જાણો બાબરી કેસમાં 2000 પાનાંના નિર્ણયની 10 મહત્ત્વની વાતો, હવે આગળ શું છે વિકલ્પ

બુધવારના રોજ 28 વર્ષથી ચાલતા બાબરી કેસનો ચૂકાદો આવ્યો છે. લખનઉમાં CBIની સ્પેશ્યિલ કોર્ટના જજ એસકે યાદવે 2000 પાનાનો નિર્ણય આપ્યો છે. જેમાં જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયાં છે. જજે નિર્ણયમાં કહ્યું કે, ઘટના અચાનક થઈ હતી, તેની કોઈ પૂર્વ તૈયારી કરવામાં આવી નહતી. આરોપીઓ વિરુદ્ધ અમને કોઈ પુરાવા મળ્યા નથી. તસવીરોના આધારે કોઈને આરોપી ન ગણાવી શકીએ. નોંધનિય છે કે બાબરી કેસમાં પૂરાવા રૂપે રજૂ કરવામાં આવેલી તસવીરો અને વીડિયોથી કોર્ટ સંતુષ્ટ ન હતી.

હવે આ કેસમાં આગળ શું?

image source

આ કેસમાં બાબરી એક્શન કમિટિના સંયોજક અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જિલાનીનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તે કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી અને હાઈકોર્ટ જશે. તે CBIને પણ ફરી તપાસની અપીલ કરશે.

CBIની સ્પેશ્યિલ કોર્ટની મહત્વની બાબતો

image source

ચાર્જશીટમાં તસવીર રજુ કરવામાં આવી, પરંતુ આમાથી મોટાભાગના નેગેટિવને કોર્ટમાં આપવામાં ન આવ્યા. એટલા મટે ફોટા પણ પ્રામાણિક પુરાવા નથી.

મૂર્તિને પણ નુકસાન પહોંચાડત. કારસેવકોના બન્ને હાથ વ્યસ્ત રાખવા માટે જળ અને ફુલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું.

આ કેસમાં કોઈ પણ પ્રકારના કાવતરાના પુરાવા મળ્યા નથી.

CBI 32 આરોપીનો ગુનો સાબિત કરવા પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહી.

ઈમારત તોડી પાડવાની ઘટના અચાનક બની હતી, આ ઘટના પાછળ કોઈ કાવતરું નથી.

image source

અજાણ્યા લોકોએ વિવાદીત ઈમારત તોડી પાડી. આરોપી બનાવાયેલા લોકોનું આ ઘટના સાથે કોઈ લેવા દેવા ન હતું.

સાક્ષીઓના નિવેદન જણાવે છે કે કારસેવા માટે ભેગી થયેલી ભીડનો ઈરાદો બાબરી ઈમારતને તોડી પાડવાનો ન હતો.

અશોક સિંઘલ ઈમારત સુરક્ષિત રાખવા માગતા હતા કારણ કે ત્યાં મૂર્તિઓ હતી.

વિવાદીત સ્થળે રામલલ્લાની મૂર્તિ હતી, એટલા માટે કારસેવક એ ઈમારતને તોડી પાડતા

છાપામાં લખેલી વાતોને પુરાવા ન ગણી શકાય. પુરાવા તરીકે કોર્ટમાં માત્ર ફોટો અને વીડિયો રજુ કરવામાં આવ્યા હતા.

વીડિયો ટેમ્પર્ડ હતા. તેની વચ્ચે વચ્ચે સામાચાર હતા, એટલા માટે તેમને વિશ્વાસપાત્ર પુરાવા ન ગણી શકાય.</p.

આ હતા 32 આરોપી

image source

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋુતંભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ, ડૉ. રામ વિલાસ વેંદાતી, ચમ્પત રાય, મહંત ધર્મદાસ, સતીશ, પ્રધાન, પવન કુમાર પાંડે, લલ્લૂ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુર સિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમરનાથ ગોયલ, જયભાન સિંહ પવૈયા, સાક્ષી મહારાજ, વિનય કુમાર રાય, નવીન ભાઈ શુક્લા, આરએન શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીર કુમાર કક્કડ અને ધર્મેન્દ્ર સિંહ ગુર્જર.

સ્પેશિયલ કોર્ટના જજની નિર્ણયમાં ટીપ્પણીઓ

image source

ઈમારત તોડી પાડવાની ઘટના અચાનક થઈ હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બપોરે 12 વાગે ઈમારત પર પાછળથી પથ્થરમારો શરૂ થયો હતો.

