આ દેશમાં કોરોના બન્યો વધુ ખતરનાક, ફક્ત આ લોકોને જ બહાર નિકળવાની છૂટ, નાઈટ કર્ફ્યૂ પણ જાહેર
યુરોપ અને અમેરિકામાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમેરિકામાં બે દિવસ પહેલા 80 હજાર કેસ સામે આવ્યા હતા જે પહેલા રાઉન્ડ કરતા ઘણા વધારે છે. તો બીજી તરફ યુરોપમાં કોરોનાના કેસ અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્પેનની સરકારે રવિવારે રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી દીધી છે, જેમાં રાત્રિ કરફ્યુનો પણ સમાવેશ થાય છે. વધુમાં સરકારે આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં કોરોના સામે દેશની હોસ્પિટલોનું નેટવર્ક પડી નહીં ભાગે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, સ્પેનમાં રાત્રે 11.00થી સવારે 6.00 વાગ્યા સુધી નાઈટ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, નોકરી કરતાં લોકો, દવાઓની ખરીદી તેમજ વૃદ્ધો અને બાળકોની સારવાર માટે લોકોને બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવશે.
ફ્રાન્સમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગુ
તો બીજી તરફ કોરોનાનો સામનો કરવામાં સ્પેન પડોશી રાષ્ટ્ર ફ્રાન્સને અનુસરી રહ્યું છે. ફ્રાન્સે પણ આ સપ્તાહે અનેક શહેરોમાં રાત્રે 9.00થી સવારે 6.00 વચ્ચે રાત્રી કરફ્યુ લાદી દીધો છે. ફ્રાન્સ અને સ્પેનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે. પરિણામે બંને દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10 લાખથી વધુ થઈ ગઈ છે. યુરોપ અને અમેરિકામાં શનિવારે કોરોનાના કેસોમાં વિક્રમી ઊછાળો જોવા મળ્યો છે. જોકે, સરકાર માટે મોટી સમસ્યા એ છે કે કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સરકારે મૂકેલા નિયમોનો પ્રજા અમલ નથી કરી રહી. જેના કારણે મહામારી સામે લડવામાં સરકારને તકલીફ પડી રહી છે. લોકો સરકારને સાથ નથી આપી રહ્યા જેના કારણે મુશ્કેલી વધી રહી છે.
રાત્રે 11.00થી સવારે 6.00 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ
સ્પેનમાં રાત્રે 11.00થી સવારે 6.00 વાગ્યા સુધી નાઈટ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કરફ્યુ રવિવાર રાતથી જ અમલમાં મૂકાયો છે અને તે લગભગ છ મહિના સુધી અમલી રહેશે. યુરોપ અને સ્પેનમાં કોરોનાની બીજો રાઉન્ડ શરૂ થયો છે. દેશમાં જીવન માટે પરિસ્થિતિ અત્યંત વિકટ બની રહી છે. સાન્ચેઝે જણાવ્યું હતું કે, તેઓ મે મહિના સુધી રાષ્ટ્રીય કટોકટી લંબાવવા માટે સંસદના નીચલા ગૃહને વિનંતી કરશે. સ્પેનમાં કોરોનાની બીજી રાષ્ટ્રીય કટોકટી પ્રતિબંધક નથી. આ કટોકટીમાં લોકોને ફરજિયાત ઘરોમાં રહેવા નથી જણાવાયું. પરંતુ લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરોમાં રહેવા સૂચન કરાયું છે.
પહેલી કટોકટી છ સપ્તાહ સુધી અમલમાં રહી હતી
અગાઉ માર્ચ મહિનામાં વડાપ્રધાને પહેલી રાષ્ટ્રવ્યાપી કટોકટીમાં લોકોને ફરજિયાત ઘરોમાં બંધ રહેવા માટે નિર્દેશો આપ્યા હતા અને આ કટોકટી છ સપ્તાહ સુધી અમલમાં રહી હતી. જોકે સ્પેનમાં ઑગસ્ટ મહિનાથી કોરોનાના કેસમાં ફરીથી ઊછાળો આવવાનું શરૂ થયું હતું.
તો બીજી તરફ યુરોપમાં પણ કોરોના વકરી રહ્યો છે. જર્મનીમાં શનિવારે કોરનાના દૈનિક કેસ સૌથી વધુ નોંધાયા હતા જ્યારે સ્પેન અને ઈટાલીમાં કોરોના પર કેવી રીતે નિયંત્રણ મેળવવું તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. ઈટાલીમાં વડાપ્રધાન ગુઈસેપ્પે કોન્ટેએ જણાવ્યું હતું કે તે ફરીથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લગાવવા માગતા નથી.
લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
લોકોએ કોરોનાની માર્ગદર્શિકાનો અમલ કરવો જોઈએ. પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં લોકોને બાર અને અન્ય સ્થળોની બહાર એકત્ર થતાં અટકાવવા જતી પોલીસ પર લોકો ગુસ્સે થયા હતા અને તેમણે પોલીસ પર પથૃથરમારો કરતાં દેખાવકારો અને પોલીસ વચ્ચેની અથડામણ હિંસક બની હતી. યુરોપના અન્ય દેશોમાં પણ કોરોનાની માર્ગદર્શિકાનો અમલ કરાવવા માગતી પોલીસ અને દેખાવકારો વચ્ચે આૃથડામણો થઈ હતી. લંડનના ટ્રાફાલ્ગાર સ્ક્વેર ખાતે લૉકડાઉનના વિરોધમાં લોકો એકત્ર થયા હતા અને તેમણે નવા વાયરસ પ્રતિબંધોનો વિરોધ કર્યો હતો. પોલીસે તેમને વિખેરવા માટે ટીયરગેસનો ઉપયોગ કરવો પડયો હતો.
બીજા રાઉન્ડને ગંભીરતાથી લેવાની જરૂર
જ્હોન હોપકિન્સ સ્પેન પડોશી રાષ્ટ્ર ફ્રાન્સને અનુસરી રહ્યું છે. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 83,000થી વધુ કેસ નોંધાયાના બીજા દિવસે પણ ઓક્લાહોમા, ઈલિનોઈસ, ન્યૂ મેક્સિકો અને મિશિગન જેવા રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસોએ નવો વિક્રમ સર્જ્યો છે. મિશિગના ચીફ મેડિકલ એક્ઝિક્યુટીવ ડૉ. જોનેગ ખાલ્દુને કહ્યું હતું કે લોકોએ કોરોનાના બીજા રાઉન્ડને ગંભીરતાથી લેવાની જરૂર છે નહિં તો આ મહામારી આગળના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. નોંધનિય છે કે હજુ સુધી કોઈ રસી શોધાઈ નથી. જેને લઈને સાવચેતી એજ તેનાથી બચવાનો ઉપાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આ દેશમાં કોરોના બન્યો વધુ ખતરનાક, ફક્ત આ લોકોને જ બહાર નિકળવાની છૂટ, નાઈટ કર્ફ્યૂ પણ જાહેર"
ટિપ્પણી પોસ્ટ કરો