ફજેતી થવા છતાં નથી સુધરવું ચીનને, તણાવ વધતા ૪૫ વર્ષ બાદ LAC પર ભારત ચીન સેના વચ્ચે ધડાધડ ફાયરિંગ
પાકિસ્તાનની નાપાક હરકતો અને ચીનની અવળચંડાઇ ઘણા સ સમયથી દુનિયા જોઈ રહી છે. પણ હવે એવું લાગી રહ્યું છે કે ચીનને બરાબરનો પાઠ ભણાવવો પડશે. કારણ કે હવે ચીન બધી જ મર્યાદા વટાવી ગયું છે. માહિતી મળી રહી છે કે ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા તણાવ વચ્ચે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં LAC પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે ફાયરિંગ થયું છે. મોટી ઘટના એટલા માટે છે કે 1975 બાદ પ્રથમવાર સીમા પર ભારત અને ચીન વચ્ચે ફાયરિંગની ઘટના બની છે.
આખી દુનિયા જાણે છે કે LAC પર ભારત અને ચીન વચ્ચે ઘણા લાંબા સમયથી તાણવ ચાલી રહ્યો છે. સાથે જ અનેક વખત વિશ્વના મીડિયામાં ચીનની ફજેતી પણ થઈ છે. ત્યારે હવે ફરી એકવાર સૂત્રોનું માનીએ તો ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જે બાદ ભારત તરફથી પણ જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર હાલમાં બોર્ડર પર સ્થિતિ નિયંત્રણમાં છે.
હજુ ગઇ કાલે સાંજે જ સમાચાર આવ્યા હતા કે જ્યારે ચીન પર ભારતે જવાબી કાર્યવાહી કરી તો શી જીનપિંગને મરચા લાગ્યા હતા. ત્યારે પણ એવી અટકળો ચાલી રહી હતી કે ચીન તરફથી કોઈ કાવતરું થઈ શકે છે. ત્યારે હવે PLA વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઈલીએ ખુલાસો કર્યો કે ભારતીય સેનાએ ગેરકાયદે પૈંગોંગ સરોવરના દક્ષીણ કિનારા પાસે શેનપાઓ પહાડમાં લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પાર કરી છે. ભારતીય સેનાના સૂત્રો તરફથી ખરાઈ કરવામાં આવી કે વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. માટે જવાબી કાર્યવાહી કરવી પડી.
ભારતીય સૈનિકોની છે પૂરી તૈયારી
હાલની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો સીમા પર તૈનાત સૈનિકને હા અલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારતે કાલા ટોપ અને હેલમેટ ટોપને પોતાના નિયંત્રણ લીધું છે ત્યારથી જ ચીની સેના ઊંચા નીચી થઈ રહી છે. અને હવે ચીની સૈનિક આ બંને પહાડ પરથી પર કબજો મેળવવા માટે આગળ વધી રહ્યા છે. પરંતુ તેની કોશિશ લગાતાર નિષ્ફળ જઈ રહી છે. કારણ કે આજે ફરીથી ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને પાછા ખદેડ્યા હતા.
શું આ કારણે ચીની સૈનિકોમાં ફફડાટ છે?
ભારતીય સેનાના જવાનોએ ચુસુલ સેકટરમાં 29/30 ઑગસ્ટના પેંગોંગ ઝીલના દક્ષિણ છેડેથી લઇ રિચિન લા સુધી તમામ ઊંચાઇવાળી જગ્યાઓ પર કબ્જો કરી લીધો છે. આ એ જ જગ્યા છે જ્યાં 1962ની સાલમાં ભારત અને ચીનની વચ્ચે યુદ્ધ થયુ હતું. ભારતીય જવાનોએ જે વિસ્તારો પર કબ્જો કર્યો છે તેને ગ્રે ઝોન કહેવાય છે અને તેના પર બંને દેશ પોતાનો દાવો કરે છે. અત્યાર સુધી તેના પર કોઇનો કબ્જો નહોતો. ભારતીય જવાઓ હવે આ પર્વતો પર કબ્જો કરી લીધો છે. આથી ચીનને મરચા લાગ્યા અને તે બરાબરનું ભડકયું છે.
પરંતુ હવે ભારતના સૈનિક ચીનના ખૂબ જ અગત્યના મોલ્ડો સૈન્ય બેઝ અને સ્પાંગુર ઝીલ પર સંપૂર્ણ રીતે નજર રાખવાની સ્થિતિમાં આવી ગયા છે. કારણ કે તે ગમે ત્યારે આગળ આવીને હુમલો કરી શકે છે. આ રીતે ભારતના સૈનિકો ચીનના કોઈપણ કાવતરાને સરળતાથી પકડી પાડે છે. અને કદાચ એના લીધે જ ચીન આટલી હદ વટાવી વિશ્વ સામે પોતાની જ ફજેતી કરાવી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ફજેતી થવા છતાં નથી સુધરવું ચીનને, તણાવ વધતા ૪૫ વર્ષ બાદ LAC પર ભારત ચીન સેના વચ્ચે ધડાધડ ફાયરિંગ"
ટિપ્પણી પોસ્ટ કરો