આ વિચિત્ર હોટલમાં જમવા માટે આપવો પડે છે ઈશારામાં ઓર્ડર
દુનિયામાં એવા ઘણા વિચિત્ર રેસ્ટોરન્ટ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. ક્યાંક લોકો જેલની જેમ બનેલા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાય છે તો ક્યાંક ઝાડ ઉપર અને પાણીની નીચે રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે. ચીન હંમેશા તેની અવનવી, અજીબ અને સાવ ચિતરી ચઢે તેવી વિચિત્રતાને લઈને ચર્ચામાં રહે છે.

આજકાલ લોકોને જોઈને જ ખાવાનું ગળે ના ઉતરે તેવી એક ડિશોનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ચીનમાં લોકો કઈ રીતે જીવતાં જ પ્રાણીઓની જયાફત ઉડાવે છે. પરંતુ આજે અમે તમને આવી એક વિચિત્ર રેસ્ટોરન્ટ વિશે જણાવીશું, જ્યાં બોલવાને બદલે જમવાનો ઓર્ડર આપવા તમારે માત્ર ઈશારો કરવાનો હોય છે. આ હોટેલનો મુખ્ય ઉદેશ્ય જાણીને તમને નવાઈ લાગશે. કારણે કે તેમનો મુખ્ય ઉદેશ્ય શાંભળવાની તકલીફ ધરાવતા લોકોને વધુને વધુ લોકો સમજી શકે અને તેમને વધુને વધુ રોજગાર મળી શકે.
સ્ટારબક્સ કોફી

હકિકતમાં આ વિચિત્ર રેસ્ટોરન્ટ ચીનના ગ્વાંગઝુમાં સ્થિત છે, જેનું નામ સાયલન્ટ કાફે છે. વિશ્વની પ્રખ્યાત ફૂડ ચેઇન કંપની સ્ટારબક્સ આ રેસ્ટોરન્ટ ચલાવે છે. આ રેસ્ટોરન્ટની વિશેષ વાત એ છે કે અહીં આવતા ગ્રાહકોએ બોલ્યા વિના પોતાનો ઓર્ડર આપવો પડે છે. તમે જે પણ ઓર્ડર કરવા માંગો છો, તમારા હાથના ઇશારાથી મેનૂ કાર્ડનો નંબર જણાવો, ઓર્ડર તમારી પાસે આવી જશે.
સાઈલેંટ કેફે

અહીંયા એક સુવિધા એ પણ છે કે જો ગ્રાહકો કર્મચારીઓને આવી કોઈ વાત સમજાવવામાં અસમર્થ હોય, તો તેઓ તેને નોટપેડ પર લખી શકે છે. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને કર્મચારીઓ વચ્ચે ડિજિટલ સંદેશાવ્યવહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું જ નહીં, રેસ્ટોરન્ટની દિવાલો પર સાંકેતિક ભાષાના સંકેતો અને ઈન્ડિકેટ પણ બનાવવામાં આવ્યાં છે જેથી તેનો અર્થ સરળતાથી સમજી શકાય. ખરેખર, આ રેસ્ટોરન્ટ ખોલવાનું લક્ષ્ય ગ્રાહકોની ભાષા ન શાંભળી શકનાર લોકોની ભાષાને સમજવા માટે પ્રેરિત કરવાનું છે.
સ્ટારબક્સ કોફી

તમને જણાવી દઈએ કે સ્ટારબક્સે તેની રેસ્ટોરન્ટમાં આવી ગોઠવણ કરી છે, કે શાંભળવાની તકલીફથી પીડાતા લોકોને ભવિષ્યમાં વધુને વધુ કામ મળી શકે.

આ રેસ્ટોરન્ટમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે જે સાંભળી શકતા નથી. સ્ટારબક્સ કંપની પહેલા પણ દુનિયામાં આવી રેસ્ટોરન્ટ ખોલી ચૂકી છે. સાયલન્ટ કાફે, મલેશિયા અને વોશિંગ્ટન ડીસી, યુએસએમાં પણ હાજર છે અને આ રેસ્ટોરન્ટ્સમાં પણ ઇશારાથી ઓર્ડર આપવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ વિચિત્ર હોટલમાં જમવા માટે આપવો પડે છે ઈશારામાં ઓર્ડર"
ટિપ્પણી પોસ્ટ કરો