ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઇ લેવાયો મોટો નિર્ણય: બધી જ અટકળોનો આવી ગયો અંત, સરકારે જાહેરાત કરી કે….
ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઇ લેવાયો મોટો નિર્ણય: બધી જ અટકળોનો આવી ગયો અંત, સરકારે જાહેરાત કરી કે….
લગભગ ૧૬ માર્ચથી ગુજરાતમાં કોરોના વાયરસનાં કારણે શાળાઓ અને કોલેજો બંધ છે. બધાને વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા કે હવે શાળા ક્યારે ખુલશે ત્યારે હવે કોરોનાના હાહાકારને કારણે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખુલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે
કોરોનાના કહેર વચ્ચે અટકળો વહેતી થઈ હતી કે ઓક્ટોબરથી શાળાઓ શરુ થશે. પરંતુ જે રીતે રોજે રોજ કેસ વધી રહ્યા છે તેને ઘ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી બાદ પણ શાળા શરુ થઈ જ જશે તેવું નથી. કારણ કે હજુ સરકારે પાક્કું કહ્યું નથી. જો બધી પરિસ્થિતિ કાબૂમાં હશે તો જ એ અંગે કઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ આ પેહલા જ્યારે કેન્દ્ર સરકારે ગાઇડલાઈન જાહેર કરી ત્યારે અમુક બાબતો કહી હતી કે જો શાળાઓ શરૂ થાય તો શું શું ધ્યાન રાખવું અને કયા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.
બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે. પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
-શાળા ખોલે એ પહેલાં શાળાનું આખું કેમ્પસ, ક્લાસરૂમ, લેબોરેટરી, બાથરૂમ વગેરેને સેનિટાઈઝ કરવાના રહેશે.
-કોરોના સમયમાં જે શાળા ક્વોરેન્ટિન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી તેવી બધી શાળાને વધારે સાવચેતી અને કાળજી સાથે કેમ્પસ સેનિટાઈઝ કરવું પડશે
-વિદ્યાર્થીઓને ભણાવવા માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લા વાતાવરણમાં પણ અભ્યાસ કરી શકાય છે.
– જો કોઈ શાળામાં વિદ્યાર્થીઓ માટે બાયોમીટ્રીક એટેન્ડેન્સ સિસ્ટમ હોય તો તેને બદલીને કોન્ટેક્ટલેસ એટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે.
-ક્વોરન્ટિન ઝોનમાંથી વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓ આવતા હોય તો શાળામાં એન્ટ્રી નહીં કરી શકે. નહી. સાથે જ કોઈ વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણ હોય તો પણ શાળામાં આવવાની મંજૂરી નહીં અપાય. કોઈ બિમાર માણસને અંદર આવવાની શખ્ત મનાઈ, એ પછી ભલે વિદ્યાર્થી, શિક્ષક કે શાળાનો કોઈ સ્ટાફ હોય.
-50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિંલિંગ માટે સ્કૂલે બોલાવી શકાશે.
શાળાએ જતાં બાળકોને આટલી વાતોનું રાખવું ખાસ ધ્યાન:
-મોઢા પર માસ્ક પહેરવું પડશે. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.ગમે ત્યાં કોઈ થૂકી નહીં શકે. સ્વાસ્થ્યનુંસ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે. જ્યાંજ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામા આવશે. વારંવાર હાથ ધોવા પડશે.
-સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે. જો શાળામાં AC લાગેલું હશે તો તેનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે. ACમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું
-કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે. તેમજ સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
– જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વીમિંગ પૂલ તો બંધ જ રહેશે.
-શિક્ષકો અને કર્મચારીઓને ફેસ માસ્ક, સેનિટાઈઝર વગેરે ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
– સાફ-સફાઈ કરતાં કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે. સફાઈ કામદારોને કામ પર લગાવતા પહેલા યોગ્ય તાલીમ આપવાની રહેશે.
-પલ્સપલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટીકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.
-પ્રેક્ટિકલના સમયે વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એક સાથે લેબોરેટરીમાં લઈ જઈ શકાશે નહીં. તેમજ વિદ્યાર્થી એકબીજા સાથે પોતાના પુસ્તકો, પેન્સિલ, પેન, પાણીની બોટલ વગેરે જેવી સામગ્રી આપી નહીં શકે..
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઇ લેવાયો મોટો નિર્ણય: બધી જ અટકળોનો આવી ગયો અંત, સરકારે જાહેરાત કરી કે…."
ટિપ્પણી પોસ્ટ કરો