એક સમયે કાળા રંગની મજાક ઉડાવતાં લોકો, પછી યુવકે એવું કામ કર્યું કે બધા સલામી આપે છે, જાણો સમગ્ર કહાની

આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે ખરેખર રંગ એ માણસનું કેરેક્ટ કે પછી માણસની ઓળખાણ નક્કી નથી કરતું. પરંતુ અહીં ઘણા લોકો એવા છે કે જે પ્રેમ પણ રંગ જોઈને જ કરે છે. ત્યારે જે લોકો રંગને જ વધારે મહત્વ આપે છે એવા માણસો માટે એક સરસ ઉદાહરણ સામે આવ્યું છે.

એટલી કુમારનું આખું નામ અરુણ કુમાર છે

image source

ત્યારે હાલમાં જ આ રંગભેગના કિસ્સાને લાફો ચોડતો એક કિસ્સો સામે આવ્યો છે અને બધાએ મજાક કરવાનું બંધ કરી દીધું છે. એટલી કુમાર દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા ડાયરેક્ટર છે. 21 સપ્ટેમ્બર, 1986ના તમિલનાડુના મદુરૈમાં જન્મેલા એટલી કુમારનું આખું નામ અરુણ કુમાર છે.

‘રાજા રાની’ માટે બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર માટે વિજય અવૉર્ડ પણ મળ્યો

image source

2013માં અરુણ કુમારે ‘રાજા રાની’ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખૂબ સારો બિઝનેસ કર્યો હતો. પહેલી ફિલ્મથી એટલીને ખૂબ જ લોકપ્રિયતા મળી. તેમને ‘રાજા રાની’ માટે બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર માટે વિજય અવૉર્ડ પણ મળ્યો હતો. તે સાધારણ કદ-કાઠી, પાતળા શરીર અને શામળા રંગના દેખાય છે અને જેના કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે.

જાણીતા ડાયરેક્ટર એસ શંકર સાથે પાંચ વર્ષ સુધી કામ કર્યું.

image source

સરકારી નોકરીના ફાયદાવાળા મીમ બનાવીને એટલીને ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ આ કોઈ વાતનો તેના પર ફરક નથી પડતો. ડાયરેક્શનમાં ડેબ્યૂ કરતા પહેલા એટલી કુમારે જાણીતા ડાયરેક્ટર એસ શંકર સાથે પાંચ વર્ષ સુધી કામ કર્યું. આસિસ્ટન્ટ ડિરેક્ટર કુમારે પોતાની આગામી ફિલ્મ Nanban (2012)માં તેની સાથે કરવાનું ચાલુ રાખ્યું. જે હિન્દી ફિલ્મ 3 ઈડિયટ્સની રિમેક હતી. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ એપલ પ્રોડક્શન શરૂ કર્યું અને ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોઝ સાથે પોતાની પહેલી ફિલ્મ ‘Sangili Bungili Kadhava Thorae’ બનાવી. ત્યારબાદ એટલીએ અભિનેત્રી કૃષ્ણા પ્રિયા સાથે 2014માં લગ્ન કર્યા હતા. બંને લગભગ 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. જે બાદ તેમણે પોતાના સંબંધોને લગ્નનું નામ આપી દીધું.

2014માં થયા સુંદર અભિનેત્રી સાથે લગ્ન

image source

2014માં થયેલા તેમના લગ્નમાં સાઉથ ઈન્ડિયાની દિગ્ગજ હસ્તીઓએ શિરકત કરી હતી. કૃષ્ણા પ્રિયા મશહૂર ટીવી એક્ટ્રેસ છે અને અનેક સીરિયલ્સમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે. આ ઉપરાંત તે સાઉથની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’માં દિવ્યા મહાલિંગમના કેરેક્ટરમાં જોવા મળી ચૂકી છે. એ સિવાય એટલી કુમારની વાત કરીએ તો તેમણે મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બિગિલ’નું ડાયરેક્શન કર્યું છે. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે હવે લોકો તેના પ્રોફેશનન અને પેશનને જોઈ રંગ સામે નથી જોતા. તેની મજાક કરવાનું પણ હવે લોકોએ બંધ કરી દીધું છે અને એક આદરભાવ સાથે તેને જોવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "એક સમયે કાળા રંગની મજાક ઉડાવતાં લોકો, પછી યુવકે એવું કામ કર્યું કે બધા સલામી આપે છે, જાણો સમગ્ર કહાની"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel