કોરોના કાળમાં અમદાવાદની સોસાયટીઓને ખાસ ફોલો કરવો પડશે આ નવો નિયમ, નહિં તો ભરવો પડશે 1 કરોડનો દંડ

કોરોના બાબતે જો અમદાવાદની સોસાયટીઓ તેમજ કોલોનીઓ આ નિયમને નહીં પાળે તો ભરવો પડશે મોટો દંડ – થઈ શકે છે 1 કરોડ સુધીનો દંડ – જાણી લો શું છે આ નિયમ

છેલ્લા થોડા દિવસથી ભારતની ગણતરી કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત દેશોમાં બીજા ક્રમે થઈ રહી છે. ભારતના લગભગ દરેક ખૂણે કોરોના વાયરસ પ્રસરી ગયો છે. પણ તેમાં કેટલાક રાજ્યો સૌથી વધારે પ્રભાવિત છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને ગુજરાતમાં અમદાવાદ શહેર પર કોરોના સંક્રમણની સૌથી વધારે અસર થઈ છે.

image source

ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1.04 લાખ ઉપર પહોંચી ગયો છે અને તેના કારણે 3105 લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે. અને આ મામલાની ગંભીરતાને સમજીને તેમજ આ મહામારીને દૂર કરવા માટે અથવા તો તેની અસરને ઓછી કરવા માટે અમદાવાદની નગર પાલિકાએ એક મોટો નિર્ણય લીધો છે. દરેક સોસાયટી કે ફ્લેટ્સ કે પછી કોલોનીમાં એક કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનું ફરજીયાત રહેશે.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉથી જ 30 કરતાં વધારે કર્મચારી ધરાવતી ઓફિસો, એકમો, કારખાનાઓ, કે બીજી કોઈ સંસ્થાઓમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનો આદેશ જારી કરેલો જ છે. અને હવે આ જ આદેશ અમદાવાદની સોસાયટીઓ તેમજ કોલોનીઓને પણ લાગુ પાડવામા આવી રહ્યો છે. એટલે કે હવે દરેક સોસાયટી તેમજ કોલોનીમાં એક કોવિડ કોર્ડીનેટર રાખવો ફરજિયાત રહેશે.

આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે છે કે નક્કી કરવામાં આવેલા કોવિડ કો-ઓર્ડીનેટરે નિયમોનું પાલન કરવાનું છે. તેમજ માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા લોકોને ઇમર્જન્સી વગર બહાર જવા દેવામાં આવી શકશે નહીં. આ ઉપરાંત જે લોકો હોમ ક્વોરેન્ટાઇન થયેલા છે તેમને મેડિકલ ઇમરજન્સી સિવાય 14 દિવસ સુધી બહાર નીકળવા દેવામાં નહીં આવે.

image source

જો મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી સરકાર દ્વારા કોવિડ બાબતે જે કોઈ પણ માર્ગદર્શિકા તેમજ નિયમ બહાર પાડવામા આવ્યા હોય તેનુ પાલન કરવામા નહીં આવે તો પોલીસ કામગીરી કરવામા આવશે. ચૂંટવામાં આવેલ કો-ઓર્ડિનેટર તો ફરજિયાત રાખવા જ પડશે અને આ કો-ઓર્ડિનેટર ન નિમવા બદલ 1 કરોડ સુધીનો દંડ પણ ભરવો પડી શકે તેમ છે. અને દંડ માટે એક શોકોઝ નોટિસ પણ ફટકારવામા આવશે.

image source

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીએસપી કોલોનીઓને શોકોઝ નોટિસ ફટકારવામા આવી છે. અને તે હેઠળ તેમણે 1 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો થશે. પીએસપીના આશરે 277 મજૂરોનો જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ રીપોર્ટ કઢાવવામા આવ્યો ત્યારે તે પોઝિટિવ આવ્યા હતા. અને તેમને એએમસીએ કો-ઓર્ડીનેટર ન નિમવા પર શોકોઝ નોટિસ ફટકારી છે. આ સિવાય પીએસપી દ્વારા કોવિડ ગાઇડલાઈનના મહત્ત્વના નિયમ એવા સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કરવામા આવ્યો હતો. પીએસપીને ત્રણ દિવસમાં શોકોઝ નોટિસનો જવાબ આપવા તેમજ રજૂ થવા ફરમાન કરવામા આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોના કાળમાં અમદાવાદની સોસાયટીઓને ખાસ ફોલો કરવો પડશે આ નવો નિયમ, નહિં તો ભરવો પડશે 1 કરોડનો દંડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel