માત્ર 1 રૂપિયામાં મળશે મોબાઈલ પ્રોટેક્શન, જાણો ફ્લિપકાર્ટના દિવાળી સેલમાં બીજુ શું છે ખાસ
દિવાળી નજીક આવી રહી છે તો બીજી તરફ માર્કેટમાં પણ ધીમે ધીમે રોનક આવી રહીછે. લોકો કોરોનાકાળમાં ધીમે ધીમે ખરીદી કરવા બહાર નિકળી રહ્યા છે. જેને લઈને કંપનીઓ પણ દર વર્ષની જેમ આકર્ષક દિવાળી ઓફર્સ લઈને આવી છે. ફ્લિપકાર્ટ પર બિગ દિવાલી સેલ 29 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ સેલ 4 નવેમ્બર સુધી ચાલશે. થોડા દિવસ પહેલાં જ ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલ પૂરો થયો છે. તે 17 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી હતો. હાલ દશેરા સેલ પણ ચાલી રહ્યો છે, જે 28 ઓક્ટોબરે પૂરો થશે. બિગ બિલિયન ડેઝ સેલની જેમ દિવાળી સેલમાં પણ ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે સેલ જલ્દી શરૂ થશે. સેલ દરમિયાન બેંક ઓફર, નો કોસ્ટ EMI અને પ્રોડક્ટ પર અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ મળશે.
તો જાણીએ કઈ પ્રોડક્ટ પર કેટલું મળશે ડિસ્કાઉન્ટ.
આ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળશે
આ સેલ ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે 29 ઓક્ટોબર મિડનાઈટથી શરૂ થઈ જશે અને થોડા કલાકો બાદ રેગ્યુલર ગ્રાહકો માટે શરૂ થશે. સેલ 7 દિવસ સુધી ચાલશે અને 4 નવેમ્બરે પૂરો થશે. આ દરમિયાન ગ્રાહક એક્સિસ બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી અને EMI ટ્રાન્જેક્શન પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. HDFC, ICICI, SBI સહિત અનેક બેંકોના ડેબિટ કાર્ડ સાથે બજાજ ફિનસર્વ પર પણ ગ્રાહકોને નો-કોસ્ટ EMIની સુવિધા મળશે.
માત્ર 1 રૂપિયામાં મોબાઈલ પ્રોટેક્શન
ફ્લિપકાર્ટે કહ્યું કે, ગ્રાહક ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ દરમિયાન કેમેરા, લેપટોપ, સ્માર્ટવોચ, હેડફોન સહિત ઈલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર 80% સુધીનાં ડિસ્કાઉન્ટની આશા રાખી શકે છે.
આ જ રીતે ઓપો રેનો 2F, ઓપો F15, ઓપો A52 સહિત ઓપોના સ્માર્ટફોન સાથે રિઅલમી નાર્ઝો 20 સિરીઝ પર પણ ઓફર મળશે. સેલ દરમિયાન ફ્લિપકાર્ટ માત્ર 1 રૂપિયામાં મોબાઈલ પ્રોટેક્શન આપશે.
આ સેલમાં સેમસંગ F41, સેમસંગ ગેલેક્સી S20+, સેમસંગ ગેલેક્સી A50s સહિત અનેક સેમસંગ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળશે. પોકો M2, પોકો M2 પ્રો અને પોકો C3 પર પણ ડિસ્કાઉન્ટ અને ઓફર્સનો લાભ મળશે.
સિલેક્ટેડ પ્રોડક્ટ્સ 80%નું ડિસ્કાઉન્ટ
રેફ્રિજરેટર, માઈક્રોવેવ, વોશિંગ મશીન, ટીવી અને અન્ય કિચન અપ્લાયન્સિસ પર પણ 80% છૂટ આપવામાં આવશે. વધારે ડિસ્કાઉન્ટ માટે ગ્રાહકો એક્સચેન્જ ઓફરનો ઉપયોગ કરી શકે છે. સિલેક્ટેડ ફ્લિપકાર્ટ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર પણ 80%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
લેપટોપ પર 50% સુધીની છૂટ
લેપટોપ પર 50% સુધી અને ટેબ્લેટ પર 45% સુધી છૂટ મળી શકે છે. હેડફોન અને સ્પીકર પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં 3 કરોડથી વધારે પ્રોડક્ટ સામેલ હશે અને દરરોજ નવી ડીલ ઓફર કરવાાં આવશે.
મઙિનાના અંતમાં એમેઝોનનો સેલ શરૂ થઈ શકે છે
એમેઝોન દિવાલી સેલ 2020 પણ આશરે 30 ઓક્ટોબરથી શરુ થશે. હાલ કંપનીએ દિવાલી સેલ 2020ની તારીખ જાહેર કરી નથી પરંતુ આ ઓક્ટોબર એન્ડથી શરુ થઇ શકે છે.
એમેઝોન દિવાળી સેલ બેંક ઓફરમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સામેલ હશે અને પ્રાઈમ મેમ્બરને સૌથી પહેલા તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રાઈમ સબસ્ક્રિપ્શન માટે વર્ષના 999 રૂપિયા, ક્વાટરલી 329 અને મહિનાના 129 રૂપિયા ચાર્જ છે.
આ મોબાઈલ પર મળશે ઓફર્સ
એમેઝોન દિવાળી સેલ 2020માં વનપ્લસ નોર્ડ, આઈફોન 11, ગેલેક્સી M21, રેડમી નોટ 9 પ્રો અને હાલમાં જ લોન્ચ થયેલો ગેલેક્સી M51 જેવા પોપ્યુલર ડિવાઈસિસની સાથે અપ્લાયન્સિસ, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ પર ઓફર આપવામાં આવશે. દિવાલી સેલ 2020માં દરેક કેટેગરી અને સબ કેટેગરી સામેલ થશે.
13,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર
ટીવી અને મોટા અપ્લાયન્સિસ કેટેગરીમાં એક્સટેન્ડેડ વોરંટી, નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ પર એક્સ્ટ્રા ઓફ પણ આપવામાં આવશે. સાથે જ તેની ડિલિવરી અને ઇન્સ્ટોલેશન પણ નક્કી કરેલા સમયે થઇ જશે.જૂનો સામાન એક્સચેન્જ કરવા પર સેલ દરમિયાન 13,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળશે.
ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ પર 70% સુધીની છૂટ
પ્લેટફોર્મ પર ઘણી પ્રોડ્ક્ટસ પર નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને ટોટલ ડેમેજ પ્રોટેક્શન અને ‘never before prices’ જેવી ઓફર્સ સામેલ હશે. સેલમાં કિંમતમાં ભારે કાપ, ડીપ ઓફર્સ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઘણી કેટેગરીમાં સ્પેશિયલ લોન્ચિંગ પણ જોવા મળ્યું. ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ પર 70% સુધીની છૂટ મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "માત્ર 1 રૂપિયામાં મળશે મોબાઈલ પ્રોટેક્શન, જાણો ફ્લિપકાર્ટના દિવાળી સેલમાં બીજુ શું છે ખાસ"
ટિપ્પણી પોસ્ટ કરો