અશોક સિંઘલ ઈમારત સુરક્ષિત રાખવા માંગતા હતા, કારણકે ત્યાં મૂર્તિઓ હતી.

કારસેવકોના બંને હાથ વ્યસ્ત રાખવા માટે પાણી અને ફૂલ લાવવાનું કહેવામાં આવ્યું હતું.

ન્યૂઝપેપરમાં લખેલી વાતોને પુરાવા ન માની શકીએ.

તસવીરોના આધાર પર કોઈને દોષિત ન ગણાવી શકીએ. તસવીરોની નેગેટિવ જમા કરાવવામાં નથી આવી.

6 નેતાઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા

image source

લાલકૃષ્ણા અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસેનાન પૂર્વ સાંસદ સતીશ પ્રધાન, મહંત નૃત્ય ગોપાલ ગાસ અને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટરૂમ દ્વારા જોડાયા હતા . આ ઉપરાંત અન્ય તમામ 26 આરોપી કોર્ટરૂમમાં હાજર હતા. બાબરી કેસ વિશેષ જજ એસકે યાદવના કાર્યકાળનો અંતિમ નિર્ણય રહ્યો હતો. તે 30 સપ્ટેમ્બરે 2019ના રોજ રિયાયર્ડ થવાના હતા, પણ સુપ્રીમ કોર્ટે તેમને 30 સપ્ટેમ્બરે 2020 સુધી (નિર્ણય સંભળાવા સુધી) સેવા વિસ્તાર આપ્યો.

કોર્ટમાં બચાવ પક્ષે કરી આ દલીલ

image source

પુરાવા તરીકે માત્ર ફોટો અને વીડિયો હતા. ફોટાના નેગેટીવ ન હતા. જે વીડિયો હતો, તેમાં વચ્ચે વચ્ચે સમાચાર પણ હતા, જે વધારે વિશ્વાસપાત્ર ન હતા. જે કારસેવક ઘટનાસ્થળે હતા, તેમનો ઈરાદો ઈમારતને તોડી નાંખવાનો ન હતો. ત્યાં રામલલ્લાની મૂર્તિ હતી, કારસેવક એ ઈમારતને તોડી પાડત તો મૂર્તિને પણ નુકસાન પહોંચતું.

6 ડિસેમ્બર 1992ના રોજ 10 મિનિટના અંતરે દાખલ થઈ બે FIR

image source

પહેલી એફઆઈઆર કેસ નંબર 197/92ને પ્રિયવદન નાથ શુક્લએ સાંજે 5.15 વાગે બાબરી ધ્વંસ મામલે બધા અજ્ઞાત લોકો વિરુદ્ધ કમલ 395, 397, 332, 337, 338, 295, 295 અને 153એમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી એફઆઈઆર કેસ નંબર 198/92ની ચોકી ઈન્ચાર્જ ગંગા પ્રસાદ તિવારી તરફથી આઠ લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાજપના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, ડૉ. મુરલી મનોહર જોશી, તે સમયના સાંસદ અને હજરંગ દળના પ્રમુખ વિનય કટિયાક, તે સમયના વીએચપી મહાસચિવ અશોક સિંઘલ, સાધ્વી ઋતંભરા, વિષ્ણુ હરિ ડાલમિયા અને ગિરિરાજ કિશોર સામેલ હતા. તેમના વિરુદ્ધ કમલ 153એ, 153બી, 505માં કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારપછી જાન્યુઆરી 1993માં 47 અન્ય કેસ નોંધવામાં આવ્યા હતા. તેમાં પત્રકારો સાથે મારઝૂડ અને લૂંટ-ફાંટ જેવા આરોપ લગાવાવમાં આવ્યા હતા.

17 વર્ષ ચાલી લિબ્રહાન આયોગની તપાસ

image source

6 ડિસેમ્બર 1992ના 10 દિવસ પછી જ કેન્દ્ર સરકારે લિબ્રહાન આયોગની રચના કરી હતી. તેને 3 મહિનામાં પોતાનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેણે તપાસમાં 17 વર્ષ લીધાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન અંદાજે 48 વખત આયોગનું વિસ્તરણ કરવામાં આવ્યું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આયોગ પર આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 30 જૂન 2009ના રોજ આયોગે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ તપાસ રિપોર્ટના કોઈપણ પ્રયોગ કેસમાં કરવામાં આવ્યો નહીં અને સીબીઆઈએ આયોગના કોઈ સભ્યનું નિવેદન પણ લીધું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જાણો બાબરી કેસમાં 2000 પાનાંના નિર્ણયની 10 મહત્ત્વની વાતો, હવે આગળ શું છે વિકલ્પ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel