હવે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા લાગશે માત્ર 45 મિનિટ, જાણો સી પ્લેનમાં કેટલા લોક કરી શકશે મુસાફરી
પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે છે. જી હા અમે વાત કરી રહ્યા છીએ સી પ્લેનની. દેશમાં પહેલીવાર 31 ઓક્ટોબરથી સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ થવાની છે. 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનાર આ ફ્લાઈટમાં બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર હશે. જે 6 મહિના અહીંયા રોકાશે અને ભારતીય પાઈલટ-ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે. સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 220 કિમીનું અંતર માત્ર 45 મિનિટમાં કપાશે. તો આવો જાણીએ સી પ્લેન અમદાવાથી ક્યારે ઉપડશે અને તેમા કેવી હશે સુવિધા.
2021 માં રિવરફ્રન્ટથી શત્રુંજી ડેમ સુધી સી-પ્લેન સુવિધા શરૂ કરાશે
31 ઓક્ટોબરે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સુવિધા શરૂ થયા બાદ એરલાઈન્સ દ્વારા નવા વર્ષ 2021ની શરૂઆતમાં રિવરફ્રન્ટથી શત્રુંજી ડેમ સુધી સી-પ્લેન સુવિધા શરૂ કરાશે. ડીજીસીએ ઉડાન-3 યોજના હેઠળ અમદાવાદના આ બન્ને રૂટ પર સી પ્લેન ઓપરેટ કરવાની મંજૂરી આપી હતી. જ્યારે ઉડાન-4 યોજનામાં અમદાવાદથી ધરોઈ ડેમ સુધીના રૂટ પર સી પ્લેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે ત્યારે અમદાવાદથી ધરોઈ ડેમ સુધી સીપ્લેનનું સંચાલન 2022 સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.
એક સાથે 14 પેસેન્જરો સવારે 8 વાગ્યાથી મુસાફરી કરી શકશે
18 સીટર વિમાનમાં એક સાથે 14 પેસેન્જરો સવારે 8 વાગ્યાથી મુસાફરી કરી શકશે. હાલમાં આ વિમાન નોન શિડ્યુલ ફ્લાઈટ તરીકે ઓપરેટ થશે અને જો પેસેન્જરોનો સારો રિસ્પોન્સ મળશે તો એક વર્ષ બાદ તમામ ફ્લાઈટ શિડ્યુલ કરાશે. સાબરમતી નદીમાં તેમજ કેવડિયા ખાતે પોન્ડ – 3માં વિમાનના લેન્ડિંગ અને ટેકઓફની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે ત્યારે બંને જગ્યાએ વિમાન પૂર્વથી દક્ષિણ દિશા તરફ લેન્ડિંગ કરશે.
સી પ્લેન પ્રોજેક્ટની દેખરેખ રાખી રહેલા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની (ગુજસેલ)ના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું કે, એરલાઈન્સે હાલ બે વિમાન લીઝ પર માગ્યા છે.
સી-પ્લેનનો સમય
સી પ્લેન લેન્ડ માટે પાણીમાં 8૦૦થી 9૦૦ મીટર જગ્યાની જરૃર
સી પ્લેન પાણીમાં લેન્ડ થઇ શકે માટે પાણીમાં 8૦૦થી 9૦૦ મીટર જેટલી જગ્યાની જરૃર પડતી હોય છે. આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘ડીજીસીએ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોમર્શિયલ એરલાઇન્સ ઓપરેટ થવા માગતી હોય તો તેનામાં બે એન્જિન હોવા ફરજીયાત છે. બીજી તરફ ચાર્ટર સર્વિસ હોય તો તેના માટે એક એન્જિન હોવું જરૃરી છે. અમે ભારતમાંથી ૮ અને ગુજરાતમાંથી પાંચ એવા સ્થાન શોધ્યા છે જ્યાં સી પ્લેન પ્રોજેક્ટ શરૃ કરવામાં આવી શકે છે. અલબત્ત, વોટર એરોડ્રામ માટે અમારે વધુ વિગતો જોઇએ છીએ. ટર્મિનલ બિલ્ડિંગ, વાહનના પાર્કિંગ માટે અમને ઓછામાં ઓછી ૨ એકરની જગ્યા જોઇએ.
આ 4 જગ્યાને મળી મંજૂરી
બીજુ કે મહત્વનું એ છે કે પાણીની સપાટી ઓછામાં ઓછી ૬ ફિટ હોવી જોઇએ. અમને સલામતી અંગે રાજ્ય સરકાર પાસેથી કેટલીક બાહેંધરી જોઇએ છીએ અને પછી જ અમે આગળ વધી શકીશું. પ્રથમ તબક્કામાં સાબરમતી રીવરફ્રન્ટથી સરદાર પટેલ ડેમ સુધી સી પ્લેન ઓપરેટ થઇ શકે છે.
આ ઉપરાંત અંબાજી માટે અમદાવાદથી ધરોઇ ડેમની સી પ્લેન ઓપરેટ થશે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા ગુજરાતમાં સી પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર પટેલ ડેમ, ધરોઇ ડેમ, તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "હવે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા લાગશે માત્ર 45 મિનિટ, જાણો સી પ્લેનમાં કેટલા લોક કરી શકશે મુસાફરી"
ટિપ્પણી પોસ્ટ કરો