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે મૃત્યુ પણ પામ્યા છે. ભારતમાં લોકોની સુવિધા માટે પૂરી રીતે અનલોકની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સામાન્ય લોકોઈ જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ પોતપોતાના કામ પર પાછા ફર્યા છે. આ દરમિયાન અક્ષય કુમાર (akshay kumar) ને લઈને એક ચોકાવનાર ખબર સામે આવી છે. ખરેખરમાં, અક્ષય કુમારે પોતાના માટે બનાવેલ એક નિયમને તોડી દીધો છે, જેને અક્ષય કુમાર છેલ્લા ૧૮ વર્ષથી ફોલો કરી રહ્યા હતા. હાલમાં અક્ષય કુમાર લંડનમાં પોતાની અપકમિંગ ફિલ્મની શુટિંગ કરી રહ્યા છે.

કદાચ ઓછા જ લોકો જાણે છે કે, અક્ષય કુમાર ફક્ત ૮ કલાક જ કામ કરે છે અને બાકીનો સમય તેઓ પોતાના પરિવારની સાથે વિતાવવાનું પસંદ કરે છે. પરંતુ હવે એક મજબુરીના લીધે તેમણે પોતાનો નિયમ તોડી દીધો છે.

અક્ષય કુમારએ પોતાની અપકમિંગ ફિલ્મ ‘બેલબોટમ’ માટે ૧૮ વર્ષથી પાલન કરી રહેલ એક નિયમને તોડી દીધો છે. અક્ષય કુમારે પોતાના કરિયરમાં પહેલીવાર ડબલ શિફ્ટ કરવાના છે.

ખરેખરમાં, અક્ષય કુમાર શુટિંગ માટે સ્કોટલૅન્ડ ગયા છે અને ત્યાં ૧૪ દિવસ માટે અક્ષય કુમારને ક્વોરેન્ટાઇનમાં રહેવું પડ્યું. ૧૪ દિવસ સુધી શુટિંગ નહી કરવાના કારણે ફિલ્મના બજેટ પર અસર ના પડે એટલા માટે અક્ષય કુમાર ડબલ શિફ્ટમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મના પ્રોડ્યુસર જેકી ભગનાનીએ આ વિષે વાત કરતા જણાવે છે કે, અક્ષય સરની સાથે કામ કરીને ઘણું સારું લાગી રહ્યું છે. તેઓ બધાની વિષે વિચારે છે. આખા યુનિટની સેફટી, શેડ્યુલથી લઈને પ્રોડ્યુસર્સ વિષે પણ. અક્ષય સર ૧૮ વર્ષમાં પહેલી વાર ડબલ શિફ્ટ કરી રહ્યા છે. તો જયારે તેમણે અમને બે યુનિટ્સનું સૂચન આપ્યું તો અમે બધા ચૌકી ગયા અને આ સાથે જ ઉત્સાહિત પણ હતા. કામને લઈને તેમની એનર્જી જોઇને બાકીની ટીમ પણ ખુબ પ્રેરિત થઈ છે.

રીપોર્ટસના જણાવ્યા મુજબ ફિલ્મની શુટિંગ બ્રિટનમાં ડબલ શિફ્ટમાં શરુ થઈ ગઈ છે બધા પૂરી મહેનતથી કામ કરી રહ્યા છે જેથી કરીને ફિલ્મનું જે બજેટ પહેલાથી નક્કી હતું તેમાં જ ફિલ્મની શુટિંગ થઈ શકે.

આપને જણાવીએ કે, ફિલ્મ ‘બેલબોટમ’માં ૮૦ના દશકના દ્રશ્ય જોવા મળશે. આવામાં ફિલ્મ સેટથી લઈને કપડા સુધી વર્ષ ૧૯૮૦ ના મુજબ જ ડીઝાઇન કરવામાં આવ્યા છે. અક્ષય કુમાર સિવાય લારા દત્તા, વાણી કપૂર અને હુમ કુરૈશી મુખ્ય રોલમાં જોવા મળશે.

આપને જણાવીએ કે, અક્ષય કુમાર બોલીવુડના સૌથી વ્યસ્ત સ્ટાર્સ માંથી એક છે. વર્ષમાં ૫ થી ૬ ફિલ્મોનું શુટિંગ પૂરી કરનાર અક્ષય કુમાર આખું વર્ષ કામ કરે છે. પરંતુ તેઓ ફિલ્મ કરતા પહેલા જ આ શરત રાખી દેતા હોય છે કે, તેઓ એક દિવસમાં ફક્ત ૮ કલાક જ કામ કરશે.

આપને જણાવીએ કે, સ્કોટલૅન્ડમાં અક્ષય કુમારને તેમના પરિવારનો સાથ પણ મળ્યો છે. વીતેલ દિવસોમાં અક્ષય કુમારે પોતાના દીકરા આરવનો ૧૮મો જન્મદિન પણ પરિવારની સાથે સ્કોટલૅન્ડમાં જ સેલીબ્રેટ કર્યો હતો.
Source: asianetnews
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તો શું આ મજબુરીના લીધે અક્ષય કુમારને તોડવું પડ્યું પોતાનું ૧૮ વર્ષ જુનો આ નિયમ, ચૌકી જશો હકીકત જાણીને."
ટિપ્પણી પોસ્ટ કરો