દિવાળી પર આ એપથી તમે 1 રુપિયામાં પણ ખરીદી શકાશો સોનું, જલદી જાણો આ વિશે વધુમાં
દિવાળીના તહાવારને હવા માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીની ઉજવણી ખરીદી વગર શક્ય જ નથી. ત્યારે અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈ સોનાની માંગમાં પણ વધારો થાય છે. ખાસ કરીને લોકો દિવાળી પર સોનાની ખરીદીને શુભ માને છે. પરંતું આ વર્ષે સોનાના ભાવમાં વધારો હોવાના કારણે લોકો માત્ર શુકન પુરતું જ સોનું ખરીદવાનું પસંદ કરે છે. હાલ બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 39 હજાર જેટલો છે.
અથવાતો જેમના પરીવાર અથવા નજદીકના સગાના લગ્ન અથવા કોઈ પ્રસંગ હોય તે જ સોનાની ખરીદી કરે છે. સોનાની માંગમાં વધતા ભાવમાં પણ વધારો જોવા મળે છે. મર્ચન્ટ પ્લેટફોર્મમાં ભારતપેએ મર્ચેન્ટ્સ માટે ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટની રજુઆત કરી છે. ભારતપેએ મર્ચેન્ટ માટે આ સુવિધા સેફગોલ્ડની સાથે મળીને ઉપલબ્ધ કરાવી છે.
સેફગોલ્ડ એક ડિજિટલ પ્લેટફોર્મ છે. જે ગ્રાહકોને 24 કલાક લો ટિકિટ સાઈઝ પર 24 કેરેટ ફિજિકલ ગોલ્ડની ખરીદી, વેચાણ અને ડિલિવરીની સુવિધા આપે છે. ભારતપેના જણાવ્યાનુંસાર તેના પ્લેટફોર્મથી કોઈ પણ, ક્યાંયથી પણ 99.5 ટકા શુદ્ધ ગોલ્ડ 24 કેરેટ સોનું ખરીદી અને વેચી શકે છે. ભારતપેએ જણાવ્યું કે સોનાની કિંમત અને વજન પર સોનાની ખરીદી વેચાણનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવાશે. ત્યાં સુધી કે ભારત પે પર લોકો 1 રુપિયામાં સોનાની ખરીદી કરી શકશે.
પેમેન્ટ માટે ભારતપે બેલેન્સ અથવા યુપીઆઈનો ઉપયોગ કરી શકાશે. ભારતપે આગળ ચૂકવણીના વિકલ્પમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને પણ જોડશે. ભારતપેનું લક્ષ્ય દિવાળી સુધી 6 કિલો સોનું વેચવાનું છે. મર્ચેન્ટ ગ્લોબલ માર્કેટ્સ સાથે લિંક સોનાને રિયલ ટાઈમ કિંમતો પર જોઈ શકશો. તે સોનાની ખરીદી પર જીએસટી ઈનપુટ ક્રેડિટનો લાભ પણ લઈ શકશો.
દીવાળી પર સોનું, ચાંદી અથવા અન્ય કોઈ કિંમતી ધાતુની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો સોનાના સિક્કા ખરીદે છે અને કેટલાક જ્વેલરી ખરીદી દિવાળીના શુભ મુહૂર્ત પર તેની પૂજા કરે છે. સોનાને ખરીદીને પોતાની પાસે રાખવાનું અલગ જ મહત્ત્વ છે. પરંતુ તેમાં નોંધપાત્ર જોખમો પણ છે.
મર્ચેન્ટ ફિજિકલ ગોલ્ડની ડિલિવરીનો વિકલ્પ પણ પસંદ કરી શકશો. ડિજિટલ ગોલ્ડના વેચાણ પર મળનારા મર્ચેન્ટની રકમને ભારતપે રજિસ્ટર્ડ અકાઉન્ટ અથવા પોતાના બેંક અકાઉન્ટમાં લઈ શકો છો. સેફગોલ્ડે સોનાની ખરીદીને લઈને મર્ચેન્ટના હિતોની રક્ષા માટે આઈડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસિજને નિયુક્ત કર્યા છે. ખરીદેલું સોનું સેફ ગોલ્ડ ઉપરાંત 100 ટકા ઈન્શ્યોર્ડ લોકર્સમાં પણ કોઈ વધારાના ખર્ચ વગર રાખી શકો છે. ભારતપેના ગ્રુપ પ્રેસિડેન્ટ સુહેલ સમીરે જણાવ્યું કે 2020-21માં 30 કિલો સોનું વેચવાનું લક્ષ્ય છે. લોન્ચના દિવસે 200 ગ્રામ સોનું વેચી ચૂક્યા છીએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "દિવાળી પર આ એપથી તમે 1 રુપિયામાં પણ ખરીદી શકાશો સોનું, જલદી જાણો આ વિશે વધુમાં"
ટિપ્પણી પોસ્ટ કરો