જો તમે નવું બાઇક લેવાનું વિચારી રહ્યા હોવ તો જલદી જોઇ લો 650 સીસી રોયલ ઈનફિલ્ડ ક્રુઝરની તસવીરો, સાથે જાણી લો કિંમત અને ખાસિયતો પણ

રોયલ ઈનફિલ્ડ હાલ પોતાની 650 સીસીની ક્રુઝર બાઈક પર કામ કરી રહી છે. જો કે કંપની પાસે પહેલાથી જ ઇન્ટરસેપટર અને કોન્ટિનેન્ટલ જીટી 650 ટ્વિન્સ છે. અને હવે કંપની આ એન્જીનને ક્રુઝર બાઇકમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તાજેતરમાં જ એક વીડિયોમાં ખુલાસો થયો હતો જેમાં બાઇકના ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. આ બાઇકને ચેન્નાઈના તમ્બારામ હાઇવે પર જોવામાં આવી હતી જે કંપનીની ફેક્ટરીથી 30 કિલોમીટર દૂર છે.

image source

જો કે આ સ્પાઇ વીડિયોમાં એ સ્પષ્ટ નથી થયું કે આ બાઈક ચેન ડ્રાઇવ છે કે બેલ્ટ ડ્રાઇવ. પરંતુ જો ઇન્ટરસેપટર અને કોન્ટિનેન્ટલ જીટી 650 ટ્વિન્સ સાથે સરખામણી કરવામાં આવે તો આ બન્ને બાઇકમાં ચેન ડ્રાઇવ સિસ્ટમ છે જે પાછળના વહીલમાં ડાબી બાજુ છે. જયારે ડિસ્ક બ્રેક સેટઅપ જમણી બાજુ છે. કદાચ આ નવી ક્રુઝર બાઇકમાં પણ આ પ્રકારનું સેટઅપ હોઈ શકે છે.

આ ક્રુઝર બાઈકની અન્ય ખાસિયતો આ મુજબ છે

image source

– નવી અપકમિંગ ક્રુઝર બાઈક 650 પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે જે ઇન્ટરસેપટર 650 અને કોન્ટિનેન્ટલ ટ્વિન્સ બેઝડ છે.

– આ બાઇકમાં 650 સીસીનું ઈન્જીન લગાવવામાં આવશે જેનો પાવર અને ટૉર્ક 650 ટ્વિન્સ જેટલો જ હશે.

image source

– 550 ટ્વિન્સની જેમ જ આ બાઇકમાં 270 ડિગ્રી ક્રેન્ક સોફ્ટ સાથે પેરેલલ ટ્વીન એન્જીન હશે. સાથે જ ફ્યુલ ઇન્જેક્શન, એયર ઓઇલ કુલિંગ અને 6 સ્પીડ મેન્યુઅલ ગેયર બોક્સ પણ હશે.

– 650 ક્રુઝર બાઇકમાં એસાઇડ ડાઉન ફોક્ર્સ મળશે જે પહેલી વખત કોઈ રોયલ ઈનફિલ્ડ બાઇકમાં આપવામાં આવ્યા છે.

– બાઇકમાં પ્રથમ વખાર ટ્વીન એગ્ઝાસ્ટ, નવી ડિઝાઇન, એલોય વહીલ અને પહોળા ટાયર જોવા મળશે.

image source

– નવી ક્રુઝર બાઇકમાં થંડરબર્ડની જેમ નીચેની તરફ નમેલી સીટ હશે. તસ્વીરોમાં તેના લીકવીડ કુલિંગ રેડિયેટર દેખાઈ રહ્યા હતા.

– આ બાઈકની પ્રથમ વખત તસવીરો જોતા જ એ રોયલ ઈનફિલ્ડ હાર્લે ડેવિડસન ફેટબોય જેવી બાઈક દેખાય છે.

– ક્રુઝર બાઈક્સની જેમ થંડરબર્ડની જેવા ફૂટ પેગાસ આપવામાં આવશે જેથી બાઈક ચલાવતા સમયે આરામદાયક મુસાફરીનો અનુભવ થાય.

– જો કે આ બાઈકની લોન્ચિંગને લઈને હજુ સુધી રોયલ ઈનફિલ્ડની તરફથી કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. એવું મનાય છે કે આવતા વર્ષે દિવાળી સુધીમાં તેને બજારમાં ઉતારવામાં આવશે.

image source

– આ બાઈકની કિંમત પણ ટ્વિન્સની જેમ મોંઘી હશે. ટ્વિન્સની કિંમત 2.65 લાખ રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધી છે, જયારે 2021 રોયલ ઈનફિલ્ડ 650 ક્રુઝરની કિંમત 3.5 લાખ રૂપિયાથી લઈને ચાર લાખ રૂપિયા દરમિયાન હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જો તમે નવું બાઇક લેવાનું વિચારી રહ્યા હોવ તો જલદી જોઇ લો 650 સીસી રોયલ ઈનફિલ્ડ ક્રુઝરની તસવીરો, સાથે જાણી લો કિંમત અને ખાસિયતો પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel