બાપ રે બાપ, નવસારી સિવિલ હોસ્પિટલની 28 વર્ષની નર્સે કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટ સાંભળીને કાળજું કંપી ઉઠશે

હાલમાં એક તરફ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને તેને કન્ટ્રોલમાં કરવા માટે કોરોના વોરિયર્સ લડી રહ્યા છે. પોતાના જીવનું જોખમ ઉઠાવનારા આ ડોક્ટર્સને લઈને આજે એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. તો બીજી તરફ આપણે મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં આવે છે, પરંતુ દરેક જગ્યાએ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ નવસારી સિવિલ હોસ્પિટલની નર્સની એક ઘટના સામે આવી છે. નવસારી સિવિલને લઈને અગત્યના સમાચાર મળી રહ્યા છે.

સિવિલના ઉચ્ચ અધિકારીઓનો ત્રાસ કારણભૂત

દુખની વાત કંઈક એવી છે કે, નવસારી સિવિલની નર્સે હાલ આપઘાત કરી લીધો છે. નર્સે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેણે સિવિલના ઉચ્ચ અધિકારીઓનો ત્રાસ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સ્યુસાઈટ નોટમાં મેટર્ન અને સિવિલ સર્જન પર મોટા આરોપ પણ મૂક્યા છે. પોતાની દીકરીએ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના કારણે આપઘાત કરતા મૃત્તકના પરિજનોએ પણ આરોપ લગાવ્યો છે. હાલમાં આ સમગ્ર મામલે વિજલપોર પોલીસે તપાસ હાથ ધરી છે અને ગુનેગારોને સજા મળશે એવું કહેવામાં આવ્યું છે. યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે.

મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયો

ઉલ્લેખનીય છે કે, વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ, તો મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું કારણ સામે આવી શકે છે. નવસારી નર્સ આપઘાત પ્રકરણમાં 28 વર્ષીય નર્સે ડિપ્રેશનમાં આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે.

વિજલપોર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી

જે પ્રમાણે આરોપો નાખવામાં આવ્યા છે એ રીતે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે. મેઘાએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઈટ નોટ લખી છે. હાલ વિજલપોર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. સ્યુસાઈડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના વિજલપોર શહેરમાં 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વધુ 1,136 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 7 દર્દીઓના મોત થયા છે. સાજા થનાર દર્દીઓની વાત કરીએ તો આજે 1,201 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કુલ 1,64,121 કેસ નોંધાયા છે. જ્યારે 3,670 દર્દીઓના દુ:ખદ મોત થયા છે. સાજા થયેલ દર્દીઓનો આંકડો 1,46,308 પર પહોંચ્યો છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરતમાં આજે 231 નવા કોરોના કેસ નોંધાયા. જ્યારે એક દર્દીનું મોત થયું છે.

0 Response to "બાપ રે બાપ, નવસારી સિવિલ હોસ્પિટલની 28 વર્ષની નર્સે કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટ સાંભળીને કાળજું કંપી ઉઠશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel